લોકસભાની 542 સીટો છે, તેમાંથી 2014માં યોજાયેલી 16મી લોકસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ ઉભરી આવ્યો હતો. ભાજપ એકલાને પાસે 282 સાંસદો સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી. એનડીએ પાસે કુલ 334 સીટો હતી. જુલાઈ 2018માં ભાજપ પાસે 273 સાંસદો છેમઅને એનડીએ મળીને 307 સીટો છે. તેમ ગુજરાત ભાવનગરના સમાજવાદી નેતા અરૂણ મહેતાએ જણાવ્યું હતું.
હાલમાં ભાજપ પાસે જેટલા સંસદ સભ્યો છે તેમાંથી 45 સંસદસભ્યો મૂળ કૉંગ્રેસના છે. બીજા 32 સંસદસભ્યો બીજા પક્ષોના છે. આમ ભાજપની વિચારધારાથી જૂદી વિચારધારા ધરાવતા 77 સંસદ સભ્યો ભાજપમાં પક્ષાંતર કરીને લાવવામાં આવ્યા છે. 2014થી અત્યાર સુધીમાં આખા દેશમાં કોંગ્રેસ તથા બીજા પક્ષો માંથી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના કુલ 750 જેટલા નેતાઓ ભાજપમાં જોડાય ચુક્યા છે. તેમાંથી 527 નેતાઓ પર ભ્રષ્ટાચારના કેસો ચાલુ હતા. જે હાલમાં બંધ કરી દેવામાં આવ્યા છે. તેની તપાસ પણ સ્થગિત કરીએ દેવામાં આવી છે. અથવા તેને કોર્ટ દ્વારા પણ ક્લીનચિટ આપી દેવામાં આવી છે.
કુલ મળીને 77 સંસદસભ્યો બીજા પક્ષોના છે હવે અને તેમાં પણ કેન્દ્રીય મંત્રીમંડળમાં કુલ 18 મંત્રીઓ બીજા પક્ષોમાંથી આવેલા સભ્યો ને બનાવ્યા છે
હવે આમા કોંગ્રેસ મુકત ભારત કરવાનું ભાજપ કહે છે. પરંતુ નગ્ન સત્ય એ છે કે ખુદ ભાજપ જ કોંગ્રેસ યુકત થઈ ગયું છે.
જોકે ગુજરાત ભાજપમાં 33% ભાજપના નેતા અને કાર્યકરો અને 22 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષમાંથી પક્ષાંતર કરીને કુદકો મારી સત્તા મેળવી છે તે અંગે અરૂણ મહેતાએ કોઈ ઉલ્લેખ કરવાનું ટાળ્યું હતું.