પાટીદાર અનામત આંદોલનમાં એક ડઝન યુવા નેતાઓ એવા હતા કે જેમની પાસે આંદોલન પૂરું થયા બાદ તેઓ રાજકારણમાં ગયા હોત તો તેઓ ધારાસભ્ય બની શકે એવી ક્ષમતા ધરાવતાં હતા. પણ તેમને ભાજપે લગભગ રાજકીય રીતે ખતમ કરી દીધા છે. તેમાં ચિરાગ પટેલ છેલ્લું ઉદાહરણ છે. તેઓ હવે ભાજપની નીતિઓથી પરેશાન છે અને પક્ષ છોડવા તૈયાર થયા છે. તેમનું રાજકીય ભવિષ્ય ભાજપમાં અંધકાર ભરેલું છે. તેથી તેઓ પાથરણા પાથરવા માટે ભાજપમાં રહેવા માંગતા નથી. તેઓ ભાજપમાં જોડાયા ત્યારે પક્ષના નેતા નિતીન પટેલ, વિજય રૂપાણી અને જીતેન્દ્ર વાઘાણીએ વચનો આપેલા તે પૂરા કર્યા નથી. ચિરાગ એટલા માટે બોલી શકે છે કે તે પૈસાથી ખરીદાયો નથી.
કોણ રાજકારણમાં આવ્યું
અનેક યુવાન કાર્યકરો એવા હતા કે જે પોતાનું પ્રભુત્વ ધરવતાં હતા. ગુજરાતમાં અગાઉ 7 આંદોલનો થયા તેમાં તે યુવા નેતાઓ હતા તેમાંથી મોટાભાગના લોકો રાજકારણમાં આવ્યા હતા. સફળ થયા હતા. આવું જ પાટીદાર આનામત આંદોલનમાં થઈ શકે તેવી શક્યાતા હતા. પણ તેમ થયું નહીં. પ્રો.કિરીટ પટેલ અને લલિત વસોયા તથા આશા પટેલ એમ ત્રણ ધારાસભ્યો આંદોલનમાંથી જ બહાર આવ્યા છે. તેઓ પોતાની રાજકીય કાર્કિર્દી બનાવી શક્યા છે. હવે હાર્દિક પટેલ અને રેશ્મા પટેલ ચૂંટણી લડશે.
ધારાસભ્ય બની શકે તે ખતમ થયા
પાટીદાર અનામત આંદોલને ગુજરાતના તમામ સવર્ણોને લાભ આપાવી શક્યું છે. પણ અગાઉના 7 આંદોલનો અને કોમી તોફાનોમાં જે રીતે પાટીદાર યુવાનોએ સહન કરવું પડ્યું હતું તે અનામત આંદોલનમાં ફોજદારી ગુના અને જેલના કારણે તથા પોલીસના અત્યાચારના કારણે સહન કરવું પડ્યું છે. ઓછામાં ઓછા 12 નેતાઓ એવા છે કે જે ધારાસભ્ય બની શકે એવી ક્ષમતાં ધરાવતાં હતા પણ તેમને ભાજપ સરકાર, વિજય રૂપાણી, અમિત શાહ, જીતેન્દ્ર વાઘાણી, પ્રદીપ જાડેજા, નરેન્દ્ર મોદી, નિતીન પટેલ અને કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ ખતમ કરી દીધા છે. જેમાં અતુલ પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, અમિત પટેલ – જૂનાગઢ, કાંધલ પટેલ – રાજકોટ, પૂર્વિન પટેલ – પકાલાલ, ડો.નચીકેત મુખી, રેશ્મા પટેલ, નીખીલ પટેલ, અલ્પેશ પટેલ, વરૂણ પટેલનો સમાવેશ થાય છે. તેઓ સારા રાજકારણી બનાવની ક્ષમતા ધરાવે છે. આ તમામની વિચારધારા ક્યારેય કોંગ્રેસ કે ભાજપ સાથે ન હતી, સમાજની ક્રાંતિકરવા માટે નેતા બની ગયા હતા.
કઈ રીતે ખતમ કરાયા
જે નેતા બની શકે એવા છે, જેમની પોલીસ કેસ કર્યા છે. તેમાંથી તેઓ ક્યારે બહાર આવે તે નક્કી નથી. તેઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ત્યારે તેમને પટેલ સમાજે કોઈ સહકાર આપ્યો ન હતો. 12 યુવાનોને પોલીસે ગોળી મારી બીજા 2નું પણ આવું જ કરવામાં આવ્યું, પાટીદારોના ઘરમાં જઈને ભાજપની આનંદીબેન પટેલની અને વિજય રૂપાણીની સરકારે અત્યાચાર કર્યો હતો. જેમાં આ નેતાઓ ન્યાય અપાવી શક્યા નથી. તેથી તેઓ નેતૃત્વમાં ખતમ થઈ ગયા છે. આ દિનેશ બાભણીયાને બાદ કરતાં હવે કોઈ એવા નેતા નથી કે તે ઓબીસી અનામતની માંગણી કરી રહ્યાં હોય.
ચીરાગે કેમ ભાજપ છોડશે
ચીરાગ ભાજપમાં એટલા માટે ગયા હતા કારણ કે હાર્દિકે તેનો અસ્વિકાર કર્યો હતો. તે એકલા પડી ગયા હોવાથી તે ભાજપમાં જોડાયા હતા. ચિરાગ પાસે હવે કોઈ વિકલ્પ રહ્યો નથી. તેઓ ખોટા સમયે રાજકાણમાં ગયા હતા. હવે તેઓ પસ્તાઈ રહ્યાં છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ન સમજાય એવા સમિકરણો ઊભા કરવામાં આવતાં હોય છે. ભાજપના નેતા અને એક સમયના આંદોલનકારી ચીરાગ પટેલે ભાજપ છોડી લોકસભાની ચૂંટણી નહીં લડે એવું જાહેર કર્યું હતું. તેનો મતલબ કે તે વિદાનસભાની પેટા ચૂંટણી અપક્ષ કે બીજા પક્ષમાંથી ચૂંટણી લડી શકે છે. રેશ્મા પટેલે ભાજપ છોડીને વિધાનસભાની પેટા ચૂંટણી તથા લોકસભા એમ બન્ને લડવાની જાહેરાત કરી છે. આવી કુલ 3 વિધાનસભાની બેઠક પર ચૂંટણી થવાની છે તેના પરથી ચિરાગ ચૂંટણી લડી શકે છે.
પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના શહીદ થયેલા યુવકોના પરિવારજનોને સરકાર દ્વારા નોકરી આપવાનું વચન આપીને ફરી ગયેલી ભાજપ સરકાર સામે ભાજપના નેતા ચીરાગ પટેલે ધરાણા કરીને ભાજપને ચીમકી આપી છે કે તો તેમને વચનો આપવામાં આવ્યા હતા તે પૂરા નહીં થાય તો તે ભાજપનો ત્યાગ કરશે.
ચિરાગ પટેલ સાથે પાટીદાર અનામત આંદોલનમાં સાથે કામ કર્યું હતું, તે લોકો એક કલાકના ધરણા પર બેઠાં હતા. એક મહિનાની અંદર શહીદોના પરિવારના સભ્યને નોકરી નહીં મળે તો ચિરાગ પટેલ ભાજપમાંથી રાજીનામું આપી દેશે.
તેઓ 7 ઓક્ટોબર 2017માં ભાજપમાં જોડાયા હતા. 18 મહિનામાં જ તેમનો મોહ ભંગ થઈ ગયો છે, ખરેખર તે કોઈ રાજકીય ચાલ રમીને પાટીદાર આંદોલન પોતાના હાથમાં લઈ લેવા માંગે છે. તે હજું જાહેર થયું નથી. તેનો આક્રોશમાં છે. ભાજપ છોડવા માંગે છે. ભાજપ છોડે તો તેનું મહત્વ ઘટી જાય તેમ છે. રહે તો પણ મહત્વ ઘટી ગયું છે. તેની વાત ભાજપના નેતાઓએ માની નથી.
શું થયું હતું આ નેતાઓ સામે
મોટા ભાગના નેતાઓ 9થી 7 મહિનાનો જેલવાસ મળ્યો હતો ત્યારે તેમને કોઈએ ટેકો મળ્યો હતો. હાલ પણ નેતા જેલમાં છે છતાં તેમની સાથે કોઈ નથી. હાર્દિક પટેલ કે ચિરાગ પટેલ પણ ઊભા નથી. સમાજ દૂર ઊભો રહીને જૂએ છે. જેમણે પાટીદારો પર લાઠી વીંઝવાનું, ગોળીબાર કરવાનું, અત્યાચાર કરવાનું અને જેલમાં ધકેલી દેવાનું કહ્યું હતું તેમના જ હાથે ઊમિયા અને ખોડલ ધામનું ભૂમિપૂજન કે લોકાર્પણ પણ પાટીદારો કરી રહ્યા છે. જેનો વિરોધ કરવા પણ કોઈ તૈયાર નથી.
કોરાકાગળ પર સહી
સિદસર ઊમિયા મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી જેરામ પટેલે કોરા કાગળ પર દિનેશ બાહ્મણીયા, ચિરાગ અને કેતનની જેલમાં જઈને સહિઓ લેવામા ંઆવી હતી. તેણે ઈબીસીનો વિરોધ નહીં કરવાનું કહ્યું પછી તેમને જેલમાંથી છોડવામાં આવ્યા હતા. તુરંત રૂપાણીએ ઈબીસી જાહેર કરી હતી. પછી જામીન મંજૂર થયા. સરકારે બંધ બારણે ઈબીસી જાહેરાતની તૈયારી કરી લીધી હતી. જેલમાંથી છૂટે તેજ દિવસે જાહેર કરી હતી. તેઓએ ઓબીસીનો વિરોધ ન કર્યો. આજે પણ તેઓ ઓબીસીની માંગણી કરતા નથી. પણ ઈબીસીમાં માની ગયા હતા.