ભાજપનું આજથી નાગરિકતા કાયદા અંગે જનજાગૃતિ અભિયાન

ભાજપ કેન્દ્ર દ્રારા તા.05 જાન્યુ થી 15 જાન્યુ સુધી CAAના સમર્થનમાં સમગ્ર દેશમાં જનજાગૃતિ અભિયાન કરવાનું નક્કી કર્યું છે. ભાજપ રાષ્ટ્રધર્મ અને માનવધર્મના શુભહિતથી બનાવેલા નાગરિકતા કાયદા અંગે જનજાગૃતિ અભિયાન કરશે.

ગુજરાત ભાજપે ઉત્તરાયણના કારણે તા.29 ડિસે થી તા.12 જાન્યુ સુધી સમગ્ર ગુજરાતમાં ભાજપ જનજાગૃતિ અભિયાન કરશે. પત્રલેખન દ્વારા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને CAAના સમર્થનમાં અભિવાદન અને આભાર પ્રગટ કરતાં પોસ્ટ કાર્ડ લોકો દ્વારા દિલ્હીનાં સરનામે લખીને મોકલશે.

ઈમેલ દ્વારા ધન્યવાદના પ્રસ્તાવો અને પત્ર મોકલવામાં આવશે. ઘર-ઘર સંપર્ક કરીને CAA અંગેની પત્રિકા વિતરીત કરવામાં આવશે. હાલમાં, દરેક જીલ્લામાં બુદ્ધિજીવી સંમેલનો યોજાઈ રહ્યાં છે . સામાજીક, સેવાભાવી અને રાષ્ટ્રપ્રેમી સંસ્થાઓ દ્વારા જે તે જીલ્લા, તાલુકાની નાગરીક સમિતી આયોજીત CAA સમર્થન રેલીમાં લોકો સાથે ભાજપના કાર્યકર્તાઓ જોડાશે.

ભરત પંડયાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં રાજય સરકાર લોક હિતમાં સંવેદનશીલ-નિર્ણાયક-પારદર્શક છે તે ગુજરાતની જનતા જાણે છે. ભાજપે 24 કલાક વિજળી આપી છે. 11 યુનિવર્સિટી હતી તે આજે 72 યુનિવર્સિટી થઈ છે. રૂ.9000 કરોડનું કૃષિ ઉત્પાદન હતું જે આજે વધીને રૂ. 1,25,000 કરોડનું કૃષિ ઉત્પાદન થયું છે. દેશમાં કુલ રોજગારીના 80 ટકાથી વધુ રોજગારી ગુજરાત આપી રહ્યું છે. ભાજપની સરકારે 9000 જેટલાં ગામડાઓ, 135 નગરો અને મહાનગરોને પીવાનું પાણી આપ્યું છે. તેમજ લાખો (કેટલા તે આંકડો જાહેર કર્યો નથી) હેકટર જમીનોને કેનાલ દ્વારા, સુજલામ-સુફલામ તેમજ સૌની યોજના દ્વારા ખેડૂતોને સિંચાઈનું પાણી આપ્યું છે.