ભાજપની માંડ 6 રાજ્ય સરકારો બચી, જારખંડે ભાજપ ખંડખંડ

છેલ્લા 2 વર્ષમાં ભાજપે 4 રાજ્યમાં સત્તા હાંસલ કરી, તેમા કર્ણાટકના પક્ષાંતર કરાવીને બનાવેલી સરકાર બાદ કરતા મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ નાના રાજ્ય છે. એમ હવે ભાજપની જ સરકારો હોય એવી 6 રાજ્યો છે.

2017માં ખૂબ જ સારી સ્થિતિમાં હતું. 72% વસ્તી અને 75% ભૂપ્રદેશ ધરાવતા 19 રાજ્યોમાં NDAની સરકાર હતી. ઝારખંડમાં સત્તા ગુમાવ્યા બાદ હવે NDA પાસે 16 રાજ્યમાં સરકાર છે. આ રાજ્યોમાં 42% વસ્તી વસવાટ કરે છે.

આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ ગુમાવ્યા છે.

કર્ણાટક, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં સરકાર બનાવી છે. તેમા કર્ણાટક મોટું રાજ્ય છે. બાકી રાજ્ય નાના છે.

ભાજપ વિરોધી પક્ષોની 12 રાજ્યમાં સરકારો, આ પૈકી કોંગ્રેસ પાસે 6 રાજ્ય છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, પુડુચેરીમાં સત્તામાં છે. ઝારખંડમાં સરકાર બનવાના સંજોગોમાં 7માં રાજ્યમાં સરકાર બનશે.