ભાજપની ફરી એક વખત જીત

ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે,  ૧૦ નગરપાલિકાની ૧૫ બેઠકોની પેટાચૂંટણીઓમાંથી ૧૧ બેઠકો પર ભાજપાના ઉમેદવારોને પ્રજાના આશીર્વાદ મળ્યા છે. આજે આવેલ પેટા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપા પાસે અગાઉ ૬ બેઠકો હતી તેમાં વધારો થતાં ગુજરાતની આ પેટાચૂંટણીઓમાં કુલ ૧૧ બેઠકો પર ભાજપ છે. જ્યારે કોંગ્રેસ પાસે ૭
બેઠકો હતી જે પેટાચૂંટણીઓમાં ૩ ઉપર અટકી ગઇ છે.  નગરપાલિકામાં
જનતાજનાર્દને ભાજપાના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે તે બદલ સમગ્ર ગુજરાત ભાજપા તેમનો
હદયપૂર્વક આભાર માને છે. સાથે સાથે ભાજપાના દેવદર્લભ અને ઋષિતુલ્ય કર્મઠ કાર્યકરોનો પણ
ગુજરાત ભાજપા આભાર માને છે.

લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ઐતિહાસિક વિજય બાદ સતત ભાજપાનો વિજયરથ પેટાચૂંટણીઓમાં પણ પ્રજાના આશીર્વાદ થકી ગુજરાતમાં આગળ વધતો જ જાય છે. ૬૨% મત સાથે ૨૬ લોકસભામાં ભવ્ય લીડથી ભાજપની જીત
થઈ. પછી તાજેતરમાં જ રાજ્યસભાની બે બેઠક પર વિજય થયો અને હવે