ભાજપની સભ્ય નોંધણી ઝૂંબેશ 15 ઓગસ્ટથી

૧૫મી ઓગષ્ટથી સમગ્ર ગુજરાતમાં ભાજપ સભ્ય વૃધ્ધિ અભિયાનનો ભારંભ કરશે. થવા જઇ રહ્યો છે. સંગઠનનો વ્યાપ વધુ વિસ્તારવા માટે ભાજપા સંગઠનની પરંપરા મુજબ દર ત્રણ વર્ષે સભ્ય નોંધણી કાર્યક્રમો થતા હોય છે તે અનુસંધાને ૧૫ ઓગષ્ટથી ૨૧ ઓગષ્ટ દરમ્યાન સમગ્ર ગુજરાતના તમામ જીલ્લામાં અભિયાન ચલાવવામાં આવશે.

ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યુ હતુ કે, આગામી ૧૫ ઓગષ્ટથી સદસ્યતા વૃધ્ધિ અભિયાનનો સમગ્ર ગુજરાતના શક્તિકેન્દ્રોથી પ્રારંભ થવાનો છે.  એક સપ્તાહના અભિયાનમાં જીલ્લા મહાનગરના મુખ્યમથક પર રાજ્ય સરકારના મંત્રી તથા આગેવાનઓ ઉપસ્થિત રહેશે. તેજ રીતે ભાજપાના પ્રદેશ આગેવાનઓ, જીલ્લા પદાધિકારીઓ તથા વિવિધ મોરચાના આગેવાનઓ જુદા જુદા શક્તિકેન્દ્રો પર ઉપસ્થિત રહી અભિયાનનો પ્રારંભ કરાવશે.

પંડ્યાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં પણ ભાજપા ૧ કરોડથી વધારે સભ્યસંખ્યા ધરાવે છે. યુવા, મહિલા, દલીત, કિસાન એમ, સમાજના દરેક વર્ગના લોકો ભાજપા સાથે જોડાઇ જનસેવાના કાર્યોમાં સહભાગી થઇ રહ્યા છે ત્યારે, એક સપ્તાહના અભિયાન દ્વારા હજુ વધુ લોકો ભાજપા સાથે  જોડાશે.

અગાઉ ભાજપા સાથે જોડાયેલા ન હોય તેવા લોકો આ સદસ્યતા વૃધ્ધિ અભિયાન દરમ્યાન ‘‘૧૮૦૦ ૨૬૬ ૧૦૦૧’’ ફોન નંબર ઉપર મીસકોલ કરીને ભાજપાના સદસ્ય બની શકશે.