ભાજપે રૂ.16 કરોડની ખરીદી પછી કોંગ્રેસ ધારાસભ્યોને સંતાડે છે

અમદાવાદ, 1973 અને 2018 બાદ કોંગ્રેસ ફરી એક વખત પોતાના ધારાસભ્યોને હાઈજેક કરીને પાલનપુર રિસોર્ટ લઈ જવાનું નક્કી કરી આબરૂ ખરાબ કરી છે. રાજ્યસભાની બે બેઠકો માટે બે દિવસ પછી 5 જુલાઈએ યોજાનારી પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં તમામ ધારાસભ્યોને એક દિવસના વર્કશોપનાં નામે ગુજરાત બહાર જ્યાં કોંગ્રેસની સરકાર છે તે રાજસ્થાનના પાલનપુર રિસોર્ટ પાલનપુર રિસોર્ટ લઈ જવાનો કોંગ્રેસની નેતાગીરીએ નિર્ણય કર્યો હતો. રિસોર્ટમાં બધાએ આનંદ મનાવ્યો હતો.

વર્ષ 2017માં પણ રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં ધારાસભ્યોને બેંગાલુરૂ ખાતે લઈ જવામાં આવ્યા હતાં. આમ ફરી એકવાર રાજ્યસભાની ચૂંટણી આવતાંની સાથે જ રિસોર્ટ રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસને ડર છે કે, તેમના ધારાસભ્યોને ભાજપ ખરીદ કરીને બે સભ્યોની તરફે મતદાન કરાવશે. ક્રોસ વોટીંગ ન થાય તે માટે પોતાના જ ધારાસભ્યોને બસ ભરીને લઈ જવામાં આવ્યા છે. અગાઉ અહેમદ પટેલની ચૂંટણી વખતે ભાજપે 12 ધારાસભ્યોના રાજીનામાં અપાવ્યા હતા અને એક ધારાસભ્યને રૂ.16 કરોડ સુધીની ઓફર ભાજપે કરીને અને કેટલાંકના લાલચ આપીને કોંગ્રેસ તોડી હતી. તેથી દૂધની દાઝેલી કોંગ્રેસ છાસ પણ ફૂંકીને પીવે છે.

કોંગ્રેસને ધારાસભ્યોનાં ક્રોસ વોટિંગનો ડર છે

રાજ્યસભાની બે બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની નેતાગીરીને પોતાનાં જ ધારાસભ્યો પર વિશ્વાસ નથી. કેમ કે, પહેલી જુલાઈનાં રોજ તમામ ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારને મત આપવા માટેનો વ્હિપ જારી કરાયો હતો. આ સંજોગોમાં કોંગ્રેસની નેતાગીરીને અંદરખાનેથી ડર સતાવી રહ્યો છે કે, ભાજપ સામ, દામ, દંડ અને ભેદની નીતિ આ વખતે પણ ઉપયોગમાં લઈને તેમનાં ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરશે. એટલે ધારાસભ્યોને સુરક્ષિત રાખવા માટે પાલનપુર રિસોર્ટ પાલનપુર રિસોર્ટ લઈ જવાનો નિર્ણય કરાયો છે.

કોંગ્રેસ શાસિત રાજ્યોની પણ થઈ ચર્ચા

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કોંગ્રેસનાં ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં લઈ જવા માટે વિચારણા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ અંગે આજે સવારે મળેલી એક મહત્વની બેઠકમાં પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ ચર્ચા કરી હતી. આ બેઠકમાં રાજસ્થાન ગુજરાતની એકદમ નજીક હોવાનાં કારણે અને રાજ્યસભાની ચૂંટણીની તારીખ પણ નજીક હોવાનાં કારણે પાલનપુર રિસોર્ટ પાલનપુર રિસોર્ટ લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ મામલે ગુજરાત પ્રદેશની નેતાગીરીએ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ ચર્ચા કરી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

ચાર વાગ્યા પછી પાલનપુર રિસોર્ટ પાલનપુર રિસોર્ટ જવા રવાના

કોંગ્રેસનાં તમામ ધારાસભ્યોને સાંજે ચાર વાગ્યા પછી વિધાનસભામાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી ખાસ લક્ઝરી બસ દ્વારા પાલનપુર રિસોર્ટ પાલનપુર રિસોર્ટ લઈ જવામાં આવ્યાં. જોકે કોંગ્રેસનાં ગ્યાસુદ્દીન શેખ, અનિલ જોષીયારા ઉપરાંત બાગી ધારાસભ્યો અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર પાલનપુર રિસોર્ટ પાલનપુર રિસોર્ટ નહિ ગયા હોવાનાં અહેવાલો પણ સાંપડ્યા છે.

ધારાસભ્યોને મેસેજ અપાયા

કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીએ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે વિચારવિમર્શ કર્યા બાદ તમામ ધારાસભ્યોને પાલનપુર રિસોર્ટ પાલનપુર રિસોર્ટ લઈ જવાનો નિર્ણય કરાયો હતો. અને આ અંગેનો મેસેજ તમામ ધારાસભ્યોને વ્હોટ્સ એપ દ્વારા આપવામાં આવ્યો. અને આ મેસેજનાં આધારે કોંગ્રેસનાં ધારાસભ્યોએ તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

એક-બે ધારાસભ્યો તૂટશે એવો કોંગ્રેસે કર્યો સ્વીકાર

કોંગ્રેસનાં દંડક અશ્વિન કોટવાલે અલ્પેશ ઠાકોરની વાતનો જવાબ આપતાં સ્વીકાર કર્યો હતો કે, કોંગ્રેસમાંથી એક-બે ધારાસભ્યોને બાદ કરતાં એકપણ ધારાસભ્ય કોંગ્રેસ છોડવા તૈયાર નથી.18 ધારાસભ્યો કોંગ્રેસ છોડવા તૈયાર હોવાની અલ્પેશની વાત પણ ઠંડુ પાણી રેડતાં કોટવાલ કહે છે એ વાત તદ્દન ખોટી છે. એકપણ ધારાસભ્ય કોંગ્રેસ છોડશે નહિ.

રિસોર્ટ રાજકારણ ક્યારથી શરૂ થયું?

ભારતમાં રિસોર્ટ રાજકારણની શરૂઆત રાજકીય પક્ષોને બહુમતી ન મળવાનાં કારણે શરૂ થઈ હતી. સૌથી પહેલાં હરિયાણામાં 1982માં રિસોર્ટ રાજકારણ શરૂ થયું. ત્યારબાદ 1983માં કર્ણાટક, 1984માં આંધ્રપ્રદેશ, 1995માં ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાએ ભાજપની સરકાર સામે બળવો કર્યો હતો અને તેમનાં ટેકેદારોને ખજૂરાહો લઈ ગયા હતા, 1998માં ઉત્તર પ્રદેશ, 2000માં બિહાર, 2002માં મહારાષ્ટ્ર, 2016માં ઉત્તરાખંડ, 2017માં તમિલનાડુ અને 2017માં ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં 42 ધારાસભ્યોને બેંગાલુરૂ સ્થિત ઈગલટોન રિસોર્ટમાં લઈ જવાયા હતાં. અને 2019માં ફરી એકવાર ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં ધારાસભ્યોને પાલનપુર રિસોર્ટ પાલનપુર રિસોર્ટ ખાતેનાં રિસોર્ટમાં લઈ જવામાં આવ્યાં છે. આમ વર્ષ 1982થી ભારતમાં રિસોર્ટ રાજકારણની શરૂઆત થઈ છે.