ભાજપાનો સંકલ્પ પત્ર બે રાષ્ટ્રની થિયરી રજુ કરે છે

કેન્દ્રની સત્તા ધરાવતી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો સંકલ્પ પત્રના નામથી જાહેર કર્યો હતો. આ સંકલ્પ પત્રમાં દેશની 20% જનતાને અંગુઠો બતાવવામાં આવ્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ તેના પૂર્વજ વિનાયક દામોદર સાવરકરના દ્વીરાષ્ટ્રના સિધ્ધાંત (ટુ નેશન થીયરી) પર પૂર્ણ રૂપે અડગ છે. તેને લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે. ભાજપની નીતિ દેશના અલ્પસંખ્યક સમુદાયને યોજનાબધ્ધ રીતે કચડવાની છે. ગુજરાતમાં જે થયું તે હવે દેશમાં થઈ રહ્યું છે.

ભારતના બંધારણના અનુચ્છેદ 14 થી 30 અને 37,38, 46, 51(અ), 347 અને 350 નો સ્પષ્ટ ઉલ્લંઘન કરી અને લઘુમતીઓને વધુ વંચિત અને અપ્રાસંગિક કરી ને દેશમાં સમરસતા ને કમજોર કરીને સાચા અર્થમાં આ સંકલ્પ પત્ર દેશના મૂળ પ્રશ્નો શિક્ષા, રોજગાર, સમ્માન, ભાગીદારી ને અનદેખી કરે છે.

આ સંકલ્પ પત્ર ને 75 સંકલ્પોમાં પ્રાથમિક શિક્ષણનો અધિકાર, લઘુમતીઓનો વિકાસ અને બાળ અધિકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કોઈ સંકલ્પ ના હોવો તે સ્પષ્ટ કરે છે કે આવનારા સમયમાં આ વર્ગોને સરકાર દ્વારા નજરઅંદાજ કરવું નક્કી છે.

આ બાબત બંધારણની મૂળ ભાવનાથી ખુલ્લમખુલ્લા રમત સમાન છે.

માયનોરીટી કો ઓર્ડીનેશન કમિટી ભાજપ ના આ સંકલ્પ પત્રમાં મૂળ પ્રશ્નો પર કોઈ વિઝન ન હોવા બાબતે નિંદા કરે છે અને માંગ કરે છે કે પોતાના સંકલ્પ પત્રમાં આ મૂળ પ્રશ્નો ને સામેલ કરે અને દેશના બંધારણનું સમ્માન કરે.