ભાજપની રાષ્ટ્રીય મહિલા પાંખનું ગુજરાતમાં અધિવેશન

રાષ્ટ્રીય ભાજપની મહિલાઓ માટે ગુજરાતમાંથી માર્ગદર્શન લઈને દેશભરની ભાજપની મહિલા કાર્યકરો લોકસભાની ચૂંટણીની તૈયારી કરશે. ભાજપનું રાષ્ટ્રીય મહિલા અધિવેશન  22 અને 23 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં યોજાઈ રહ્યું છે.  કેન્દ્ર સરકારના કામો લોકો સુધી પહોંચે તે માટે ભાજપે પહેલાં મહિલાઓને તૈયાર કરવાનું નક્કી કર્યું છે, ત્યારબાદ યુવાનોને પણ માર્ગદર્શન આપવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર બનાવવાની પહેલ ગુજરાતમાં શરૂ થઈ હતી .  25મી ડિસેમ્બર ભાજપ માટે મહત્ત્વની છે. ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાવકરની ઉપસ્થિતિમાં યોજાનારા આ રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ કરશે.