કોઈ પણ અશ્લિલ સાહિત્ય રાખવું કે લોકોને પીરસવું તે કાયદા પ્રમાણે ગુનો છે. તેમ છતાં રાજકીય નેતાઓના ગૃપમાં મૂકાતાં સેક્સી વિડિયો અને ફોટોગ્રાફ્સ અંગે પોલીસે ક્યારેય પગલાં લીધા નથી. રાજકીય નેતાઓનાં વ્હોટ્સ એપ ગ્રૂપ હોય આવા ગ્રૂપમાં અશ્લીલ ક્લિપો ભૂલથી કે જાણી જોઇને પોસ્ટ થઇ હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. વિધાનસભામાં પણ ભાજપના બે ધારાસભ્યો પોર્ન સાઈટ પરથી પોર્નફિલ્મ જોતા પકડાયા હતા. જે પછી નિર્દોષ જાહેર કરાયા હતા. ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં આ રીતે અશ્લીલ વિડીયો મૂકવાની ઘટનાઓ વારંવાર બની રહી છે. ભાજપના કાર્યકરોમાં જ એવી ચર્ચા છે કે ભાજપનાં વોટ્સઅપ ગ્રુપો હવે અશ્લીલતાનું માધ્યમ બની ગયાં છે. ભાજપનો પ્રચાર કરવા અને સરકારની યોજનાઓનો પ્રચાર કરવા માટે સોશિયલ મિડિયામાં ગૃપ બનાવેલાં છે. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારની વાતો કરતા ભાજપના કાર્યકરો દ્વારા વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ તસવીરો તથા સેક્સ ક્લિપો મૂકવાની ઘટના છાસવારે બન્યા જ કરે છે. સુરતમાં તો ભાજપે તમામ વોટ્સએપ ગૃપ ડીલીટ કરાવી દેવા પડ્યા હતા.
આણંદની ઘટના પરાકાષ્ઠા બતાવે છે
હોટ ઔર સુંદર વિદેશી આંન્ટીકો લાઈવ દેખિએના નામે આણંદ જિલ્લા ભાજપ વોટ્સ એપ ગૃપમાં વિદેશના નંબર ઉપરથી અશ્લીલ જે પોર્ન ફિલ્મ મૂકવામાં આવી હતી તેનો વીડિયોની લિંક અપલોડ કરાયો હતો. ભાજપની મહિલા સભ્યોએ વિડિયો જોઈને શરમજનક સ્થિતીમાં આવી પડતાં ગૃપ છોડી દીધું હતું. હિન્દીમાં પોર્ન ફિલ્મનું વર્ણન કરીને તે ફિલ્મ જોવા માટે ભાજપના સભ્યોને અપીલ પણ કરવામાં આવી હતી. મનાલી એસ મુકેશ, જેસીકા, મનાલી નામે તે 15 ઓક્ટોબર 2018ના રોજ મૂકવામાં આવી હતી.
ભાજપના જિલ્લા વોટ્સએપ ગૃપમાં રાકેશ અમીત ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ મુસા પટેલ પણ સભ્ય છે. ગૃપ એડમીન તરીકે સોહમ પટેલ છે. તેમણે ફોન બંધ કરી દીધો હતો. આણંદના ભાજપના સાંસદ દિલીપ પટેલને એ ખબર ન હતી કે તેઓ આ ગૃપમાં છે કે નહીં. તેમણે તુરંત જિલ્લા ભાજપના પ્રમુખને સૂચના આપી હતી. તેમ છતાં ગૃપ ચાલુ રહ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ મહેશ પટેલે જાહેર કર્યું હતું કે આવી પોર્ન સેક્સની ફિલ્મ ગૃપમાં મૂકવામાં આવી હતી. જેની તપાસ કરીને પગલાં ભરવાની જાહેરાત કરી હતી. ભાજપ યુવા પ્રમુખ મુસા પટેલ આ ગૃપના સભ્ય છે. જેવી પોર્ન ફિલ્મની લીંક મૂકવામાં આવી તેની સાથે જ તેઓ બહાર નિકળી ગયા હતા. ગૃપના એડમિન સોજીત્રા ગામના સોહન પટેલ હોવાનું જેમણે પક્ષને જણાવી દીધું છે. ભાજપના એક નેતાએ આ ગૃપના સ્ક્રીન શોટ લઈને બજારમાં વહેતા કરી દેવાતાં તે અંગે ગાંધીનગરથી ફોન પર તપાસ કરવામાં આવી હતી. કારણ કે પક્ષના કાર્યક્રમોના બદલે હવે પોર્ન ફિલ્મ જોવામાં આવી રહી છે.
પરંતુ આણંદના ભાજપના વોટ્સ એપ ગ્રૂપ સાથે કંઇ અજીબ કિસ્સો બન્યો છે. આણંદ જિલ્લા ભાજપ વોટ્સ એપ વિદેશના નંબર ઉપરથી અશ્લીલ વીડિયોની લિંક અપલોડ કરાય છે. અને ભાજપના હોદ્દેદારો આ લિંકને ખોલીને પોર્ન ક્લિપ નિહાળવાની વાતો વહેતી થઇ છે. ભાજપના આ વોટ્સએપ ગ્રૂપના સ્ક્રીન શોર્ટ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે.
જયંતી ભાનુશાળીના ભત્રીજાને બ્લેકમેલ કરવા વિડિયો ઉતાર્યો
અમદાવાદના નરોડા ખાતે રહેતા જયંતી ભાનુશાલીના ભત્રીજા સુનીલ વસંત ભાનુશાલીએ વાપીના અનુકૂળ કોમ્પ્લેક્સમાં રહેતી આરોપી મનીષા ગજુગીરી ગોસ્વામી અને તેના પતિ ગજુગીરી ગોસ્વામી બંને મૂળ કચ્છના નખત્રાણાના ધાવડા ગામના વતનીએ પોતાનો વિડિયો ઉતાર્યો હોવાની ફરિયાદ પોલીસને કરી હતી. બન્ને હોટેલમાં ગયા બાદ પોતાનો અશ્લિલ વિડિયો ક્લિપ ઉતારી લીધી હતો. વિડિયો ક્લિપ વાયરલ કરી દેવાની ધમકી આપી તેની પાસેથી રૂ.10 કરોડની ખંડણી માંગી હોવાની ફરિયાદ કરી હતી. ભાજપના સુનીલે તેમને રૂ.55 આપ્યાં હતા.
વડોદરાના ભાજપના ગ્રૂપમાં અશ્લિલ વીડિયો અને ફોટા પોસ્ટ કરાયા
ભાજપના નેતાઓ ભાન ભુલીને પોતાના ગ્રૂપમાં અશ્લિલ વિડિયો અને ફોટો મુકતા હોવાની અનેક બાબતો બહાર આવી છે. વડોદરાના અકોટામાં આવી જ એક ઘટના સામે આવી છે. ભાજપના એક કાર્યકર્તાએ વિધાનસભા ગ્રૂપમાં બિભત્સ મેસેજ મુક્યા હતા. આ ગ્રૂપમાં સ્થાનિક મહિલા કોર્પોરેટર સહિત અનેક મહિલાઓ પણ હતી જે ગૃપ છોડીને ભાગી ગઈ હતી. મામલો દબાવી દેવા મેસેજ કરનાર કાર્યકરને ગ્રૂપમાંથી રિમુવ કરવામાં આવ્યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. સમગ્ર મામલો શહેર પ્રમુખ સુધી પહોંચ્યો હતો. તે પ્રકરણનું પછી કંઈ આગળ થયું ન હતું.
વલસાડના પારડીમાં કોણે પીરસી અશ્લીલતા ?
વલસાડ ભાજપના નેતાઓ અને કાર્યકરો પક્ષના વોટ્સ એપ ગ્રુપમાં અશ્લીલતા બતાવી રહ્યાં હતા. આવી ત્રણ ઘટનાઓ વલસાડમાં જ બની હતી. વલસાડ જિલ્લાના પારડીમાં મની મુદલીયાર નામના કાર્યકરે બે અશ્લીલ વિડીયો પોસ્ટ કર્યા હતા. આ બંને વીડિયોમાં વિદેશી યુવક-યુવતીના સેક્સ માણતાં અને અશ્લીલ હરકતો કરતાં દૃશ્યો હતા. પોર્ન વેબસાઈટ પરથી આ વીડિયો ડાઉનલોડ કરીને ગૃપના સભ્યો જૂએ તે માટે મૂક્યા હતા. મની મુદલીયાર નામના ભાજપના કાર્યકરે પોસ્ટ મૂકી હતી. આ ગ્રુપમાં શહેર અને જિલ્લા ભાજપના અનેક અગ્રણીઓ સભ્યહતા. ભાજપના આ વોટ્સઅપ ગ્રુપમાં કેટલીક મહિલા કાર્યકરો પણ સભ્ય છે અને તે પણ આ વીડિયો જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી.
સુરતના પૂર્વ મેટરે અશ્લીલ ફોટો મુકી હતી
22 માર્ચ 2017માં સુરત BJPના વોટ્સએપ ગ્રુપમાં નગ્ન યુવતીની શરમજનક તસવીરો મૂકાઈ હતી. જેમાં ભાજપના કાર્યકરોએ અશ્લીલ કોમેન્ટ્સ પણ કરી હતી. સુરતના કરંજ વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 13ના ગ્રુપમાં ભાજપના કાર્યકર રાકેશ પટેલે અશ્લીલ ફોટો મુક્યા હતા. આ ગ્રુપમાં ધારાસભ્ય જનક બગદાણા, મેયરની પુત્રી અને તેમના પતિ સભ્ય હતા. ગંદા ફોટો પોસ્ટ કર્યા બાદ રાકેશ પટેલને ગ્રુપમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. આ પહેલા પૂર્વ મેયર રાજુ દેસાઈએ પણ અશ્લીલ ફોટા ગ્રુપમાં મુક્યા હતા. સુરત ભાજપ પ્રમુખ દ્વારા કોઈપણ વોટ્સ એપ ગ્રુપ પર આ પ્રકારની અશ્લીલતા ફેલાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
અડાજણમાં પણ આવું જ થયું
સુરત ભાજપમાં વોટસઅપ ગૃપમાં અશ્લીલ ફોટો અપલોડ થવાની ઘટના કોણ જાણે કેમ પણ શમવાનું નામ નથી લેતી. હજુ તો થોડા દિવસ પહેલા પૂર્વ મેયરે અશ્લીલ ફોટો અપલોડ કર્યા તે વિવાદ શમ્યો નથી ત્યાં જ સુરતના અડાજણના વોર્ડ નંબર 10ના વોટસએપ ગૃપમાં અશ્લીલ ફોટો મૂકવામાં આવ્યા હતા. અશ્લીલ ફોટો અને વીડિયો ભાજપના એક કાર્યકરે મૂક્યા હતા. આ ગૃપમાં મહિલા કોર્પોરેટર પણ છે. જો કે આ મુદ્દે હોબાળો થયો અને કાર્યકરને ગૃપમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
અમદાવાદની ‘સ્પા’ની યુવતી સાથે કરેલા જલસા અશ્લીલ ઓડિયો
18 મે 2017માં અમદાવાદના જોધપુર વોર્ડ બીજેપી 2017 વોટ્સએપ નામના ગ્રૂપમાં વ્યભિચારની ચર્ચા થતી હોય તેવી ઓડિયો ક્લિપ મૂકવામાં આવી હતી. યુવા ભાજપના પ્રદેશ આગેવાન અને અમદાવાદ શહેરના મંત્રી પદે રહેલા આગેવાન વચ્ચે થયેલી અશ્લીલ વાતચીત તેમાં હતી. જે પછી ખૂબ વાઈરલ થઈ હતી. વાતચીતમાં ખૂબ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્પામાં કામ કરતી યુવતી સાથેના શારીરિક સંબંધો અને તેના ચારિત્ર્ય અંગે ભદ્દી ટિપ્પણી કરાઈ હતી. ગ્રૂપમાં અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલ, ભાજપ યુવા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને હાલમાં પ્રદેશ ભાજપ સંગઠનમાં આગેવાન અમિત ઠાકર સહિત વોર્ડના કોર્પોરેટરો, સંગઠનના પદાધિકારીઓ પણ સભ્ય હતા. આ ક્લિપ સામે આવ્યા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કાર્યકરોને વાણી પર સંયમ રાખવાનું કહ્યું હતું.
મેયરના ભાઈ પણ એવા જ
હજૂ તો સુરતના પૂર્વ મેયરના અશ્લીલતા ભરેલા મેસેજની કહાણી પૂર્ણ નથી થઈ, ત્યાં 17 માર્ચ 2017માં પૂર્વ મેયર રાજેન્દ્ર દેસાઈના ભાઈ દેવેન્દ્ર ઉર્ફે દેવુ દેસાઈની અશ્લીલતા સામે આવી હતી. BJPના વોટ્સએપ ગ્રપુમાં ફરી અશ્લીલ ફોટા અપલોડ થયા હતા. સુરતના વોર્ડ નં.20 માં BJPના વોટ્સએપ ગ્રુપમાં દેવુ દેસાઈએ અશ્લીલ ફોટા મક્યા હતા. અશ્લીલ ફોટો મુકાતાંની સાથે જ મહિલા સભ્યો ગ્રુપમાંથી ભાગી ગઈ હતી. આ પહેલા ફેબ્રુઆરીમાં પૂર્વ મેયર રાજેન્દ્ર દેસાઈએ પણ ચોકલેટ ડે નિમિતે વોર્ડ નંબર-23ના વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ અને અશ્લીલ ફોટો મૂકયા હતા. પૂર્વ મેયર અને હવે તેના ભાઈની આ અશ્લીલ હરકતને લઈને ભાજપના નેતાઓ સામે સવાલો થઈ રહ્યા હતા.
ભાજપ શહેર પ્રમુખના યુવતી સાથેના અશ્લીલ ફોટા મૂકાયા
2 જુલાઈ 2018ના દિવસે સુરેન્દ્રનગરના વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રીના કોઈકે પાડેલાં જુદી જુદી યુવતીઓ સાથેના પોર્ન ફિલ્મ જેવા અશ્લીલ ફોટા ભાજપના ગરવી ગુજરાત વોટસએપ ગ્રૂપમાં મૂકવામાં આવ્યા હતા. જેમાં વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રી દીપક વાણીયા ગ્રૂપના સભ્ય હતા. ભાજપના પોતાના આ ગ્રૂપમાં વઢવાણ શહેર યુવા ભાજપ મંત્રી દીપકભાઇ વાણીયાના અન્ય યુવતીઓ સાથેના 20 જેટલાં શરમજનક અશ્લીલ ફોટા મૂકાયા હતા, કે તેઓ તે સમયે એક હુમલાના ગુનામાં જેલમાં હતા. દીપકના મોબાઈ પરથી જ આ ફોટા મૂકાયા હતા.
ભાજપના નેતાનો હસ્તમૈથુનનો વિડીયો ભાજપના ગૃપમાં
ગીર-સોમનાથ જિલલાના ઉનાના ભાજપના નેતા ગંભીરસિંહ ગોહીલનો એક અશ્લીલ વીડિયો વોટ્સએપ ગૃપમાં મૂકાયો હતો. ગંભીરસિંહ નગ્નાવસ્થામાં જાતે હસ્તમૈથુન કરતા નજરે પડે છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વીજ પટેલ અને ઉના તાલુકાના યુવા પ્રમુખ ગંભીરસિંહ ગોહિલના ઠેર ઠેર પોસ્ટર લગાવાયા હતા ત્યારે જ આ વિડિયો ગૃપમાં ફરતો થયો હતો. વીડિયો ખુદ ગંભીરસિંહે ઉતારીને અંગત વ્યક્તિને મોકલ્યો હોવાની શક્યતા બતાવી હતી. પોલીસ ફરિયાદ થઈ નથી પણ ભાજપની આબરૂનો ધજાગરા થઈ ગયા હતા.
ગુજરાત BJP સાંસદ કે સી પટેલનો અશ્લીલ વીડિયો
ગુજરાતના વલસાડના ભાજપના સાંસદ કે.સી.પટેલ સામે એક મહિલા વકીલે બળાત્કારનો આક્ષેપ કરી તેના ગાઝિયાબાદના ઘેર અશ્લીલ વીડિયો ઉતારી લેવાયો હતો. એ પછી યુવતીએ અશ્લીલ તસવીરો તથા વીડિયો બહાર નહીં પાડવાના બદલામાં પાંચ કરોડ રૂપિયા માંગ્યા હતા. યુવતી સાથે ગયા વર્ષે પણ એક સાંસદની વિડિયો બહાર આવી હતી. બીજી તરફ સાંસદ સામે યુવતીએ આક્ષેપ કર્યો છે કે, પટેલે યુવતીને તેમના સત્તાવાર નિવાસસ્થાન 604 નર્મદા એપાર્ટમેન્ટ ખાતે આ વર્ષની 3 માર્ચે ડિનર પર બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. પટેલે યુવતીને સુપ્રીમ કોર્ટમાં કેસ અપાવવાની લાલચ આપી બોલાવીને હવસનો શિકાર બનાવી હતી તેવો આક્ષેપ યુવતીએ કર્યો છે. આ સિવાય પણ અનેક વાર તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેને હવસનો શિકાર બનાવી હતી. આ વાત કોઈને નહીં કહેવાની ધમકી આપી તો પોલીસ પાસે ન જવા પણ જણાવ્યું હતું. આ યુવતીએ એવી પણ ફરિયાદ કરી છે કે આ સાંસદે મને મારી નાખવાની ધમકી પણ આપી છે. સાંસદે એવી ફરિયાદ આપી હતી કે યુવતી તેને બ્લેકમેલ કરવા આ વિડિયો ઉતાર્યો હતો.
કેજરીવાલ સામે ચૂંટણી લડનાર ભાજપની નૂપુરને વડોદરાના કાર્યકરે અશ્લીલ મેસેજીઝ મોકલ્યા
દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડનારી ભાજપની પ્રવક્તા, ABVની વિદ્યાર્થીસંઘની નેતા અને યુવા નેતા નૂપૂર શર્માને મેસેજ મોકલી ધમકી આપી હતી. વડોદરામાં રહેતા ભાજપના કાર્યક્રર મિહિર પટેલ પોતે નૂપૂર શર્માની પાછળ પડી ગયો હતો અને તે વારંવાર મેસેજ અને ઇમેઇલ કરીને નૂપૂરને હેરાન કરતો હતો. ત્રણેક વર્ષથી નૂપૂર શર્માને ફેસબુક, ટ્વીટર તેમજ એસએમએસ દ્વારા બિભત્સ અને ધમકીભર્યા મેસેજો મળતા હતા. તે નૂપૂરના ઘર સુધી પહોંચી ગયો હતો. ભાજપના નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ આખરે નૂપૂરે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.
નવસારી ભાજપના વોટ્સએપ ગ્રુપમાં નગ્ન યુવીતીની તસવીરો મૂકાઈ
નવસારીના બિલિમોરા શહેરમાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ તસવીરો ભાજપના મહેન્દ્ર નામના કાર્યકરે મૂકીને તેણે પોતાની બહેનને પણ આ અશ્લીલ તસવીરો મોકલી હતી. મહેન્દ્રએ પછી માફી માગી હતી. બીલીમોરા શહેર ભાજપ કારોબારીના 80 સભ્યોનું વોટસએપ ગ્રુપ ચાલે છે. મીનલ જૈન નામની ભારતીય યુવતીની નગ્ન તસવીરો છે. મીનલ જૈન એવી પ્રથમ ભારતીય યુવતી છે કે જેણે લંડનમાં આયોજિત નગ્ન સાયકલ દોડમાં ભાગ લીધો હતો. મીનલની સાયકલ પર નગ્ન હાલતમાં બેસેલો ફોટો, સાયકલ સાથે નગ્નાવસ્થામાં ઉભા રહી સેલ્ફી લેતો ફોટો તેમજ વસ્ત્ર પહેરીને ઉભી રહેલો મીનલની તસવીરો ગ્રુમાં મૂકાઈ હતી.
અકોટા વિધાનસભા ભાજપના ગ્રુપમાં કાર્યકરે અશ્લીલ વિડીયો મુકતા વિવાદ સર્જાયો
વડોદરા શહેરના અકોટા વિધાનસભા ભાજપના ગ્રુપમાં 1 ઓક્ટોબર 2017ના દિવસે ભાજપના કાર્યકર દિનેશભાઈ નૃસિંહકૃપા 8થી વધુ અશ્લીલ ફોટો તેમજ વિડીયો ગ્રુપમાં પોસ્ટ કર્યા હતા. ગ્રુપમાં કેટલાક મહિલા કાર્યકરો પણ છે ત્યારે આવી વિકૃત હરકત કરતા જ તમામ મેમ્બર દ્વારા તેને રીમુવ કરવાની કોમેન્ટ લખવામાં આવી હતી.
અમદાવાદમાં ચેતને ખરાબ વિડિયો મૂક્યો
અમદાવાદ ભાજપના સોશિયલ મીડિયા ગ્રૂપમાં અશ્લીલ વીડિયો નાખવામાં આવતા વિવાદ થયો હતો. ચેતન કડિયા નામના શખ્સે અશ્લીલ વીડિયો મૂક્યો હતો. બાદ ચેતન કડિયા નામના શખ્સે જ ખુલાસો કર્યો હતો કે તેણે ભૂલથી આ વીડિયો નાખી દીધો છે. પછી તેણે ગૃપ છોડી દીધું હતું. ગ્રુપમાં પ્રદેશ ભાજપ આઈ.ટી સેલના પંકજ શુકલા છે. પ્રદેશ ભાજપના યુવા મોરચા અને આઈ.ટી સેલના નેતા ગ્રુપમાં છે.
ધુળેટીમાં છેડતી કરી વિડિયો ઉતાર્યો
2 માર્ચે 2018માં રાજકોટમાં ધૂળેટીના તહેવારમાં ભાજપના કાર્યકર ભૌમિક જયેશ મહેતા, દર્શિત કિરીટ મહેતા, નવલ ધીરુ મચ્છોયા અને મનીષ હરેશ રોઈડાએ લૂખ્ખા તત્વોની જેમ રસ્તે જતી યુવતીઓને રંગ ઉડાળી છેડતી કરી તેનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી, તે પૈકી ભૌમિક ભાજપનો કાર્યકર હોવાનું અને એક મહિલા અગ્રણીનો સગો હોવાનો રોફ પણ મારતો હોવાનું સામે આવ્યું હતું. છે.
અંકલાવમાં પણ એવું જ થયું
અંકલાવ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ભાજપના રાકેશે અંદલાવ વિધાનસભા ભાજપ વોટ્સએપ ગ્રુપમાં 26 એપ્રિલ 2018ના દિવસે એક યુવક અને યુવતીનો ચુંબન કરતો અશ્લીલ વીડિયો ગ્રુપમાં મૂક્યો હતો. ગૃપમાં ભાજપના વિધાનસભા બેઠક પરથી હારેલા મહિલા ઉમેદવાર હંસાબેન રાજ સહિત બીજા મહિલાઓ પણ છે. આ પેહલા પણ આણંદ ના અમુક ગ્રુપ માં અને સુરત અને તેના ભાવનગર ગ્રુપ માં આવા વીડિયો ભાજપના ગ્રુપ માં આવી ચુક્યા છે
નખત્રાણામાં નલિયાકાંડ બાદ વિડિયો
કચ્છમાં નલિયાકાંડ થયા બાદ પણ ભાજપ સુધરવા માંગતો ન હોય તેમ, વોટ્સએપ ગૃપમાં અશ્લીલ મેસેજ નખત્રાણા ભાજપના ગૃપમાં કરાઈ હતી પોસ્ટ નલિયાકાંડ બાદ પણ ભાજપે અશ્લીલ મેજેસ કર્યા હતા. પૂર્વ ધારાસભ્ય આ મેમ્બર છે. મહિલા કાર્યકરો પણ છે. રવિકરે તેને તુરંત રીમૂવ કરી દેવાયો હતો.
અન્ય એક યુવતીનો ભાનુશાળએ વિડિયો ઉતારી ભાજપના નેતાઓને ચરણે ઘરી
વાપીની એક યુવતી કેટલાંક વાંધા ઉઠાવતાં તેમને જયંતી ભાનુશાળીએ ભાજપમાં સારો હોદ્દો આપવાની ઓફર આપી હતી. આ યુવતીને રાજકારણમાં આગળ વધવા માટે તે તમામ મદદ કરવા માટે તૈયાર હતો. વાપીમાં રહેતી એક યુવતીએ નખાત્રાણા પોલીસ મથકે 15 એપ્રિલ 2018ના રોજ બળાત્કારની ફરિયાદ નોંધઆવવા અરજી આપી હતી. 2008માં ભાજપના આગેવાન જયંતી સાથે આ યુવતીને ઓળખ થઈ હતી, યુવતિને કહ્યું હતું કે તે ભાજપમાં તેને સારો હોદ્દો અપાવશે. આમ કહીને એ યુવતિને ભુજ બોલાવી હતી. પોતાના ભુજ સ્થિત પ્રમુખ સ્વામીનગરમાં આવેલાં તેમના મકાનમાં બોલાવી હતી. જ્યાં જયંતી ભાનુશાળીના માણસો દ્વારા ચા નાસ્તામાં ઘેનયુક્ત પ્રવાહી મેળવી અર્ધ બેભાન કરી દીધી હતી. ત્યાર બાદ બે હાથ પલંગ સાથે બાંધીને બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવતીની વિડિયો ક્લીપ ઉતારી વેબસાઈટ પર અપલોડ કરવાની ધમકી આપી હતી. તથા યુવતીના પરિવારને મરાવી નાંખવા માટે ધમકી આપી હતી. દરમિયાન એક માસ બાદ ફરીથી ધમકી આપી અમદાવાદ તથા ભુજના ભાગોળે આવેલાં એક રિસોર્ટમાં બોલાવીને અવાર નવાર જયંતી ભાનુશાળીએ બળાત્કાર કર્યો હતો. આ ઘટના ક્રમ 2015 સુધી ચાલ્યો હતો. યુવતીએ આરોપ મૂક્યો છે કે, જયંતી પોતે તેના વેપારીઓ અને રાજકારણીઓ પાસે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી વેપારીઓ પાસેથી ભાજપનું ફંડ માંગતો હતો. વેપારીઓ સાથે યુવતીના વિડિયો ઉતારતો હતો. આ વિડિયો ક્લીપના સહારે વેપારીઓને બ્લેકમેલ કરી કરોડો રૂપિયા મેળવતો હોવાનું આ યુવતીએ અરજીમાં જણાવ્યું હતું. જોકે આ યુવતી એક કેસમાં જેલમાં છે. તે જેલની બહાર આવે એટલે ફરિયાદ કરશે એવું માનવામાં આવી રહ્યું છે.
શંકરસિંહ પાસેની એ સેક્સ સિડીનું શું થયું ?
વિરોધ પક્ષના નેતા શંકરિસંહ લાઘેલાએ ભાજપના નેતાની સેક્સ સિડી નીતિન પટેલને પહોંચાડી હતી તે અંગે ભાજપે બે વર્ષ સુધી પગલાં ભર્યા નથી. 15 ફેબ્રુઆરી 2017માં તત્કાલીન ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, સત્તાના નશામાં શબાબ અને કબાબના શોખીન એવા ભાજપના આગેવાનોએ ટૂરિઝમને નામે કચ્છને સેક્સનું હબ બનાવી દીધું છે, અગાઉ વિધાનસભામાં બ્લૂફિલ્મ જોતાં રંગે પકડાયેલા ગુજરાતના ભાજપ સરકારના મંત્રી સહિતના ડઝનબંધ મંત્રીઓ તથા આગેવાનો નલિયા સેક્સ કાંડમાં ખરડાયેલા છે, મારી પાસે એની સીડી છે, પણ હું કોઈના ચારિત્ર્યહનનમાં માનતો નથી એટલે નામો જાહેર કરતો નથી. આ સીડી તેમણે પછી થી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને પહોંચાડી હતી.
પક્ષ બન્યો ન હોત તો સારૂં હતું
શંકરસિંહે વિધાસભામાં કહ્યું હતું કે કચ્છ-નલિયા સેક્સકાંડમાં ભાજપના ચાલ, ચારિત્ર્ય સર્વોચ્ચ સ્થાને બેઠેલાની ચાલ, ચારિત્ર્ય અને વાંકોચૂકો ચહેરો કલંકથી ખરડાયેલા હોય અને જેમણે બહેન દીકરીઓની આબરૂ લેવામાં પાછી પાની ના કરી હોય, તેમના કુસંસ્કારો ભાજપના કાર્યકરો- આગેવાનોમાં ઊતરવા સ્વાભાવિક છે. એમાં ઘણી વખત આપણને એમ થાય કે, આ પાર્ટી બની જ ન હોત તો સારૂ હતું. જેના મૂળ આરએસએસ એના પ્રચારકોમાં, જેના મૂળ અપરણિત રહેવામાં અને દેશની સેવા કરવામાં એમને મળતા સંસ્કાર સત્તાના નશામાં સુંદરી અને સબાબ સાથે કબાબમાં કોઈ હડ્ડી ન બને તેની પૂરી ચિંતા, એ પાર્ટીએ બહેન દિકરીની આબરુ લૂંટવામાં એ પણ પક્ષના નામે સહેજ પણ મર્યાદા રાખી નથી.
સેક્સકાંડ અને યૌન શોષણનું ગુજરાત હબ
વિધાનસભામાં શંકરસિંહે એવો પણ આક્ષેપ કર્યો કે, ગુજરાતને સેક્સકાંડ અને યૌન શોષણનું હબ બનાવી નંબર વન ઉપર મૂકી દીધું છે, દિવસ હોય કે રાત ગુજરાતમાં આજે બહેન દીકરીઓની કોઈ સલામતી રહી નથી, કચ્છને પર્યટન સ્થળ બનાવી તેમાં બંધાતા તંબૂઓ સેક્સ લીલા માટે તાણી બાંધ્યા હોય તેમ લાગે છે. કચ્છ-ભૂજની આર્કિટેક નિર્દોષ છોકરી પોતાની હવસલીલા સંતોષવા પાછલા દરવાજેથી લાવવામાં આવે, એની તબિયત ખરાબ હોય તોય ડોક્ટરને બોલાવવામાં ના આવે, એ તો માનવતાની હદ વટાવી કહેવાય. જે તે વખતના ગૃહમંત્રી જેમની જવાબદારી બહેન દીકરીની રક્ષા કરવાની હતી તેઓ જ પોલીસ ખાતા દ્વારા મહિલાની જાસૂસી કરાવે અને પાછા કહે કે ‘સાહેબ ઈચ્છે છે કે આ છોકરી કયાં જાય છે ? શું કરે છે ? તેની તમામ વિગતો મને મોકલતા રહેજો.’ આ સાહેબ એટલે કોણ ? આમ વાડ જ ચીભડાં ગળે કે રક્ષક ભક્ષક બને તેવી સ્થિતિ ગુજરાતમાં પેદા કરી છે, મને તો કહેતાંય શરમ આવે છે, આવા લોકોએ ડૂબી મરવું જોઈએ એને બદલે તેઓ ચારિત્ર્યની વાતો કરે છે. નલિયામાં 11મી ફેબ્રુઆરીએ ભારતીય જનસંઘના પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિએ આવી જ રીતે બહેનોના ગળામાં ઓળખપત્રો પહેરાવાયા હતા, જેઓ અત્યારે સમાજમાં મોં બતાવવાને લાયક રહ્યા નથી .
ભાજપ બળાત્કારી પક્ષ બની ગયો ? પરેશ ધાનાણી
31 જુલાઈ 2018માં ભાજપના બેટી બચાવોના નારા સામે નલિયાનો દુષ્કર્મકાંડ, પાટણનો પીટીસી કાંડ, કચ્છમાં મહિલાનો જાસુસીકાંડ, રાજ્યમાં મહિલાઓ ઉપર થતા દુષ્કર્મ, જાતીય સતામણી અને અત્યાચારની નિંદનીય ઘટનાઓથી માથું શરમથી ઝૂકી જાય છે. આવી દુષ્કર્મની ઘટનામાં સત્તાધારી ભાજપ પક્ષના આગેવાનો સામેલ છે.
નલિયા ભાજપમાં 35 યુવતિઓનું યૌન શોષણ, જજ દ્વારા તપાસ કરો
ધાનાણીએ કહ્યું હતું કે સુરતની યુવતીના ભાનુશાળી શોષણ અને નલિયાના દુષ્કર્મકાંડથી ગુજરાત અને દેશની ભાજપ સરકારની ચાલ, ચરિત્ર અને ચહેરો ખુલ્લા પડી ગયા છે. સત્તાધારી પાર્ટીએ બહેન-દીકરીઓની આબરુને લીલામ કરવા માટે પાર્ટીના નામની મર્યાદા રાખી નથી. પંડિત દિનદયાળ ઉપાધ્યાય કે જેઓ પવિત્ર અને બ્રહ્મચારી હતા તેઓના ફોટા સાથે સ્ત્રી કાર્યકર્તાઓના ફોટા મૂકીને ઓળખપત્ર બનાવ્યા અને તેનો દુરપયોગ કરવામાં આવ્યો હતો. નલિયા સેક્સકાંડનું ષડયંત્ર એક વર્ષ ચાલતું રહ્યું હતું. તેમાં ભાજપના મંત્રીઓ, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યઓ, સંસદસભ્ય, નગરપાલિકાના સેવકો, મોટા આગેવાનો સામેલ હતા. આ શરમજનક ઘટનામાં અત્યંત આઘાતજનક બાબત એ છે કે 35થી વધુ યુવતીઓનું યૌન શોષણ થયું હતું. સમગ્ર દુષ્કર્મમાં કોડવર્ડ તરીકે ઉપયોગમાં લેવાયેલા સત્તાધારી રાજકીય પાર્ટીના ઓળખપત્રનો ખુલ્લેઆમ દુરપયોગ થયો હતો.
રક્ષક જ ભક્ષક બની ગયા
આજે ભાજપના શાસનમાં ગુજરાતમાં બહેન-દીકરીઓની કોઈ સલામતી રહી નથી. કચ્છને પર્યટન સ્થળ બનાવી, તંબુઓ બાંધી, સેકસ લીલાઓ થાય છે અને નિર્દોષ છોકરીઓની આબરૂ લેવાય છે. ભાજપના જે-તે વખતના ગૃહમંત્રી કે જેમની જવાબદારી બહેન-દીકરીની રક્ષા કરવાની અને સલામતીની છે, તેઓ જ પોલીસ ખાતા દ્વારા જાસૂસી કરાવે અને કહે કે, સાહેબ ઈચ્છે છે કે, આ છોકરી ક્યાં જાય છે ? શું કરે છે ? તેની તમામ વિગતો મને મોકલતા રહેજો. આ સાહેબ એટલે કોણ ? આમ, વાડ જ ચીભડાં ગળે કે રક્ષક જ ભક્ષક બને એવી પરિસ્થિતિ આજે ગુજરાતમાં ઉભી થઈ છે. ગુજરાત વિધાનસભાના ભાજપના ધારાસભ્યો પર વિધાનસભા ગૃહમાં અશ્લીલ વિડીયો જોવાનો આરોપ હતો તેવા લોકોને નલિયાકાંડની તપાસ સમિતિમાં મૂકવામાં આવ્યા હોય એવાઓના નામ પણ નલિયાકાંડમાં ખુલ્યા છે. સંઘના પ્રચારક સંજય જોષીની બિભત્સ સીડી બનાવીને ભાજપમાં તેમની આબરૂ લેવાનો પ્રયત્ન થાય.
ભાનુશાળીને પોલીસ કેમ પકડતી નથી
સુરત શહેરના ભાજપના પૂર્વ મેયર રાજુભાઈ દેસાઈ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર અશ્લીલ ફિલ્મ અપલોડ કરે. સુરતની યુવતીને એડમીશન અપાવવાના બહાને અમદાવાદમાં બોલાવી ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીએ બળાત્કાર ગુજારેલો. અને ત્યારબાદ મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ સુરત પોલીસે નોંધવાની પણ ના પાડેલ ત્યારે આ મુદ્દે મીડીયા અને સમગ્ર સમાજે પોલીસ પર દબાણ વધાર્યું ત્યારે પોલીસે ફરીયાદ નોંધી. તેમ ધાનાણીએ કહ્યું હતું.
અનેક બનાવોમાં ભાજપના નેતાઓનું નામ
ધાનાણીએ કહ્યું હતું કે, ભુજના ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય આદિવાસી મહિલા પર ભાજપવાળાઓએ તેમના ઉપર બળાત્કાર કર્યો હતો. સ્થાનિક પોલીસે પણ તેમની ફરિયાદ ન લેતાં તેમના પિયરમાં જઈ ફરિયાદ કરવી પડેલી. વિરમગામની સભામાં પણ એક દલિત દિકરીએ ધ્રુસકે ધ્રુસકે રડતા પોતાની આપવીતી વ્યકત કરતાં જણાવેલું કે, તેમના ઉપર પણ ભાજપના પ્રમુખે બળાત્કાર ગુજાર્યો છે.