ભાજપની નેતીઓ રણચંડી બની થરાદમાં ભંગાણના એંધાણ

થરાદ નગરપાલિકામાં અપક્ષોના ટેકાથી ભાજપ સત્તા પર છે. જેમાં ભાજપના ત્રણ મહિલા સભ્યો બળવો કરવાના ખ્યાલમાં છે. ભાજપના પાલિકાના સભ્ય અને પૂર્વ પ્રમુખ કોકીલા પ્રજાપતિએ સરકારના પામી પૂરવઠા પ્રધાન પરબત પટેલ સમક્ષ રજૂઆત કરીને વરસાદી પાણીના નિકાલ માટે રૂ.3 કરોડના કામ થયા છે તેમાં વિવાદ થયો છે. 11 મહિના પહેલા 19 ફેબ્રુઆરી 2018ના રોજ ચૂંટણીમાં 28 બેઠકોમાંથી 12 ભાજપ, 8 કોંગ્રેસ તથા 8 અપક્ષ સભ્યો ચૂંટાયા હતા. કોઈ પક્ષને બહુમતી મળી ન હતી. તેથી અપક્ષના ટેકાથી ભાજપના પ્રમુખ તરીકે લવજી ગોવિંદ વાણીયા અને ઉપપ્રમુખ અપક્ષ તરીકે ચોથા દેસાઈ ચૂંટાયા હતા.

કોકીલા પ્રજાપતિએ ભાજપના પ્રમુખ લવજી સામે બાંયો ચઢાવી છે. ચાર દિવસ પહેલાં સામાન્ય સભામાં વિકાસના કામો ન થતાં સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ભાજપના રાજમાં ખુદ ભાજપના ત્રણ સદસ્યોએ વિકાસના કામો ન થતાં હોવાને લઇને પ્રમુખ પર આક્ષેપો કર્યા હતા. તેમજ નારાજ થયેલા ત્રણ સભ્યોએ રાજીનામાની ચીમકી આપી હતી. ભાજપના કોકિલા પ્રજાપતિ, કલાવતી રાઠોડ તથા ઉમેદ પરમારે પ્રમુખ પર આરોપ મૂક્યો હતો કે, અમારા વોર્ડમાં વિકાસના કામોના ઠરાવો માત્ર કાગળ પર કરવામાં આવ્યા છે. તેથી અમારે ન છુટકે રાજીનામાં આપવાની પરજ પડશે.  આમ ભાજપની સત્તામાં ભાજપના ત્રણ સભ્યો વિકાસના કામોને લઇને રાજીનામાની ચીમકી આપતા ભાજપમાં ભંગાણ પડે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

મહિલાઓ રોષે ભરાઈ

ગણેશ અને લક્ષ્‍મી સોસાયટી છેલ્લા ત્રણ વરસમાં બે વખત ચોમાસામાં ડુબમાં જતાં રહીશોની મિલકતને ભારે નુકસાન થયું હતું. પૂર આવતાં મકાનો છોડીને ભાગવું પડ્યું હતું. સરકારમાં મોકલેલું કામ કરવા દબાણ કરવામાં આવ્યું હતું.  ભાજપના સદસ્ય કોકિલા પ્રજાપતિને ભીંસમાં લેતાં અગાઉતો પાલિકામાં કાંગ્રેસની બોડી હોઇ કદાચ સરકારને અમારી વેદના નહી સંભાળાતી હોય પણ હવે તો તમારી ભાજપની જ બોડી અને સરકાર છે, છતાં પણ આટલી ઉદાસીનતા છે. કોકીલા પ્રજાપતિની આગેવાનીમાં મહિલાઓ પાલિકામાં ધસી આવી હતી. પ્રમુખ લવજી વાણિયા અને મુખ્ય અધિકારી રોશની પટેલ સમક્ષ હોહા કરી હતી. આ ચામાસામાં પાણી ભરાશે તો ત્યાં જ જળસમધી લેશે પણ મકાનો નહીં છોડે, એવું મહિલાઓએ જાહેર કર્યું હતું.

જો કામ નહીં થાય તો ગાંધીનગર સુધી કુચ કરવાની ચિમકી આપી હતી. નગરપાલિકાએ જીલ્લા કલેક્ટરને પણ અગાઉ પત્ર લખ્યો હતો. જેમાં નગરના મોટાભાગના વરસાદી પાણીનો સમાવેશ પિંપળીયા તળાવમાં થતો હોઇ ચોમાસા પહેલાં તેને ખાલી કરવા માટે 40 હોર્સપાવરના બે પંપ ફાળવવાની માંગણી કરવામાં આવી હતી. ત્યાર બાદ રૂ.3 કરોડનું નવેસરથી પીપળીયા તળાવ વિકસાવવા માટે કામ મંજૂર કરાયું હતું. જેમાં વિવાદ ઊભો થયો છે.