ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના શક્તિશાળી ધારાસભ્યોને એક પછી એક કરીને તેમને ભાજપમાં પક્ષાંતર કરાવીને લાવવામાં આવી રહ્યાં છે. તેથી હવે કોંગ્રેસમાં એક એવી રાજકીય મજાક કરવામાં આવી રહી છે કે કોઈ યુવાનો પોતાની રાજકીય કારકીર્દિ બનાવવા માંગતા હોય તો તેઓ સીધા ભાજપમાં જાય તો એક ખૂણામાં રહે છે પણ જો તે કોંગ્રેસમાં થઈને ભાજપમાં પક્ષની પલટી મારે તો તેને સારા પદ મળે છે.
કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવાની વાત નવી નથી.અગાઉ 2007, 2012, 2014 અને 2017ની ચૂંટણી વખતે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.2019ની ચૂંટણીમાં પણ ડો.આશા પટેલના રાજીનામાથી શરૂઆત થઈ છે.આગામી સમયમાં કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે.
ગુજરાત કોંગ્રેસમાં ફરીથી રાજ્યસભા વાળી જોવા મળી રહી છે.રાજ્યસભાની ચૂંટણી વખતે શંકરસિંહ વાઘેલા સહિત 14 ધારાસભ્યોએ કોંગ્રેસ માંથી રાજીનામા આપ્યા હતા. હવે 2019ની ચૂંટણી નજીક છે ત્યારે ઉંઝાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.આશાબેન પટેલે રાજીનામું આપતાં ગુજરાતનું રાજકારણ ફરીથી ગરમાયું છે.2019ની લોકસભાની ચૂંટણી નજીક આવતા તોડ-જોડ અને પક્ષ પલ્ટાનું રાજકારણ ગરમ થયું છે.જો કે ડો.આશા પટેલનું રાજીનામુ કોંગ્રેસ માટે નવી વાત નથી.2002થી 2019 સુધીમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યાં છે.ત્યારે એમાં વધુ એક ધારાસભ્યનો ઉમેરો થયો છે.અત્યાર સુધી કોંગ્રેસના કેટલાં ધારાસભ્યો ભાજપમાં ગયા છે તે જાણવા માંગો છો.આ રહ્યાં કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાનારા ધારાસભ્યોના નામ.
વર્ષ-2007
કોંગ્રેસના ધારાસભ્ય નીમાબેન આચાર્ય કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
વર્ષ-2012
2012ની વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જતાં રહ્યાં.તો 2012ની ચૂંટણીમાં ટીકીટ ના મળતાં ચાર પૂર્વ ધારાસભ્યોએ પણ ભાજપનો હાથ પકડી લીધો હતો. 2012માં આ ધારાસભ્યો જોડાયા ભાજપમાં.
છબીલ પટેલ
જશાભાઈ બારડ
રાજેન્દ્રસિંહ ચાવડા
કુંવરજી હળપતી
પરેશ વસાવા
દેવજી ફતેપરા
અનીલ પટેલીયા
ટીકીટની ફળવણીને લઈને 2012માં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નરહરી અમીન, દલસુખ પ્રજાપતિ, ઉદેસિંહ બારીયા અને નટવરસિંહ પરમાર પણ ભાજપમાં જોડાયા હતા.
2012 બાદ 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યોએ પક્ષ અને પ્રજા સાથે દ્રોહ કરીને કોંગ્રેસ માંથી રાજીનામા આપી ભાજપમાં જોડાયા હતાં.2014માં કોંગ્રેસના આ ધારાસભ્યો જોડાયા હતા ભાજપમાં.
પ્રભુ વસાવા
વિઠ્ઠલભાઈ રાદડીયા
જયેશ રાદડીયા
2014ની લોકસભાની ચૂંટણી બાદ 2017ની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 14 ધારાસભ્યોએ શંકરસિંહ વાધેલાની આગેવાનીમાં રાજીનામા આપ્યાં હતાં.અને 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો.2017માં કોંગ્રેસના આ ધારાસભ્યોએ આપ્યાં હતા રાજીનામાં.
શંકરસિંહ વાઘેલા-કપડવંજ
મહેન્દ્રસિંહ વાઘેલા-બાયડ
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
ધરમેન્દ્રસિંહ જાડેજા-જામનગર ઉત્તર
પી આઈ પટેલ-વિજાપુર
તેજશ્રી પટેલ-વિરમગામ
કરમશી પટેલ-સાણંદ
અમીત ચૌધરી-માણસા
બળવંતસિંહ રાજપુત-સિધ્ધપુર
છનાભાઈ ચૌધરી-વાંસદા
રામસિંહ પરમાર-ઠાસરા
માનસિંહ ચૌહાણ-બાલાસિનોર
સી કે રાઉલજી-ગોધરા
ભોળાભાઈ ગોહિલ-જસદણ
2019માં આશા પટેલના રાજીનામાથી કોંગ્રેસની પડતીની શરૂઆત થઈ છે.આશા પટેલના રાજીનામા બાદ બીજા કેટલાંક ધારાસભ્યો પણ 2019ની લોકસભા ચૂંટણી સુધીમાં કોંગ્રેસમાંથી રાજીનામા આપે તેવી શક્યતા છે.
ગુજરાતી
English




