ભાજપની સરકારોએ ગુજરાતમાં 1 લાખ હોર્ડીંગ પાછળ રૂ.50 કરોડનું ખર્ચ કર્યું

લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા અંગે રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી ૫૬,૯૨૫ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં
૫૧,૬૭૭ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમજ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે ૪૪,૯૪૮ બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે.
જ્યારે ૧,૯૦,૭૪૭ વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે. લોકસભાની સામાન્ય
ચૂંટણી માટે ચૂંટણી જાહેરાતથી જ આચાર સંહિતા લાગુ કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્ર સજ્જ કરાયું છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખચર્ના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે.
તા. ૨૭-૦૩-૨૦૧૯ના રોજ બાતમીને આધારે ATS, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને મરીન ટાસ્ક ફોર્સ દ્ગારા Joint Operation હાથ ધરીને રૂ. ૫૦૦ કરોડની કિમતનું અંદાજે ૧૦૦ કિલો જેટલું Contraband Heroin જપ્ત કરવામાં આવેલ હતું. જે અંગે કેસ નોંધીને ૯ Crew Members ની ધરપકડ કરીને વિગતવાર તપાસ હાથ ધરેલ છે. DG,
ATS, Ahmedabad આ અંગેની તપાસ સંભાળી રહેલ છે.
ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ વિવિધ ટીમ અને રાજય આબકારી અને નશાબંધી વિભાગ દ્ગારા કુલ રૂ. ૬.૬૭ કરોડનો ૨.૪૨ લાખ લિટર દારૂ જપ્ત કરાયેલ છે. તા. ૦૧-૦૪-૨૦૧૯ સુધીમાં કુલ રૂ. ૩.૩૭ કરોડ રોકડ જપ્ત કરવામાં આવેલ છે. જે પૈકી આવકવેરા વિભાગે રૂ. ૩.૨૮ કરોડની રોકડ અને ફ્લાઈંગ સ્ક્વોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમે રૂ. ૯.૦૦ લાખની રોકડ જપ્ત કરેલ છે. જેમા રૂ. ૪૪.૭૦ લાખ સુરત, રૂ. ૯૩.૯૧ લાખ વલસાડ અને રૂ. ૧૬૩.૩૪ લાખ અમદાવાદમાથી જપ્ત થયેલ રોકડ રકમનો સમાવેશ થયેલ છે.

આચારસંહિતા તથા ફરિયાદ નિવારણ

આચાર સંહિતા ભંગની કુલ – ૬૮ ફરિયાદો મળેલ છે. રાજ્યમાં જાહેર ઈમારતો પરથી કુલ – ૯૩,૬૬૭ જાહેર ખબરો ના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતકા વગેરે દુર કરવામાં આવેલ છે. આ ઉપરાંત ખાનગી ઈમારતો પરથી કુલ-૧૮,૪૯૮ જાહેર ખબરોના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતકા વગેરે દુર કરવામાં આવેલ છે.

આમ, સમગ્ર રાજ્યમાં કુલ – ૧,૧૨,૧૬૫ જાહેર ખબરોના પોસ્ટરો, બેનરો, દિવાલો પરના લખાણો, ધજા-પતકા વગેરે ખાનગી ઈમારતો પરથી દુર કરવામાં આવેલા છે.
cVIGILમાં કુલ – ૪૧૨ ફરિયાદો મળેલ છે. તે પૈકી ૧૦૯ ફરિયાદો પ્રથમ દ્રષ્ટીએ જોઇ ડ્રોપ કરવામાં આવેલ, જ્યારે બાકીની ૩૦૩ ફરિયાદો તપાસ કરાવ્યા બાદ નિકાલ કરવામાં આવેલ છે.

રાજકીય સૂત્રોએ જણાવ્યું હતું કે, જે 1 લાખ જાહેરખબર ઉતારી છે તે મોટા ભાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને તેમના પ્રધાન મંડળ તથા જિલ્લા અને તાલુકા પંચાતના હોર્ડીંગ હતા. જેની એક હોર્ડીંગની કિંમત ગણવામાં આવે તો રૂ3000થી 5000 ગણવામાં આવે તો રૂ.30થી 50 કરોડ જેવી થવા જાય છે. જે પ્રજાના પૈસે પ્રસિદ્ધિ મેળવવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ થાય છે. જેમાં સરકારી ઈમારતો અને સરકારી બસોનો સમાવેશ થતો નથી. જ્યારે તેની સામે કોંગ્રેસના લગભઘ 10થા 12 હજાર જેટલાં હોર્ડિંગ્સ થવા જાય છે. જે ભાજપની સામે 10 ટકા જેવું ખર્ચ ગણી શકાય.