ભાજપે 5 ઉમેદવારો બદલવાના કારણો શું છે ?

ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર, બનાસકાંઠા, પોરબંદર, સુરેન્દ્રનગર અને પંચમહાલ બેઠક પરના સાંસદોની ટિકિટ કેમ કાપી તેના કેટલાંક કારણો આ રહ્યાં. તમામ પર નવા રાજકીય લોકોને ઉમેદવાર બનાવ્યા છે. બનાસકાંઠાથી પરબત ભાઇ પટેલ, પોરબંદરથી રમેશ ધડુક, પંચમહાલથી રતનસિંહ ઉમેદવાર જાહેર કર્યા છે. પહેલા હરિભાઇ ચૌધરી, વિટ્ઠલ રાદડિયા, પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ સાંસદ હતાં.

ગુજરાતની ગાંધીનગર પર અમિત શાહ અને સુરેન્દ્રનગર પર ડોકેટર નવા ઉમેદવાર મેદાનમાં છે. આમ 5 બેઠકો ઉફર ભાજપે ઉમેદવાર બદલ્યા છે. જેમાં એલ.કે અડવાણીને  ગાંધીનગરની ટિકિટ આપી નથી. તેમની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રાજકીય દુશ્મનાવટ છે. તેથી તેમને ટિકિટ આપી નથી અને મોદી અમિત શાહને ગાંધીનગરથી લડાવવા માંગતા હતા.

સુરેન્દ્રનગરથી સાંસદ દેવજી ફતેહપરાને ટિકિટ આપવામાં આવી નથી. તેઓ સંસદમાં અને સંસદ બહાર સાચું બોલતાં હતા. તેમના સ્થાને આ જગ્યા પરથી ડો.મહેન્દ્ર મંજુપરાને મંજુપરાને ટિકિટ આપવમાં આવી છે. સુરેન્દ્રનગરની બેઠકમાં જો ઉમેદવાર ન બદલે તો ભાજપની હાર નિશ્ચત હતી. અહીં કોંગ્રેસનું પ્રભુત્વ વધ્યું છે. હવે લડાઈ થશે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ 77 સીટો મળી હતી, જે ગત ત્રણ દાયકામાં તેમના માટે સૌથી વધારે છે.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં મળેલા મત પ્રમાણે ગુજરાતની 26માંથી 8 લોકસભા બેછક એવી છે કે જ્યાં ભાજપને કોંગ્રેસ કરતાં ઓછા મત મળેલા છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને આણંદ છે. ત્યાં ભાજપ હારે તેવી પૂરી શક્યતા હતી. તેથી તે બેઠક પરથી ઉમેદવારો બદલવામા આવ્યા છે. ગાંધીનગરની એક માત્ર બેઠક આવી છે કે જ્યાં રાજકીય નિર્ણય લેવાયો છે. જ્યારે બે બેઠક એવી છે કે જ્યાં અમરેલીમાં કોંગ્રેસને વધું મત મળેલા હોવા છતાં નારણ કાછડિયાને અને સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડને ફરીથી ટિકિટ આપી છે. જ્યાં ભાજપનું ધોવાણ વિધાનસભામાં થયું હતું. હરી ચૌધરીની ટિકિટ કાપવા પાછળ તેમના કૌભાંડો અને કરતુતો જવાબદાર માનવામાં આવે છે.