કેન્દ્રીય ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. પણ તેમાં ગુજરાતમાં શું કરવા માંગે છે. તે અંગે કોઈ ઉલ્લેખ નથી.
-ખેડૂતોને વર્ષે ૬૦૦૦ની મદદ કરવામાં આવશે.
– કિશાન ક્રેડિત કાર્ડ – આ દ્વારા ૧ લાખની લોન સુધી વ્યાજ પાંચ વર્ષ માટે નહી.
– ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવામાં આવશે.
-ખેડૂતો માટે પેન્સન યોજના લાવવામાં આવશે જેમાં ૬૦ વર્ષની ઉમરથી પેન્સન મળશે.
– બધી જ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે.
– દેશના ગરીબોને ઘરે જ ઉપચારની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
-રાષ્ટ્રીય વેપાર આયોગની રચના કરવામાં આવશે.
– દેશમા નાના દૂકાનદારોને પણ પેન્સન યોજનામાં આવરી લેવાશે.
– ૨૦૨૨ સુધી નવા ભારતનું નિર્માણ કરીશુ આ માટે ૭૫ સંકલ્પ પૂરા કરવામાં આવશે.
– દેશના દરેક લોકોને પાક્કુ મકાન મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવશે.
– દેશમા બધા જ ઘરો સુધી પાણી અને વીજળી પહોંચશે, શૌચાલય બનાવશે.
– નેશનલ હાઈવેની લંબાઈ બે ગણી કરવામાં આવશે.
– આર્થવ્યવસ્થા વધારે સુધારીશુ, નિકાશ ડબલ કરીશુ.
– ૩૭૦ અને ધારા ૩૫એ હટાવવાની કોશિશ કરીશુ.
– પ્રત્યેક વ્યક્તિને તેના ૫ કી.મી.ના દાયરામાં બેંકની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરીશુ.
– ત્રણ તલાકનો કાયદો બનાવીશું.
– છ આદિવાસી સ્વતંત્ર સેનાનીનોના સંગ્રાહલય બાનાવમાં આવશે.
– ૨૦૨૨ સુધીમાં દેશની બધીજ રેલ્વેનું વીદ્યુતીકરણ કરવામાં આવશે.
-રામ મંદિર બનાવવા માટેની બધીજ સંભાવના તપાસવામાં આવશે, સોહાર્દપૂર્ણ વાતાવરણમાં રામમંદિર બનાવશે
-સમાન નાગરિક સંહિતા લાગૂ કરવામાં આવશે.
– અસંગઠિત મજૂરો માટે વધારે કામ કરવામાં આવશે.