ભાજપના 5 અને કોંગ્રેસના 3 પ્લેન અને હેલિકોપ્ટર ભાડે લીધા

ભાજપ દ્વારા લોકસભાના પ્રચાર માટે ગુજરાતમાં 3 પ્લેન અને 2 હેલિકોપ્ટર ભાડે રાખ્યા છે. કોંગ્રેસે 2 હેલિકોપ્ટર અને 1 એરક્રાફ્ટ વીમાન ભાડે રાખ્યા છે. જે ખાનગી કંપનીના છે અને તેનું ભાડુ ચોપરનું કલાકનું ભાડું રૂ.3.48 લાખ સુધી, એરક્રાફ્ટનું રૂ.5.24 લાખ સુધી ચૂકવવામાં આવે છે. ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો દિવસમાં 3થી 5 સભાઓ ભરી રહ્યા છે. ભાજપમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભીખુભાઈ દલસાણિયા, પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા સહિતના સ્ટાર પ્રચારકોનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાં રાજીવ સાતવ, અમીત ચાવડા, પરેશ ધાનાણી તેમજ આ હાર્દિક પટેલ છે. ચૂંટણી પંચે  ભાવ પણ નક્કી કર્યા છે તે પ્રમાણે હેલિકોપ્ટરનું એક કલાકનું ભાડું રૂ.1.30 લાખથી રૂ.3.48 લાખ છે. જ્યારે એરક્રાફ્ટનનું દરેક કલાકનું ભાડું રૂ.90 હજારથી રૂ.5.24 લાખ સુધી નક્કી કર્યું છે.