ભાજપના મેં ભી ચૌકાદીર ઝૂંબેશને ગુજરાતમાં આવકાર

ગુજરાત ભાજપા પ્રવકતા ભરત પંડયાએ 31મી માર્ચના “મેં ભી ચોકીદાર” કાર્યક્રમ અંગે કરવામાં આવેલી સુરત
ખાતેની પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, 2014 લોકસભામાં વિજયી બન્યાં પછી શ્રી નરેન્દ્રભાઈ મોદી હું પ્રધાનમંત્રી નહીં, પરંતુ દેશનો પ્રધાનસેવક, પ્રથમ સેવક છું. પ્રજા સમક્ષ તેમ કહીને કામ શરૂં કર્યું હતું. આજે 5 વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે. 5 વર્ષના ટૂંકા ગાળામાં ઘણાં વિરાટ કાર્યો કર્યાં છે.
• દેશમાં 10 કરોડ પરીવાર એટલે 5 કરોડ લોકોને આયુષ્યમાન (પ્રધાનમંત્રી મોદી કેર) દ્વારા મેડીકલ સુરક્ષા કવચ.
• ખેડૂતોને એમ.એસ.પી. (ટેકાના ભાવો) દોઢ થી બે ગણાં ભાવ મળે અને પ્રધાનમંત્રી 12 કરોડ સન્માનનિધી દ્વારા
ખેડૂતોના ખાતામાં રૂ.6000 નાંખવાની શરૂઆત કરી દીધી છે.
• દેશમાં શૌચાલય 9 કરોડ બનાવ્યાં છે.
• ઉજ્જવલા યોજના હેઠળ 6 કરોડ ગેસ કનેકશન આપવામાં આવ્યાં છે. (60 વર્ષમાં 13 કરોડ અને 5 વર્ષમાં 12 કરોડ
કનેકશન)
• દેશમાં 2.5 મહિલાઓના નામે ઘરનું ઘર મળ્યું છે.
• મુદ્રા – 16 કરોડ લાભાર્થીઓને લોન મંજૂર કરવામાં આવી. જેના થકી 4.25 લાખ નવી સ્વ રોજગારી ઉત્પન્ન થઈ છે.
આ લાભાર્થીઓ માટે રૂ. 7 લાખ કરોડ ચૂકવ્યા છે.
• દેશની સુરક્ષા માટે ઉરી, પુલવામા – આતંકવાદી ઘટના પછી દેશની જનતાની લાગણી સાથે રહીને આતંકવાદ સામે
આક્રોશ વ્યકત કરીને પાકિસ્તાનમાં જઈને આપણા સૈનિકોએ સર્જીકલ અને એરસ્ટ્રાઈક દ્વારા આતંકવાદીઓ અને તેના
અડ્ડાનો સફાયો કર્યો.
આમ, નરેન્દ્રભાઈ મોદીએ પોતાની ઈચ્છાશક્તિ, નિર્ણયશક્તિ અને કાર્યશક્તિથી વિકાસ દ્વારા “દેશ આગે બઢ રહા હૈ”
ની પ્રતિતિ સાથે ભારતને મજબૂત રાષ્ટ્ર તરીકે વિશ્વમાં માન-સન્માન ગૌરવ અપાવ્યું છે.
શ્રી પંડયાએ કોંગ્રેસ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો સામે જવાબ આપતાં જણાવ્યું હતું કે, સ્વ.શ્રી
રાજીવ ગાંધી જયારે પ્રધાનમંત્રી હતાં ત્યારે તેમણે કબુલ્યું હતું કે હું 1 રૂ.મોકલું છું અને નીચે માત્ર 15 પૈસા પહોંચે છે. દર રૂપિયે 85 પૈસાનો ભ્રષ્ટાચાર કોંગ્રેસના ગાંધી પરીવારના શાસનમાં થયો હોય ત્યારે ગુજરાતના સપૂત અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પર જૂઠ્ઠા આક્ષેપ કયાં મોઢે કરે છે ? જે પ્રધાનમંત્રીશ્રીએ ગરીબ-મધ્યમવર્ગ, વંચિત, યુવા-મહિલા, ખેડૂત વગેરેને અનેક પ્રકારની યોજનામાં ડિ.બી.ટી.(ડાઈરેકટ બેનીફિટ ટ્રાન્સફર) દ્વારા 5.34 લાખ કરોડ રૂ. સીધા લાભાર્થીના ખાતામાં નાંખીને પારદર્શી સરકાર ચલાવી તેની સામે કોંગ્રેસ જૂઠ્ઠા આક્ષેપ કરે છે. “ચોકીદાર ચોર હૈ”ના રાહુલ ગાંધીના નકારાત્મક, જૂઠ્ઠા અને અપપ્રચાર પાછળ કોંગ્રેસની ગુજરાત અને ગુજરાતના નેતૃત્વ તરફ ઈર્ષ્યા, દ્વેષ અને માત્ર વેરઝેરની ભાવના દેખાઈ આવે છે. સતત ચોકીદાર ચોર છે એવું કહે છે ત્યારે અમને પણ સામે પ્રતિકાર કરવાની ફરજ પડી છે.
પંડયાએ વધુમાં જણાવ્યું હતું. કે, ગાંધી પરીવારે દેશનાં શાસન પર 48 વર્ષ સુધી કબજો રાખીને ભ્રષ્ટાચાર કર્યો છે. દેશના સોશીયલ મિડીયામાં પણ મેં ભી ચોકીદાર ને વ્યાપક અને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. અત્યાર સુધીમાં 30 લાખ વખત રીટ્વીટ થયું છે અને 1680 કરોડ ઈમ્પ્રેશન મેળવી છે. જે દિવસે લોન્ચીંગ થયું તે દિવસે સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરે ટ્રેન્ડીંગ રહ્યું હતું. 1 કરોડથી વધુ લોકોએ નમો એપ તથા સોશીયલ મિડીયા પર મેં ભી ચોકીદારનો સંકલ્પ વ્યકત કર્યો હતો. 25 લાખ સિક્યોરીટી સાથે જોડાયેલા ભાઈ-બહેનો સાથે ઓડિયો કોન્ફરન્સ પણ કરી હતી. અમે કોંગ્રેસના અપપ્રચારની સામે દેશમાં સદવિચાર અને સત્કાર્ય માટેનું અભિયાન ચલાવીશું.
31મી માર્ચે સાંજે 05/00 વાગે દિલ્હીથી નરેન્દ્રભાઈ મોદી દેશના 500 અને ગુજરાતના 50 સ્થાન પર મેં ભી ચોકીદારના વિચાર સાથે લાખો લોકો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના કર્મશીલ, કર્તવ્યનિષ્ઠ, ચોકીદાર સાથે વાર્તાલાપ કરશે. જેમાં ભાજપનાં કાર્યકર્તા, ડૉકટર્સ, વકિલો, આઈ.ટી, તમામ વ્યવસાય વર્ગ, ખેડૂતો, નવા મતદારો અને નિવૃત કર્મચારીઓ સાથે વેપારીઓ વગેરે લોકો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કરવામાં આવશે.તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.