ભાજપની નેતાગીરી પર કાર્યકરોનું વધતું દબાણ, પક્ષની નવરચના કરો

પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની પ્રમુખ તરીકેની મુદત પુરી થઇ ગઇ છે. તેમ છતાં તેમને પ્રમુખ પદે ચાલુ રાખવામાં આવ્યા છે. ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ભાગના હોદ્દાઓ પર મુદત પૂરી થયેલા કાટલા ચાલુ રાખવામાં આવ્યા હોવાથી તે અંગે પક્ષની અંદર ભારે વિરોધ થઈ રહ્યો છે. તેઓ કહે છે કે, જો કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલાં નવા પ્રમુખ બનાવી શકતી હોય અને હોદ્દેદારો નવા નિયુક્ત કરી શકતી હોય તો ભાજપ કેમ નવા હોદ્દેદારો મૂકવાના બદલે ઉપરથી કહ્યાગરા નેતાઓને જ ચાલુ રાખવામાં આવ્યા છે. કાર્યકરો મોટા ભાગે મૌન રહીને અને જ્યાં મોકો મળે ત્યાં બોલીને નવું માળખું કેમ બનાવવામાં આવ્યું નથી અને એકના એક છાપેલા કાટલાઓને ચોલું રાખવામાં આવ્યા છે એવા પ્રશ્નો પૂછી લે છે.

ભાજપના નેતાઓ લોકસભાની ચૂંટણીમાં જ્યાં જાય છે ત્યાં તેમણે કાર્યકરોના આવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. એક તો ગુજરાતની પ્રજા પોતાની પરેશાની માટે ભાજપના નેતાઓને પ્રશ્નો પૂછીને મુંજવી રહી છે ત્યારે હવે કાર્યકરો પણ પક્ષની આંતરિક લોકશાહી સામે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. તેથી પક્ષની ટોચની નેતાગીરી મુંજવણમાં મૂકાઈ છે. કાર્ય કરો કહે છે કે, પક્ષની નેતાગારીમાં નવા નેતાઓને મોકો આપવામાં આવતો નથી. યુવાનોને બાજુ પર રાખવામાં આવી રહ્યાં છે. જે જી હજુરી કરી રહ્યાં છે તેમને વર્ષોથી એક જ પદ પર રાખવામાં આવી રહ્યાં છે. આમ આવા પ્રશ્નોના કારણે ભાજપ સામે લોકોના રોષ બાદ પક્ષના રોષનો સામનો કરવો પડી રહ્યો છે.

તેથી ભાજપના નેતાઓ ફરી એક વખત નવા માળખામાં તમને સમાવાશે એવી લોલીપોપ આપી રહ્યાં છે. પણ અવગણનાનો ભોગ બનેલા કાર્યકરો સમજી ગયા છે કે, ચૂંટણી જીતવી છે તેથી આવી વાતો કરવામાં આવી રહી છે. તેઓ કહે છે કે, મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં જીતેન્દ્ર વાઘાણી, પ્રદેશ માળખુ, જિલ્લા, શહેર અને તાલુકા માળખામાં કેમ ફેરફારો એક વર્ષથી કે તેથી પણ વધું સમયથી કરાયા નથી. આંતરિક ચૂંટણી કેમ થતી નથી.

પક્ષ ઈચ્છે તો વર્તમાન પ્રમુખોને ફરી પ્રમુખ તરીકે પસંદ કરી શકે છે. પરંતુ હાલના વિરોધના સંજોગો જોતા ગુજરાત ભાજપના સંગઠન માળખામાં ધરખમ ફેરફારો પડે તેમ છે. 2020ના ઉતરાર્ધમાં મહાનગરપાલિકાઓ તથા તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં આવે છે. તેને ધ્યાને રાખીને હોદ્દારોની પસંદગી કરવામાં આવશે. જોકે નીચલી કક્ષાએ તો પોચતાના માનીતા અને પોતે કહે એવા નેતાઓને પસંદ કરવાનો પ્રવાહ 2001થી શરૂં થયો છે. જ્યારથી નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી 19 વર્ષથી આવું થઈ રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બર 2022માં આવે છે. હાલના મુખ્ય પ્રધાન 2017માં બન્યા બાદ ભાજપનું પ્રજામાં જો ધોવાણ થયું છે. પણ સંગઠનમાં પણ ઉત્સાહ જોવા મળતો નથી. લોકસભા 2019ની ચૂંટણીનો પ્રચાર રાજ્યમાં થઈ રહ્યો છે. જેમાં મુખ્ય પ્રધાનની સભામાં કોઈ આવતું નથી. પોલીસ અને થોડા કાર્યકરો હોય છે. પ્રજા ક્યાંય દેખાતી નથી. પ્રજાની આકાંક્ષા સંતોષવામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સફળ થયા નથી. જેની સીધી અસર સંગઠન પર પડી રહી છે. મુખ્ય પ્રધાનના કાર્યક્રમો અને જાહેર સભામાં પક્ષના કાર્યકરોએ જવાનું બંધ કરી દીધું છે.

જો સંગઠન અને સરકારના નેતૃત્વમાં કોઈ ફેરફાર નહીં કરાય તો પક્ષને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભારે મોટું નુકસાન થઈ શકે છે. નવા પ્રદેશ પ્રમુખ આવશે તેની મુદત 3 વર્ષની રહી શકે છે. કાર્યકરોનો આક્રોશ જોઈને નવું માળખું બનશે તેની આગેવાનીમાં વિધાનસભાની ચૂંટણી લડવી પડશે. પણ એક વાત નક્કી છે કે, જો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને નહીં બદલવામાં આવે તો વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને 2017ની જેમ 99 બેઠકો પણ નહીં મળે.

લોકસભાની ચૂંટણીનું પરિણામ ગુજરાતના રાજકીય ભાવિ પર નોંધપાત્ર અસર કરનારૂ બનશે.

દેશવ્યાપી સંગઠનની ચૂંટણી કરવાના બદલે સંગઠનના પદાધિકારીઓની મુદત વધારી દેવામાં આવેલી હતી. ભાજપમાં સ્થાનિકથી માંડી રાષ્ટ્રીય કક્ષા સુધીની સંગઠનની ચૂંટણી પ્રક્રિયા ન કરાતાં ગુજરાતનું સંગઠન નિષ્ક્રિય બની ગયું છે. જે સરકાર અને નેતાની નજીક છે તેઓ દોડે છે બીજા તમાશો જૂએ છે.

ભાજપે મોબાઈલ ફોન પર મીસ્ડ કોલ કરાવીને ગુજરાતમાં એક કરોડ સભ્યો નોંધેલા તે સભ્યોમાંથી 1 ટકા લોકો પણ લોકસભાની ચૂંટણીની પ્રચારની સભામાં આવતાં નથી. તેથી લોકો આવી સભ્ય નોંધણી ઝૂંબશને શંકાની નજરે પહેલેથી જોતા આવ્યા છે. આમ મીસ્ડ કોલ કરીને ભાજપને દુનિયાના સૌથી મોટા પક્ષ તરીકે ગણાવે છે. પણ તેમાં મીસ્ડ કોલ પધ્ધતિને કાર્યકરોએ સ્વિકૃત્તી આપી નથી.