ભાજપે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના વધુ 4 નામની જાહેરાત કરી છે. 3 યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આણંદ, પાટણ, જૂનાગઢ અને છોટા ઉદેપુર બેઠક માટેના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ જૂનાગઢ બેઠક પરથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપી છે. સાથે જ તાલાળા પેટા-ચૂંટણી માટે બીજેપીએ જસા બારડને ટિકિટ આપી છે. હજું ત્રણ બેઠકના ઉમેદવારો જાહેર કરવાના ભાજપ માટે બાકી છે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકી સામે ભાજપે નવો નિશાળીઓ મૂકી દીધો છે.
આણંદમાં મિતેશ પટેલને ટિકિટ આપતા સાંસદ દિલીપ પટેલનું પત્તું કપાયું છે. ભરતસિંહ ડાભીને પાટણની ટિકિટ આપી છે. પાટણથી લીલાધર વાઘેલાનું પત્તું કપાયું છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ કરાયા છે, BJPમાં છોટા ઉદેપુર બેઠક પર ગીતાબેન રાઠવાને ટિકિટ આપવામાં આવે છે. છોટા ઉદેપુરથી રામસિંહ રાઠવાનું પત્તું કપાયું છે. તાલાલા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં જશાભાઈ બારડને ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે ચાર બેઠક પર નામ જાહેર કર્યા
આણંદ – મિતેષ પટેલ
પાટણ – ભરતસિંહ ડાભી
જૂનાગઢ – રાજેશ ચુડાસમા
છોટા ઉદેપુર – ગીતાબેન રાઠવા
અત્યાર સુધી ભાજપના ઉમેદવારો:
1 કચ્છ – વિનોદ ચાવડા
2 સાબરકાંઠા – દીપસિંહ રાઠોડ
3 અમદાવાદ – પશ્ચિમ કિરીટ સોલંકી
4 સુરેન્દ્રનગર – મહેન્દ્ર મુંજપરા
5 રાજકોટ – મોહન કુંડારિયા
6 જામનગર – પૂનમબેન માડમ
7 અમરેલી – નારણ કાછડિયા
8 ભાવનગર – ભારતીબેન શિયાળ
9 ખેડા – દેવુસિંહ ચૌહાણ
10 દાહોદ – જસવંતસિંહ ભાભોર
11 ભરૂચ – મનસુખ વસાવા
12 વડોદરા – રંજનબહેન ભટ્ટ
13 બારડોલી – પ્રભુ વસાવા
14 નવસારી – સી. આર. પાટીલ
15 વલસાડ – કે. સી. પટેલ
16 ગાંધીનગર – અમિત શાહ
17 બનાસકાંઠા – પરબત પટેલ
18 પોરબંદર – રમેશ ધડૂક
19 પંચમહાલ – રતનસિંહ રાઠોડ
20 આણંદ – મિતેષ પટેલ
21 પાટણ – ભરતસિંહ ડાભી
22 જૂનાગઢ – રાજેશ ચુડાસમા
23 છોટા – ઉદેપુર ગીતાબેન રાઠવા