મહેસાણા શહેરમાં જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત નજીક મહેસાણા જિલ્લા પંચાયતનો એક બંગલો છે જે, ભાજપના સાંસદ જયશ્રી પટેલને સુવિધા કેન્દ્ર કાર્યાલય શરૂઆતથી જ આપવામાં આવ્યું છે. હવે તે પરત લેવા માટે લોકો માંગણી કરી રહ્યાં છે. પ્રજાની પ્રોપર્ટી એક સાંસદ કઈ રીતે પોતાના ઉપયોગ માટે વાપરી શકે એવો સવાલ પણ હવે પૂછવામાં આવી રહ્યો છે. સરકારના ઈશારે કામ કરતાં કલેક્ટર દ્વારા કાર્યપાલક ઈજનેરનો મોટો બંગલો સંસદ સભ્યને આપી દેવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચૂંટાયેલા 32 સભ્યોએ ઠરાવ પસાર કરીને સાંસદને આ બંગલો ખાલી કરવા માટે કહ્યું હતું. તેમ છતાં તે અંગે કોઈ કાર્યવાહી ન થતાં હવે તે અંગે સંસદના અધ્યક્ષ અને ગુજરાત પંચાત કાઉન્સીલ સમક્ષ રજૂઆત કરીને પ્રજાની મિલકત ખાલી કરાવવાની માંગણી કરી હતી. પંચાયત કોંગ્રેસના પ્રમુખ શિલા પટેલ કોઈ રસ લેતા નથી.
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી સમયે પણ આ મિલકત અંગે વિવાદ ઊભો થયો હતો. કાર્યાલય માટે રૂ.20,000 ભથ્થું સાંસદને મળે છે તેનું ભાજપના સાંસદ જયશ્રી પટેલ શું કરે છે તે સંશોધનનો વિષય છે.
એક બાજુ ગુજરાતના ભાજપના 26 સાંસદોને દરેકને દર મહિને રૂ.2.80 લાખ આપવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે ત્યારે કોઈ એક સાંસદને આ રીતે મિલકત કઈ રીતે આપી શકાય તે અંગે સવાલ ઊભો થઈ રહ્યો છે. 2014માં ભાજપની કેન્દ્ર સરકાર બની ત્યારે સાંસદોને પગાર રૂ.80 હજાર મળતો હતો. હવે તે વધારીને 2.80 લાખ કરવાની દરખાસ્ત કરી દેવામાં આવી છે. ભાજપ સત્તા પર આવ્યા બાદ જે રીતે ગુજરાતના ધારાસભ્યોનો પગાર પાંચ ગણો કરી દેવામાં આવ્યો હતો. એ રીતે સાંસદોનો પગાર વધારીને ત્રણ ગણો કરી દેવાનું નક્કી કરાયું છે. પ્રજાની સેવા માટે રાજકારણીઓ આવે છે પણ તેઓ જાતે જ પોતાના પગાર વધારી લે છે. ખરેખર તો તેમને કોઈ પગાર કે પેન્શન આપવાનું જ ન હોય. તેમ છતાં તેઓ જીવે ત્યાં સુધી પેન્શન મેળવે છે.
15 લાખ મતદાર દીઠ એક સાંસદ ચૂંટાય છે.
કેટલો પગાર થશે
વેતન રૂ.50 હજારથી વધારીને રૂ.1 લાખ,
મત વિસ્તાર ભથ્થું રૂ.45 હજારથી વધારીને રૂ.90 હજાર,
સાંસદોના પેન્સન રૂ.20 હજારથી વધારીને રૂ.35 હજાર કરવા કહેવામાં આવ્યું છે.
કેન્દ્રના નાણા મંત્રાલયે 2018માં લોકસભાના સાંસદો માટે પ્રવાસ માટે રૂ.295.25 કરોડ અને રાજ્યસભાના સાંસદો માટે રૂ.121.96 કરોડ ની ફાળવણી કરી હતી. સાંસદોને કાર લોન અને ફરનીચરની લોન વધારવા મંજૂરી આપવામાં આવશે.
20 ફેબ્રુઆરી 2018માં દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે, સાંસદોના પગાર નક્કી કરવા સ્વતંત્ર પધ્ધતિ નક્કી કરવા અંગે સ્પષ્ટતા કરે. કારણ કે સાંસદો પોતાનો પગાર પોતે જ વધારે છે. તેના પર કોઈનું નિયંત્રણ નથી. પ્રજાના પૈસાના તેઓ ટ્રસ્ટી મટીને લૂંટ ચલાવી રહ્યાં છે. ‘લોક પ્રહરી’ નામની સંસ્થાએ કરેલી અરજી ધ્યાન પર લીધી હતી. સરકાર આ માટે 11 વર્ષથી વિચારી રહી છે પણ નિર્ણય કરતી નથી. સાંસદોને પ્રજા ચૂંટે છે અને તેનો પગાર નક્કી કરવાનો અધિકાર સાંસદ પાસે ન હોવો જોઈએ.
રાજ્યપાલ હવે 3.5 લાખ પગાર લે છે
લોકસભામાં બજેટ 2018ના ભાષણ દરમિયાન નાણાં પ્રધાન અરૂણ જેટલીએ રાષ્ટ્રપતિનું વેતન 5 લાખ, ઉપરાષ્ટ્રપતિનું વેતન 4 લાખ અને રાજ્યપાલનું વેતન 3.5 લાખ કરવાની જાહેરાત કરી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે, દર પાંચ વર્ષે સાંસદોના વેતન-ભથ્થામાં વધારો કરવામાં આવશે.
ભાજપના નેતા વરૂણ ગાંધીની સ્પષ્ટ વાત
25 ઓક્ટોબર 2018ના રોજ ભાજપના નેતા અને ઈંદીરા ગાંધી પરિવારના સભ્ય વરુણ ગાંધી વડોદરાની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, જ્યારે તેમણે સાંસદોનાં પગાર વધારાનો વિરોધ કર્યો ત્યારે પ્રાઇમ મિનીસ્ટર ઓફિસમાંથી ફોન આવ્યો અને તેમને કહેવામાં આવ્યું કે, કેમ તમે મુશ્કેલીમાં વધારો કરો છો? સાંસદોનાં વધતા પગાર સામે વારંવાર વિરોધ કર્યો છે. સાંસદોની સંપતિની વિગતો જાહેર કરવાની વાત કરી છે. પ્રાઇવેટ સેક્ટરમાં લોકો તનતોડ મહેનત કરે છે અને પછી તેમનો પગાર વધે છે. જ્યારે સંસદમાં માત્ર હાથ ઉંચો કરવાથી પગાર વધે છે. બાળકોને શિક્ષણ આપવામાં સરકારને રસ નથી પણ સાંસદોના પગાર વધારવામાં જે નાણાં વપરાય છે તે શાળા માટે વપરાવા જોઈએ. ધનવાન સાંસદો પોતાનો પગાર જતો કરે અને તે ગરીબો માટે વાપરાવમાં આવે.
કરોડપતિ સાંસદો કેમ પગાર લે છે
ભારતમાં એક ટકા અમીર લોકો દેશની કુલ સંપત્તિના 60 ટકા માલિક છે. 1930માં 21 ટકા લોકોની પાસે આટલી સંપત્તિ હતી. ભારતમાં 84 અરબપતિઓ પાસે દેશની 70 ટકા સંપત્તિ છે. આ ખીણ આપણા લોકતંત્ર માટે હાનિકારક છે. સાંસદો પણ પોતાનો પગાર જાતે નક્કી કરે છે. 440 સાંસદ એવા છે, જે કરોડપતિ છે. લોકસભામાં પ્રતિ સાંસદ સંપત્તિ રૂ.14.61 કરોડ છે, તો રાજ્યસભામાં પ્રતિ સાંસદ સંપત્તિ 20.12 કરોડ છે. 1949માં જવાહરલાલ નરેહુની દેશની પ્રથમ કેબિનેટે દેશની આર્થિક હાલતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો હતો કે, તેમની સમગ્ર કેબિનેટ ત્રણ મહિના સુધી પગાર નહિ લે. પણ હવે તો કાયદો આવી રહ્યો છે કે, સાંસદના પગાર ગુજરાત પેટર્ન પ્રમાણે આપોઆપ વધતાં રહેશે.
2 હજાર કરોડનો પગાર
2014થી 2018ના છેલ્લા 4 વર્ષમાં સાંસદોના પગાર અને સુવિધાઓ પાછળ કેન્દ્ર સરકારે રૂ.1997 કરોડનો ધુમાડો કર્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં લોકસભાના એક સભ્ય પાછળ સરેરાશ વાર્ષિક રૂ.71.29 લાખ અને રાજ્યસભાના સાંસદ પાછળ રૂ.44.33 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે નાણાં GSTમાં નાણા વધ્યા તેમાંથી ચૂકવવામાં આવે છે. પાંચ વર્ષમાં તે કૂલ રૂ.3000 કરોડથી વધી જશે. લોકસભામાં 545 સાંસદો અને રાજ્યસભામાં 245 સાંસદો માટે પગાર અને સુવિધાઓ પાછળ છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂ.1997 કરોડ ખર્ચ કરાયો હતો. જ્યારે રાજ્યસભાના સાંસદોના પગાર અને સુવિધાઓ પાછળ છેલ્લા ચાર વર્ષમાં 443 કરોડ રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 2014-15માં લોકસભાના એક સાંસદને વર્ષે રૂ.71,29,390 ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યસભાના એક સાંસદને વાર્ષિક રૂ.44,33,682 ચૂકવવામાં આવ્યા હતા.
બીજા ખર્ચા અલગ
સાંસદોને ટ્રાન્સપોર્ટ, મકાન, વાહન, ભોજન, મેડિકલ, એર ટ્રાવેલ, ટેલિફોન સહિતની અનેક સુવિધાઓ સરકારી ખર્ચે આપવામાં આવે છે.
ભાજપ સત્તા પર આવ્યો ત્યારે કેટલો પગાર હતો ?
31 માર્ચ, 2014 ·
31 માર્ચ 2014માં દરેક સાંસદને મહિને રૂ.76,000 વેતન- ભથ્થું, મફત વીજળી, સમિતિની બેઠકના રૂ.1,000, સાથીદાર સાથે રેલ્વેમાં ગમે ત્યાં ગમે તેટલી મફત મુસાફરીની છૂટ, વર્ષે રૂ.50,000 ફોનનું બિલ અને વર્ષે 34 વખત અને મહિને 3 વખત પ્લેનમાં મફત મુસાફરી, વાર્ષિક 5 કરોડની ગ્રાંટ વાપરી શકે જેમાં કેટલાંક સાંસદો 25થી 35 ટકા કટકી કરતાં હોવાની અનેક ઘટના બહાર આવી છે. પૂર્વ સાંસદોને મહિને ઓછામાં ઓછુ રૂ.8 હજાર પેન્શન મળતું હતું.
સંસદ સભ્યને મત વિસ્તાર માટે દર મહિને રૂ.20,000 ભથ્થું, કાર્યાલય માટે રૂ.20,000 ભથ્થું, લેખન સામગ્રીનું ભથ્થું રૂ.4,000 મળવા પાત્ર હતું. પત્ર વ્યવહાર માટે રૂ.2000 દર મહિને મળતું હતું. કોમ્પ્યર ઓપરેટર માટે રૂ.14 હજાર, રૂ.5 કરોડ ગ્રાન્ટ મળતી હતી. હવે તે તમામ વસ્તું પાંચ વર્ષમાં બેથી ત્રણ ગણી થઈ ગઈ છે. હજુ બીજો વધારો મંજૂર કરી દેવાયો છે.
ટ્રેનમાં પ્રથમ વર્ગની એક અને બીજા વર્ગની એક ટિકીટ આપવામાં આવે છે. દરેક સંસદ સભ્યને એસી અથવા એકઝીકયુટીવ વર્ગનો નિશુલ્ક પાસ આપવામાં આવે છે. જેના પર તે ભારતમાં જયાં ટ્રેન સુવિધા હોય ત્યાં કોઇપણ સમયે યાત્રા કરી શકે છે. તેની સાથે એક વ્યકિતને ટુટાયર રેલ મુસાફરીની સુવિધા મળે છે. નવી દિલ્હીમાં આવાસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
સોફાના કવર અને પડદા તેમજ ફર્નીચરની મરામત માટે દર ત્રણ મહિને રૂ.60 હજાર, દર મહિને રૂ.8000 પેન્શન અને પાંચ વર્ષ કરતા વધુ સમય માટે સંસદ સભ્ય રહે તો વર્ષના વધારાના રૂ800 મળતાં હતા. જે હવે અનેક ગણાં વધી ગયા છે.
સંસદમાં પ્રજા વિરૃદ્ધ લેવાયેલા નિર્ણયો
2018-19ના બજેટમાં ભાજપના નેતા અરુણ જેટલીએ પ્રજા પર બોજ નાંખ્યો હતો. જેમાં ખેડૂતોની જમીન આંચકી લેવા કાયદો, રાજનેતાઓના ભ્રષ્ટાચાર માટે લાકાયુક્તનો કોઈ કાયદો નહીં, ટેક્સ આપનારા લોકોની સંખ્યામાં 19.25 લાખનો વધારો, ટેક્સ આપનારા લોકોની સંખ્યામાં 19.25 લાખનો વધારો, ટેક્સ કલેક્શનમાં થયો 90000 કરોડનો વધારો, નોટબંધી બાદ 85.51 લાખ નવા ટેક્સપેયર આવ્યા, 250 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર લાગશે 25% કોર્પોરેટ ટેક્સ, ઇન્કમ ટેક્સમાં કોઈ રાહત નહીં, સેલેરી ક્લાસ વર્ગને ઝટકો, કસ્ટમ ડ્યૂટી વધારવાની જાહેરાત, ટીવી અને મોબાઈલની કિંમત થશે વધારો, મ્યુચ્યુઅલ ફંડ્સની કમાણી પર 10% ટેક્સ આપવો પડશે, 1 લાખ રૂપિયાથી વધુની લોંગ ટર્મ કેપિટલ ગેન્સ પર આપવો પડશે 10% ટેક્સ, સરકારે મોબાઈલ ફોન્સ પર 15% કસ્ટમ ડ્યૂટી વધારીને 20% કરી દીધી છે.
આમ સાંસદો પ્રજા પર આર્થિક બોજ વધારીને પોતાના પગાર વધારી રહ્યાં છે અને મહેસાણામાં જે થયું તેમ પ્રજાની મિલકતો પણ પચાવી પાડે છે. અને જે ભાડું મળે છે તે ખર્ચતા નથી.