ભાજપ સાંસદો સંસદમાં પ્રશ્ન ઉઠાવતા નથી, રાજ્ય સરકાર કેન્દ્રમાં રજૂઆત કરતી નથી, ભાજપ સરકારે
કેન્દ્રમાં છેલ્લા બે વરસમાં કોઈ દરખાસ્ત કરી નથી.
સત્તામાં આવવા માટે બૂમાબૂમ, વચન, વાયદા અને સત્તામાં આવ્યા બાદ પ્રજાલક્ષી વાત ભૂલી જવી.
આજ ભાજપની પ્રજા વિરોધી નીતિ પ્રસ્થાપીત કરે છે.
કેન્દ્રની થપ્પડ અને ગુજરાતને અન્યાયનો કુપ્રચાર કરનાર ભાજપની સાડા ચાર વર્ષની મોદી સરકારે
ગુજરાતને અનેક મુદ્દામાં સતત અન્યાય અને અવગણના કરી છે.
ગુજરાતને અન્યાયની બૂમાબૂમ કરનાર ભાજપ સાંસદો ચાર વર્ષથી કેમ મૌન છે ?
યુપીએની ડો. મનમોહન સિંઘની સરકાર વખતે વારંવાર કેન્દ્રની થપ્પડ અને ગુજરાતને અન્યાયનો કુપ્રચાર કરનાર ભાજપની સાડા ચાર વર્ષની મોદી સરકારે ગુજરાતને અનેક મુદ્દામાં સતત અન્યાય અને અવગણના કરી છે. ભાજપના ગુજરાતમાંથી ચુટાયેલાં 26 એ 26 સાંસદો ગુજરાતનાં પ્રશ્નો અંગે મૌન છે. આજ ભાજપનો સત્તા રાગ છે. સત્તામાં આવવા માટે બૂમાબૂમ, વચન, વાયદા અને સત્તામાં આવ્યા બાદ પ્રજાલક્ષી વાત ભૂલી જવી. આજ ભાજપની પ્રજા વિરોધી નીતિ પ્રસ્થાપીત કરે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતનાં પ્રશ્નને લઈને કેન્દ્રમાં સાચી વાત રજૂ કરવા કે દરખાસ્ત કરવા તૈયાર નથી. અત્યાર સુધી 100થી વધુ પ્રશ્નોનાં મુદે ભાજપના સાંસદો કાગારોળ કરતાં હતા.
સત્તા મળતા કેન્દ્રની મોદી સરકારના શાસનમાં ગુજરાતનાં પ્રશ્નોની યાદી અચાનક નાની થઈ ગઈ છે. વાસ્તવિક્તા એ છે કે ગુજરાતનાં પ્રજાલક્ષી પ્રશ્નો અને ગુજરાતનાં હિતની વાત સંસદમાં અને કેન્દ્ર સરકારમાં રજૂ ન કરીને ભાજપ સરકાર અને ભાજપના સાંસદો પ્રજા સાથે દ્રોહ કરી રહ્યા છે. ભાજપ સરકારે વિધાનસભામાં આપેલા જુદા જુદા પ્રશ્નોનાં જવાબમાં જણાવ્યુ છે કે છેલા બે વર્ષમાં રાજ્ય સરકારે ગુજરાત ખનીજ વિકાસ નિગમને સરકાર દ્વારા અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી કરવા, અનુમોદીત 10 વિસ્તારોમાં બોકસાઈટની માઇનિંગ લિઝ ફાળવવા, રાજીવ ગાંધી આવાસ યોજનાની સહાયમાં વધારો કરવા, પચ્છિમ રેલ્વેનું વડુ મથક ગુજરાતમાં ખસેડવા બાબત, સોલ્ટ કમિશનરની કચેરી ગુજરાતમાં ખસેડવા બાબત, સેલ્ફ હેલ્પ ગ્રુપ – ક્રેડિટ યોજના સહિતના 25થી વધુ પ્રજાલક્ષી અને ગુજરાતનાં હિતના પ્રશ્નો અંગે કોઈ રજૂઆત કે કોઈ દરખાસ્ત કરી નથી.
પચ્છિમ રેલ્વેનું વડુ મથક ગુજરાતમાં ખસેડવા બાબત
અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી કરવા
સોલ્ટ કમિશનરની કચેરી ગુજરાતમાં ખસેડવા બાબત
સાબરમતી ગાંધી આશ્રમ અને આસપાસના વિસ્તારની વિકાસ યોજના બાબત
રાજીવ ગાંધી આવાસ યોજનાની સહાયમાં વધારો કરવા
નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન
સેલ્ફ હેલ્પ ગ્રુપ – ક્રેડિટ યોજના
આવાસ યોજનાના લાભાર્થીઓને ઓછા દરની લોન – લાભ આપવા
ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે અનુદાન ફાળવવા
રાજ્યના 11 મધ્યમ અને 29 નાના બંદરો પર અપૂરતી સુરક્ષા વ્યવસ્થા હોવા બાબત
શહેરી વિકાસ તરફથી આવાસ પ્રોજેકટમાં પડતી પડતર મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા
13માં નાણાપંચની ભલામણો અન્વયે શહેરોને પર્ફોર્મન્સ ગ્રાન્ટ ફાળવવા
હજીરામાં કોસ્ટગાર્ડ કેન્દ્ર સ્થાપવા
ગુજરાત ખનીજ વિકાસ નિગમને સરકાર દ્વારા અનુમોડિત 10 વિસ્તારોમાં બોકસાઇડની માઇનિંગ લિજ
ફાળવવા
સીઝનલ હોસ્ટેલ માટે 50ટકા રકમ ઘટાડો
સર્વ શિક્ષા અભિયાનમાં કેન્દ્ર અને રાજ્ય વચે 75:25નો રેશિયો ઘટાડવા બાબત
પ્રાથમિક શાળાના બાળકોને પાયાની ભૌતિક સુવિધા માટે 3255 કરોડ અંગે
મધ્યાહન ભોજનમાં રાંધણ ખર્ચની સમિક્ષા અંગે
લેપ્ટોસ્પાયરોસિસ અંગે એડવાન્સ રિચર્ચ કેન્દ્ર માટે
કેન્દ્રમાં યુપીએના શાસનમાં વર્ષ 2004 થી 2014માં ગુજરાતને શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ,
વીજળીકરણ, શુદ્ધ પીવાનું પાણી, આઈઆઈટી, સેન્ટ્રલ યુનિવર્સિટિ, એનઆઈડી ગાંધીનગર ખાતે નવું કેમ્પસ
સહિત કરોડો રૂપિયા આપીને પ્રજાહિત જોયું હતું. બીજી બાજુ છેલા ચાર વર્ષમાં કેન્દ્રની મોદી સરકાર તરફથી
ગુજરાતને નાણાં ફાળવણીમાં ઘટાડો થયો છે. અનેક યોજના અને દરખાસ્ત અંગે ગુજરાતને અન્યાયની બૂમાબૂમ
કરનાર ભાજપ સાંસદો ચાર વર્ષથી કેમ મૌન છે ? 2019ની સંસદની ચૂંટણી સમયે ગુજરાતની જનતા જવાબ
માંગે છે.