નર્મદા નદી માટે ગુજરાત, મહારાષ્ટ્ર કે મધ્ય પ્રદેશ – એકેય રાજ્યની સરકારે પર્યાવરણ સુરક્ષા ના પગલા ભરવાની દરકાર કરી નથી. સ્રાવ ક્ષેત્ર વિકાસના કામ ગુજરાતે જેવા તેવા પુરા કર્યા હતા. મહારાષ્ટ્ર સરકારે તેના ભાગે આવતું કામ68% પૂર્ણ કર્યું હતું. મધ્ય પ્રદેશની ભાજપની શિવરાજ સરકારે 4.29 લાખ હેક્ટરમાંથી માત્ર 1.61 લાખ હેક્ટર જે માત્ર 38 ટકા જ કામ કર્યું છે. આના કારણે નદીનો પાણીનો પ્રવાહ ઘટવા લાગ્યો છે.