ભાજપનું કરોડોનું દુકાન કૌભાંડ, અધિકારીઓ સાથે મળી ગયા, કોંગ્રેસ પણ ભાગીદાર 

ભાજપના બે સભ્યોએ સરકારી જમીન પર પોતાનો કન્ટ્રક્શન પ્રોજેક્ટ મૂકીને રૂ.13 કરોડની દુકાનો બનાવી દઈને લોકોને વેંચી મારવાના કૌભાંડમાં રાજ્ય સરકાર કે ભાજપે કોઈ પગલાં ન ભરતાં આખરે ભાજપના બે સભ્યોને તેમના પદ પરથી દૂર કરવા માટે દેવગઢવાબારીયાના લોકોએ માંગણી કરી છે. ભાજપના બે સભ્યોએ તો પોતાના નામે 22 દુકાનો બનાવી દીધી અને તે લોકોને છેતરીને ગેરકાયદે વેચી દીધી છે. આ જમીન સરકારી છે. અધિકારીઓ પણ ભાજપ સાથે મળી ગયા છે અને દુકાનોની આકારણી કરી દેવામાં આવી છે. તેથી દાહોદ જિલ્લા કલેક્ટરને અરજી આપી છે કે ભાજપના સભ્યોને તેમના પદનો ઉપયોગ સરકારી મિલકત પચાવી પાડવા અને લોકોની છેતરપીંડી કરવા માટે કર્યો હોવાથી તેઓ પદ પર રહેવા લાયક રહ્યાં નથી. તેથી કાયદા પ્રમાણે તે તેમને પદ પરથી દૂર કરી શકાય છે. આ મતલબની અરજી સંજયભાઈ જવાહરભાઈ પરમારે દાહોદના કલેક્ટર વિજય ખરાડીને કરી છે. દેવગઢબારિયા ગોધરાથી 44 કિમીના અંતરે પશ્ચિમ દિશામાં અને દાહોદથી 54 કિમીના અંતેર પૂર્વ દિશામાં આવેલું છે. અમદાવાદ-ઈંદોર રાષ્ટ્રિય ધોરીમાર્ગ પર ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે.

8 કરોડનો વહીવટ

દેવગઢ બારીયા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના બે સભ્યોએ કરોડો રૂપિયાનું શોપિંગ સેન્ટર સરકારની જમીન ઉપર બનાવી દીધું હતું. જેના ઉપર 64 દુકાનો બનાવી દેવામાં આવી છે. તે વેચીને કરોડો રૂપિયા ઘરભેગા કરી દીધા હોવાનો પર્દાફાશ થયો છે. ભાજપના સભ્યો દ્વારા આચરવામાં આવેલા દુકાન  કૌભાંડ અંગે સંજયભાઈ પરમારે લડત ચલાવી હતી. તેમણે આ અંગેની સંપૂર્ણ વિગતો માહિતી અધિકાર ના કાયદા હેઠળ માંગવામાં આવી હતી. પરંતુ તેમને કોઈ જ માહિતી આપવામાં આવી ન હતી. તેથી આખરે તેમણે કલેકટર સમક્ષ જોઇને આ કૌભાંડની માહિતી આપવા અને તપાસની માગણી કરતા તે અંગે તપાસ કરવામાં આવી હતી. સીટી સર્વે ઓફિસર દ્વારા અને માપણી કરાતા 64 દુકાનો બનાવી દેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં 8 કરોડ રૂપિયાનો વહીવટ કરાયો હોવાનું જાણવા મળે છે. સીટી સરવે નંબર 2058 વાળી જમીન બાબતે ચીફ ઓફિસર પણ કંઈ કરવા તૈયાર ન હતા. તેથી તેમની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. આખો કૌભાંડ પકડાયું હતું. એક દુકાન ની કિંમત દસ લાખથી લઈને 25 લાખ સુધી બોલવામાં આવે છે આવી 64 દુકાનોને એમણે બનાવી દીધી હતી.

તો આંદોલન

આ આવેદન પત્રમાં સુધરાઇ સભ્યો,ચીફ ઓફીસર સહિતના લોકો સામે વિવિધ આક્ષેપ કરીને દુકાનો દૂર કરવાની માગણી કરવામાં આવી હતી. વોર્ડ નં. 2માંથી ભાજપના ચુટાયેલા સભ્ય કલાલ ધર્મેશ ભરત તથા વોર્ડ નં. 6માંથી ચુટાયેલા ભાજપના પંડયા ગૌરાંગભાઇ ભાલચંન્દ્ર તથા જમીનોની લે વેચ કરતા ડબગર શૈલેષકુમાર ચીમનલાલ તેમજ રેતીના વેપારી મિનેષકુમાર રમણલાલ પટેલની પત્ની હેમલતાબેન મિનેષકુમારે પૈસા તથા રાજકિય વગનો ઉપયોગ કર્યો છે. રેવન્યુ સર્વે નં. 61/2 જેનો સીટી સર્વે નં.2058 છે. તે જમીનમાં સને 2017ની સાલમાં ગેરકાયદેસર આ જમીનનો કબજો કરી લઇ તેમાં 64 દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ કરી લીધું છે. દે.બારીઆ નગર પાલીકાના ચીફ ઓફિસરને મોટી રકમ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તમામ મળીને લાંચની રકમ રૂ.8 કરોડ થવા જાય છે.

ભાજપનું શાસન- કોંગ્રેસ ભાજપ ભાઈ-ભાઈ

સત્તા માટે રાજનેતાઓ ગમે તે કરી શકે છે. ભલે પછી વિચારધારા અલગ કેમ ન હોય. ભાજપ અને કોંગ્રેસ જે કંઈ કરે છે તે માત્ર સત્તા માટે જ કરે છે, તે હવે ગુજરાતના દરેક નાગરિક સારી રીતે જાણી ગયા છે. તેઓ જાહેરમાં નિવેદન એકબીજા સામે કરશે પણ જ્યારે સત્તામાં ભાગ-બટાઈ કરવાની આવશે ત્યારે કોંગ્રેસ અને ભાજપ એક બની જાય છે. આવું અનેક વખત થયું છે. હવે તો હદ એ થઈ છે કે, અનેક નગરપાલિકામાં પ્રજાના હેતુ માટે રાખેલી જમીન પર ચૂંટાયેલાં લોકો જ દબાણ કરી દે છે અને અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. આ માટે દેવગઢ બારીયામાં સત્તા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ એક બની ગયા હતા. તે માટે ગુજરાત ભાજપના નેતાઓએ મંજૂરી પણ આપી દીધી હતી. હજુ તો ત્રણ મહિના પહેલાં જ દેવગઢ બારીયાની નગરપાલિકાની ચૂંટણી થઈ હતી અને તેમાં પ્રજાએ કોંગ્રેસને સત્તા સોંપી હતી. કોંગ્રેસનું શાસન તૂટી પડે તે માટે ભાજપે દાવપેચ લગાવીને કોંગ્રેસના કેટલાંક નારાજ સભ્યોનો સંપર્ક કરીને રાજરમત શરૂ કરી છે. 24 સભ્યોમાંથી કોંગ્રેસના 13 ભાજપના 11 સભ્યો છે. નગરપાલિકાના કોંગ્રેસના પ્રમુખ મદીના રફીક છે. તેમને ઉથલાવી દેવા માટે ભાજપ અને કોંગ્રેસના 7 સભ્યો એક બની ગયા છે. મદીના સામે અવિશ્વાસની દરખાસ્ત ભાજપના 11 અને કોંગ્રેસના 7 બળવાખોર સભ્યોએ મળીને મંજૂર કરી દીધી છે. પ્રદેશ કોંગ્રેસ તે માટે ઊંઘતી ઝડપાઈ છે. 14 જુન 2018માં દેવગઢબારિયા પાલિકામાં ભાજપનનું શાસન આવ્યું હતું. તે પણ પક્ષાંતર કરીને લેવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ તરીકે ફારૂક ઝેથરાની વરણી કરવામાં આવી હતી. ફારૂક ઝેથરા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. 6 જૂને 18 સભ્યોએ કોંગ્રેસ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.

કોંગ્રેસને ગબડાવી ભાજપે સત્તા મેળવી હતી

18 મેના રોજ કોંગ્રેસના 7 સભ્યોને કોઈક અજાણ્યા સ્થળે ભાજપ દ્વારા લઈ જવાયા હતા જે મતદાન વખતે આજે લાવવામાં આવ્યા છે. 18 મત કોંગ્રેસના પ્રમુખ સામે પડ્યા હતા અને કોંગ્રેસે સત્તા ગુમાવી છે. કર્ણાટકમાં જેનો વિરોધ ભાજપ કરી રહ્યું હતું કે કોંગ્રેસ અને JD-S સાથે મળીને જે કામ કર્યું છે તે પ્રજાનો ચૂકાદો નથી. લોકમત વિરુદ્ધની સરકાર છે એવું ભાજપના પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું હતું. પણ ગુજરાતમાં તો ભાજપે કોંગ્રેસના સભ્યો સાથે મળીને હવે દેવગઢ બારીયા નગરપાલિકામાં ભાજપના પ્રમુખ બેસાડીને સત્તા મળવી રહ્યો છે. આમ રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓને હવે કોઈ શરમ, મર્યાદા, નીતિ રહી નથી કે વિચારધારા રહી નથી. સત્તા મેળવવા માટે રાજકીય પક્ષો ગમે તે હદે જઈ શકે છે. તેનું ઉદાહરણ દેવગઢ બારીયા નગરપાલિકા છે.

પ્રજાની મિલકત લૂંટવાની સામૂહિક જવાબદારી કોની

ચાર્મી નીલ સોની – પ્રમુખ, મહેશ હોતચંદ બાલવાણી – ઉ૫પ્રમુખ, શારદા અશોક રાણા-બાંધકામ સમિતિના અધ્યક્ષ, દિલી૫ માવસીંગ નાયકા, ગજવિજય ઈન્દ્રવિજય ચૌહાણ, જશોદા અનિલ બારીઆ, નરેન્દ્ર શંકર ૫ટેલ, અજીત કાળુ રસીદવાળા, તાહેરા અસ્‍લમ પીત્તળ, મદીના ઈકબાલ ૫ટેલ, સતારભાઈ ઇસ્‍માઈલ રહીમવાળા, જહાંઆરા યાસીનખાન ૫ઠાણ, હાજીઅબ્‍દુલ શેખ, ઝહીર માસુમ મકરાણી, લક્ષ્મી નટવર ભીલ, બિદુર જીવા લીંબોચીયા, ગૌરાંગકુમાર ભાલચંન્દ્ર પંડ્યા-દબાણ સમિતિના અધ્યક્ષ, અક્ષય ચંદન જૈન(કલ્‍લુ), રાજેશ નારણ મહિડા, તુલસી મયુર બારીઆ, કમલેશ શંકર ૫ટેલ-ટાઉનપ્લાનીંગ સમિતિના અધ્યક્ષની સંયુક્ત જવાબદારી લોકો માની રહ્યાં છે.

કયા અધિકારીઓ મહત્વની સત્તા પર છે

તત્કાલિન મુખ્ય અધિકારી અને સભ્ય સચિવ શૈલેષ કે પ્રજાપતિ, બાંધકામ શાખાના ટેકનિકલ આસીસ્ટંટ કેતન રાવલ, મ્યુનિસિપલ એન્જીનિયરખાતાના વડા કિરીટ નિનામા, ટાઉનપ્લાનિગ શાખાના પ્લાનીંગ આસીસ્ટંટ શ્રૃતિ પટેલ, પ્રકાશ કડીયા મહત્વની સત્તા સંભાળે છે. તેઓએ સરકારી મિલકત અંગે સત્તાવાળાઓનું ધ્યાન એક નાગરિક તરીકે દોરવાની જવાબદારી હતી.

દાહોદના કલેક્ટર વિજય ખરાડી અને નિવાસી અધિક કલેક્ટર એમ બી ચૌધરી સમક્ષ આ બાબતો લઈ જવામાં આવી હોવા છતાં તેમણે આજ સુધી કોઈ જ પગલાં ભર્યા નથી. તેમની સૌથી મોટી જવાબદારી છે કે સરકારની મિલકત જાળવવી અને બચાવવી. ભાજપના ગાંધીનગરના નેતાઓનું તેમના પર દબાણ હોવાનું લોકો માની રહ્યાં છે. જો તેમ ન હોય તો તેમણે ભાજપના બે સભ્યોને પદ પરથી દૂર કરીને તેમની સામે જમીન માફિયા ગણીને પગલાં ભરવા જોઈએ એવું લોકો માની રહ્યાં છે.

(દિલીપ પટેલ)