ગજરાતમાં ભાજપની 10 સરકારો આવી છે. તેમણે શાળાના બાળકો માટે કંઈ ન કર્યું. કેશુભાઈ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન અને રૂપાણીની આ સરકારોના શિક્ષણ મંત્રી આંનીદીબેન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસણાએ કંઈ ન કર્યું તે હવે મોદીની કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રધાને કર્યું છે. તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ બાળકો માટે કંઈ કર્યું ન હતું.
સ્કૂલોમાં બાળકોના દફતરના કારણે તેમને થતાં હાડકાંના રોગોને નિવારવા માટે ગુજરાત સરકારે તો કોઈ પ્રયાસ કર્યો નહીં પરંતુ કેન્દ્ર સરકારને સીધી સૂચના આપવાની ફરજ પડી છે. રાજ્યના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનો ભાર ઘટાડવા માટે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટે ધોરણ-1 થી ધોરણ-10 માટે સ્કૂલ બેગનું વજન 1.5 કિલોગ્રામ નક્કી કર્યું છે. ધોરણ-3 અને ધોરણ-4મા સ્કૂલ બેગનું વજન 2થી 3 કિલોગ્રામ રાખી શકાશે. એવી જ રીતે ધોરણ-5 અને ધોરણ-6મા ચાર કિલો, ધોરણ-7 અને ધોરણ-8મા 4.5 કિલોગ્રામ અને ધોરણ-10મા પાંચ કિલોગ્રામ વજન રાખી શકાશે. ધારાધોરણનો અમલ કરવાનું ફરજિયાત બનાવ્યું છે. બાળકોના દફતરમાં જો વજન વધારે હશે તો સંચાલકો દંડાશે તેવું પણ સૂચનામાં કહેવામાં આવ્યું છે. પ્રોફેસર યશપાલે 1995મા ગુજરાત સરકારને એક રિપોર્ટ સોંપ્યો હતો જેમાં તેમણે ભાર વિનાના ભણતરની વાત કરી હતી પરંતુ ગુજરાત સરકાર 33 વર્ષથી તેનો અમલ શરૂ કરી શકી નથી, છેવટે કેન્દ્રની સૂચનાનું પાલન કરવાનો અવસર આવ્યો છે.