ભાજપે અપક્ષને નગરપાલિકા પ્રમુખ બનાવી દીધા, કેમ આવું કર્યું ?

ગાંધીનગર ભાજપના રાજકારણમાં અવનવા બનાવો બનતા જ રહ્યા છે. હવે સ્થાનિક કક્ષાએ પણ અચંબિત કરે એવા બનાવો બની રહ્યા છે. ખેડા જિલ્લાના ઠાસરા અને કઠલાલ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 25 સપ્ટેમ્બર 2018માં થઈ હતી. ઠાસરા નગરપાલિકામાં અઢી વર્ષ માટે અનામત બેઠક હોવાથી ત્યાં અનામત સભ્ય હોય તો જ પ્રમુખ બની શકે તેમ હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે  અનામત ઉમેદવાર ન હોવાથી તેને અપક્ષ સભ્ય દીપકભાઈ હીરાભાઈ રોહિતને પ્રમુખ પદે ચૂંટી કાઢ્યા છે. આમ પહેલી વખત એવું થયું છે કે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લામાં મજબૂરીથી પ્રમુખ તરીકે બીજા પક્ષના પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા હોય. આમ ગુજરાતના રાજકારમમાં વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઇ છે. ઠાસરા નગરપાલિકામાં ભાજપના ચૂંટાઈ આવેલા ભાવિન પટેલ ઇન્ચાર્જ પ્રમુખ પદે હતા જેમનો અઢી વર્ષનો કાર્યકાળ પૂરો થતાં આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ ઉપ-પ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. અપક્ષ સભ્ય પ્રમુખ બન્યા હોય એવો પ્રથમ બનાવ છે. આમ ભારતીય જનતા પાર્ટીના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં તેમને અનામત બેઠકો ઉપર ચૂંટાવા ઘણી મુશ્કેલી પડી રહી છે. અનામતમાં આવતા સભ્યને આ રીતે હવે એકાએક લાભ મળવા લાગ્યા છે.