ભાજપને લોકસભાની 7 બેઠક પર જીતના ઉમેદવાર મળતા ન હોવાથી કોંગ્રેસથી આયાત કરશે

ભાજપના ગુજરાતના પ્રભારી તરીકે ઓમ માથુરને નિયુક્ત કર્યા બાદ હવે નવી રાજકીય ચાલ શરૂ થઈ રહી છે. ગુજરાતમાં ભાજપ પાસે લોકસભાની તમામ 26 બેઠકો છે. પણ તેમાં 59% બેઠકો જીતી શકાય તેમ છે. તેથી 13થી 16 સાસદો સામે વિરોધ હોવાથી કે અન્ય કારણો હોવાથી નવા ઉમેદવાર નક્કી કરવામાં આવી રહ્યાં છે. જેમાં 6 કે 7 બેઠકો એવી છે કે ભાજપને તેમના પક્ષના ઉમેદવાર મળતાં નથી.

પત્રકાર હરેશ ઝાલા કહે છે કે, ભાજપના બે રાષ્ટ્રિય લોકપ્રિયા નેતાઓને ગુજરાતની લોકસભાની 26 બેઠક જીતવી છે. પરંતુ છ થી સાત જેટલી બેઠક ઉપર જીતી શકે તેવા ઉમેદવાર ભાજપમાંથી જ તેમને મળતાં નથી. તેથી આ નેતાના કેટલાક રાજકિય મિત્રો જે કોંગ્રેસમાં બેઠા છે, તેમણે આ લોકસભાની ચૂંટણીમાં આવા છ થી સાત ઉમેદવારો કોગ્રેસમાંથી ઉધાર ઉપર આપવાનું નક્કી કર્યુ છે. ટુંક સમયમાં તમને ગુજરાતમાં વધુ એક વખત આયારામ ગયારામ જોવા મળશે.કોંગ્રેસના આ નેતાઓ જેવા ભાજપમાં જશે, તેમના તમામ પાપ ધોવાઇ જશે અને તે કદાવર નેતા થઇ જશે, તેમના ભ્રષ્ટ્રાચાર મટી જશે અને જે કોંગ્રેસી નેતાઓને અત્યાર સુધી ભાજપ કોમવાદી પક્ષ લાગતો હતો, તે નેતાઓ વિકાસની કવિતાઓ અને ગીત ગાવા માંડશે, તેમને ભાજપ બે રાષ્ટ્રિય નેતાઓ અસાધારણ નેતાગીરી દેખાવા માંડશે. આ કોંગ્રેસી નેતાને ભાજપમાં જવા સાથે કોંગ્રેસની નેતાગીરી દિશા દેખાશે, તેમને કોંગ્રેસ જાતીની રાજનીતિ કરતો દેખાવા માંડશે, તો દર્શકો થઇ જાવ તૈયાર, 2019 ચુંટણી માટે ટુંક સમયમાં રંગમંચપરથી પડદો ઉઠવો શરૂ થશે. તેમ હરેશ ઝાલાએ પોતાની ફેસબુક પર પોસ્ટ મૂકી છે.