ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો 2017

વિધાનસભા ચૂંટણીનું પરિણામ હવે સ્પષ્ટ થઇ ગયું છે. ગુજરાત રાજ્યમાં ભાજપે ચૂંટણી પરિણામમાં શાનદાર જીત હાંસલ કરી લીધી છે. વિધાનસભાની 182 બેઠકોમાં ભાજપે 99, કોંગ્રેસે 80 અને અન્યએ 3 સીટો હાંસલ કરી લીધી છે.

14મી વિધાનસભા રચવા માટે ગુજરાતની જનતાએ ભાજપને સળંગ છઠ્ઠી વખત બહુમતીથી જનાદેશ આપી દીધો છે. જનાદેશ-2017 મુજબ રાજ્યમાં ભાજપે 99 બેઠક પર જીત મેળવી છે જ્યારે કોંગ્રેસને 80 બેઠક પર વિજય મળ્યો છે તેમજ અન્ય 3 બેઠક પર જનતાએ અપક્ષને વિજય શ્રી પહેરાવી છે.

આ સાથે જ ભાજપ 99 બેઠકો સાથે ફરી વખત સત્તા કબ્જે કરશે તો 80 બેઠકો સાથે કોંગ્રેસ પણ મજબૂત વિપક્ષ તરીકે સરકારનાં કાન આમળશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા રાજ્યમાં ઊભા થયેલા વિવિધ જાતિગત આંદોલનોને કારણે ભાજપને 2012ની સરખામણીએ 18 સીટનું નુકસાન થયું છે તો સામે પક્ષે કોંગ્રેસને 19 સીટનો ફાયદો થયો છે.

આ સાથે 3 સીટ અપક્ષ અને NCPને ફાળે ગઈ છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાત કરતાં જણાવ્યું હતું કે, ઘટેલી બેઠકો અંગે આત્મમંથન કરીશું. સાથે જ તેમણે લોકોએ વિકાસને સમર્થન આપ્યું હોવાની પણ વાત કરી હતી.

સીએમ વિજય રૂપાણીએ ભાવિ મુખ્યમંત્રી અંગે વાત કરતા જણાવ્યું હતું કે,”તે અંગેનો નિર્ણય હાઈકમાન્ડ કરશે. તો આ તરફ કોંગ્રેસમાં વિપક્ષ નેતા પદે પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં છે.”

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપની શાનદાર જીતને લઇ પીએમ નરેન્દ્ર મોદી, સીએમ વિજય રૂપાણી, ભાજપ અધ્યક્ષ અમિત શાહે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપની જીતને લઇ ટ્વિટ કરતા કહ્યું કે,”જીતા વિકાસ, જીતા ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આ સિવાય પણ ટ્વિટ કરતા કહ્યું કે હિમાચલ પ્રદેશમેં લહરાયા કમલ, વિકાસકી હુઇ ભવ્ય જીત.”

પીએમ મોદીએ જનતાનો આભાર માનતા કહ્યું કે,”જનતાએ ગુડ ગવર્નન્સ અને વિકાસને સમર્થન આપ્યું છે. હું ભાજપનાં કાર્યકરોની મહેનતને સલામ કરૂ છું. અને તેને લીધે જ આ જીત શક્ય બની છે. ગુજરાત અને હિમાચલનાં લોકોએ ભાજપ પ્રત્યે પ્રેમ દર્શાવ્યો તે બદલ હું તેમનો આભારી છું. હું હવે તમને આશ્વાસન આપું છું કે વિકાસ ગાથામાં હવે કોઈ પણ પ્રકારની કચાશ નહીં રહે.”

ભાજપે 99 બેઠક સાથે ફરીથી સત્તા કબ્જે કરી છે. 2017ની સરખામણીએ ભાજપની 18 સીટ ઘટી ગઇ છે અને 2017ની સરખામણીએ કોંગ્રેસની 19 સીટ વધી ગઇ છે.ભાજપને 49 ટકા તથા કોંગ્રેસને 41 ટકા મત મળ્યા છે. કેટલાક મતદારોએ 5.50 લાખ મત NOTAમાં નાખ્યા છે. જ્યારે ચાર ટકા મત અપક્ષોનાં ખાતામાં ગયાં.

આ ચૂંટણીમાં શહેરી જનતાનો મિજાજ ભાજપ સાથે જોવાં મળ્યો અને ગ્રામ્ય જનતાનો મિજાજ કોંગ્રેસ તરફી જોવાં મળ્યો છે. જો કે પીએમ મોદીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવતા પાર્ટી કાર્યકરોને શુભેચ્છા પાઠવી છે.

જિલ્લો વિ.નંબર બેઠક ભાજપ કોંગ્રેસ જીત
કચ્છ 1 અબડાસા છબીલ પટેલ પ્રદ્યુમ્નસિંહ જાડેજા કોંગ્રેસ
2 માંડવી વિરેન્દ્રસિંહ જાડેજા શક્તિસિંહ ગોહિલ ભાજપ
3 ભુજ નિમાબેન આચાર્ય આદમ ચાકી ભાજપ
4 અંજાર વાસણ આહિર વી.કે.હુંબલ ભાજપ
5 ગાંધીધામ (SC) માલતીબેન મહેશ્વરી કિશોર પિંગોળ ભાજપ
6 રાપર પંકજ મહેતા સંતોકબેન અરેઠીયા કોંગ્રેસ
બનાસકાંઠા 7 વાવ શંકર ચૌધરી ગેનીબેન ઠાકોર કોંગ્રેસ
8 થરાદ પરબત પટેલ ડી.ડી.રાજપૂત ભાજપ
9 ધાનેરા માવજીભાઈ દેસાઈ નાથાભાઈ પટેલ કોંગ્રેસ
10 દાંતા (ST) માલજી કોદરવી કાંતીભાઈ ખરાડી કોંગ્રેસ
11 વડગામ(SC) વિજય ચક્રવર્તી જીગ્નેશ મેવાણી કોંગ્રેસ
12 પાલનપુર લાલજી પ્રજાપતિ મહેશ પટેલ કોંગ્રેસ
13 ડીસા શશીકાંત પંડ્યા ગોવા રબારી ભાજપ
14 દિયોદર કેશાજી ચૌહાણ શીવાભાઈ ભુરીયા કોંગ્રેસ
15 કાંકરેજ કિર્તીસિંહ વાઘેલા દિનેશ ઝાલેરા ભાજપ
પાટણ 16 રાધનપુર લવીંગજી ઠાકોર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ
17 ચાણસ્મા દિલીપજી ઠાકોર રઘુ દેસાઈ ભાજપ
18 પાટણ રણછોડ રબારી કિરિટ પટેલ કોંગ્રેસ
19 સિદ્ધપુર જયનારાયણ વ્યાસ ચંદનજી ઠાકોર કોંગ્રેસ
મહેસાણા 20 ખેરાલુ ભરતસિંહ ડાભી રામજી ઠાકોર ભાજપ
21 ઊંઝા નારાયણ પટેલ ડૉ.આશાબેન પટેલ કોંગ્રેસ
22 વીસનગર ઋષીકેશ પટેલ મહેશ પટેલ ભાજપ
23 બેચરાજી રજની પટેલ ભરત ઠાકોર કોંગ્રેસ
24 કડી(SC) કરસનભાઈ સોલંકી રમેશ ચાવડા ભાજપ
25 મહેસાણા નીતિન પટેલ જીવાભાઈ પટેલ ભાજપ
26 વીજાપુર રમણભાઈ પટેલ નાથાભાઈ પટેલ ભાજપ
સાબરકાંઠા 27 હિંમતનગર રાજેન્દ્ર ચાવડા કમલેશ પટેલ ભાજપ
28 ઈડર(SC) હિતેશ કનોડિયા મણીભાઈ વાઘેલા ભાજપ
29 ખેડબ્રહ્મા(ST) રમીલાબેન બારા અશ્વીન કોટવાલ કોંગ્રેસ
33 પ્રાતિંજ ગજેન્દ્રસિંહ પરમાર મહેન્દ્રસિંહ બારીયા ભાજપ
અરવલ્લી 30 ભીલોડા(ST) પી.સી.બરંડા અનિલ જોશીયારા કોંગ્રેસ
31 મોડાસા ભીખુસિંહ પરમાર રાજેન્દ્રસિંહ ઠાકોર કોંગ્રેસ
32 બાયડ અદેસિંહ ચૌહાણ ધવલસિંહ ઝાલા કોંગ્રેસ
ગાંધીનગર 34 દહેગામ બલરાજસિંહ ચૌહાણ કામીનીબા રાઠોડ ભાજપ
35 ગાંધીનગર દક્ષિણ શંભુજી ઠાકોર ગોવિંદ ઠાકોર ભાજપ
36 ગાંધીનગર ઉત્તર અશોક પટેલ સી.જે.ચાવડા કોંગ્રેસ
37 માણસા અમિત ચૌધરી સુરેશ પટેલ કોંગ્રેસ
38 કલોલ અતુલ પટેલ બળદેવજી ઠાકોર કોંગ્રેસ
અમદાવાદ 39 વિરમગામ તેજશ્રીબેન પટેલ લાખા ભરવાડ કોંગ્રેસ
40 સાણંદ કનુભાઈ પટેલ પુષ્પાબેન ડાભી ભાજપ
41 ઘાટલોડિયા ભુપેન્દ્ર પટેલ શશીકાંત પટેલ ભાજપ
42 વેજલપુર કિશોર ચૌહાણ મીહિર શાહ ભાજપ
43 વટવા પ્રદિપસિંહ જાડેજા વિપિન પટેલ ભાજપ
44 એલિસબ્રીજ રાકેશ શાહ વિજય દવે ભાજપ
45 નારાણપુરા કૌશિક પટેલ નીતિન પટેલ ભાજપ
46 નિકોલ જગદીશ પંચાલ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ ભાજપ
47 નરોડા બલરામ થાવાણી ઓમપ્રકાશ તિવારી ભાજપ
48 ઠક્કરબાપાનગર વલ્લભ કાકડીયા બાબુભાઈ માંગુકિયા ભાજપ
49 બાપુનગર જગરૂપસિંહ રાજપૂત હિંમતસિંહ પટેલ કોંગ્રેસ
50 અમરાઈવાડી હસમુખ પટેલ અશ્વીન ચૌહાણ ભાજપ
51 દરિયાપુર ભરત બારોટ ગ્યાસુદ્દીન શેખ કોંગ્રેસ
52 જમાલપુર-ખાડિયા ભુષણ ભટ્ટ ઈમરાન ખેડાવાલા કોંગ્રેસ
53 મણીનગર સુરેશ પટેલ શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપ
54 દાણીલિમડા (SC) જીતુ વાઘેલા શૈલેષ પરમાર કોંગ્રેસ
55 સાબરમતી અરવીંદ પટેલ ડૉ.જીતુ પટેલ ભાજપ
56 અસારવા(SC) પ્રદિપ પરમાર કનુભાઈ વાઘેલા ભાજપ
57 દસક્રોઈ બાબુભાઈ પટેલ પંકજ પટેલ ભાજપ
58 ધોળકા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અશ્વિન રાઠોડ ભાજપ
59 ધંધુકા કાળુભાઈ ડાભી રાજેશ કોળી કોંગ્રેસ
સુરેન્દ્રનગર 60 દસાડા (SC) રમણલાલ વોરા નૌષદ સોલંકી કોંગ્રેસ
61 લીંબડી કિરીટસિંહ રાણા સોમાભાઈ પટેલ કોંગ્રેસ
62 વઢવાણ ધનજીભાઈ પટેલ મોહન પટેલ ભાજપ
63 ચોટીલા જીણાભાઈ ડેડવારિયા ઋત્વીક મકવાણા કોંગ્રેસ
64 ધાંગધ્રા જયરામ સોનાગરા પુરષોત્તમ સાબરિયા કોંગ્રેસ
મોરબી 65 મોરબી કાંતિ અમૃતિયા બ્રજેશ મેરઝા કોંગ્રેસ
66 ટંકારા રાઘવજી ગડારા લલીત કગથરા કોંગ્રેસ
67 વાંકાનેર જીતુભાઈ સોમાણી મોહમ્મદ પીરઝાદા કોંગ્રેસ
રાજકોટ 68 રાજકોટ પૂર્વ અરવિંદ રૈયાણી મિતુલ ડોંગા ભાજપ
69 રાજકોટ પશ્ચિમ વિજય રૂપાણી ઈન્દ્રનીલ રાજ્યગુરુ ભાજપ
70 રાજકોટ દક્ષિણ ગોવિંદ પટેલ દિનેશ ચોવટીયા ભાજપ
71 રાજકોટ ગ્રામ્ય(SC) લાખાભાઈ સાગઠિયા વશરામ સાગઠિયા ભાજપ
72 જશદણ ભરત બોઘરા કુંવરજી બાવળિયા કોંગ્રેસ
73 ગોંડલ ગીતાબા જાડેજા અર્જુન ખટારિયા ભાજપ
74 જેતપુર જયેશ રાદડિયા રવી આંબલિયા ભાજપ
75 ધોરાજી હરિભાઈ પટેલ લલીત વસોયા કોંગ્રેસ
જામનગર 76 કાલાવાડ(SC) મૂળજી ઘૈયડા પ્રવીણ મુછડિયા કોંગ્રેસ
77 જામનગર ગ્રામ્ય રાઘવજી પટેલ વલ્લભ ધારવિયા કોંગ્રેસ
78 જામનગર ઉત્તર ધર્મેન્દ્રસિંહ જાડેજા જીવણ કુંભરવાડીયા ભાજપ
79 જામનગર દક્ષિણ આર.સી.ફળદુ  અશોક લાલ ભાજપ
80 જામજોધપુર ચીમન સાપરિયા ચિરાગ કાલરિયા કોંગ્રેસ
દ્વારકા 81 ખંભાળિયા કાળુભાઈ ચાવડા  વિક્રમ માડમ કોંગ્રેસ
82 દ્વારકા પબુભા માણેક મેરામણ ગોરીયા ભાજપ
પોરબંદર 83 પોરબંદર બાબુ બોખીરિયા અર્જુન મોઢવાડિયા ભાજપ
કાંધલ જાડેજા 84 કુતિયાણા લાખાભાઈ ઓડેદરા વેજાભાઈ મોડેદરા એનસીપી
જૂનાગઢ 85 માણાવદર નીતિન ફળદુ જવાહર ચાવડા કોંગ્રેસ
86 જૂનાગઢ મહેન્દ્ર મશરૂ ભીખાભાઈ જોષી કોંગ્રેસ
87 વીસાવદર કિરીટ પટેલ હર્ષદ રિબડિયા કોંગ્રેસ
88 કેશોદ દેવાભાઈ માલમ જયેશ લાડાણી ભાજપ
89 માંગરોળ ભગવાન કરગટિયા બાબુભાઈ વાજા કોંગ્રેસ
ગીરસોમનાથ 90 સોમનાથ જશા બારડ વિમલ ચૂડાસમા કોંગ્રેસ
91 તાલાળા ગોવિંદ પરમાર ભગવાન બારડ કોંગ્રેસ
92 કોડિનાર(SC) રામભાઈ વાઢેર મોહનભાઈ વાળા કોંગ્રેસ
93 ઊના હરી સોલંકી પુંજાભાઈ વંશ કોંગ્રેસ
અમરેલી 94 ધારી દિલીપ સંઘાણી જે.વી.કાકડિયા કોંગ્રેસ
95 અમરેલી બાવકુ ઉઘાંડ પરેશ ધાનાણી કોંગ્રેસ
96 લાઠી ગોપાલ વસ્તરપરા વીરજી ઠુમ્મર કોંગ્રેસ
97 સાવરકુંડલા કમલેશ કાનાણી પ્રતાપ દુધાત કોંગ્રેસ
98 રાજુલા હીરાભાઈ સોલંકી અમરીષ ડેર કોંગ્રેસ
ભાવનગર 99 મહુવા રાઘવજી મકવાણા વિજય બારૈયા ભાજપ
100 તળાજા ગૌતમ ચૌહાણ કનુભાઈ બારૈયા કોંગ્રેસ
101 ગારિયાધાર કેશુભાઈ નાકરાણી પી.એમ.ખેની ભાજપ
102 પાલીતાણા ભીખાભાઈ બારૈયા પ્રવીણ રાઠોડ ભાજપ
103 ભાવનગર ગ્રામ્ય પરશોત્તમ સોલંકી કાંતિભાઈ ચૌહાણ ભાજપ
104 ભાવનગર પૂર્વ વિભાવરી દવે નીતાબેન રાઠોડ ભાજપ
105 ભાવનગર પશ્ચિમ જિતુ વાઘાણી દિલીપસિંહ ગોહિલ ભાજપ
બોટાદ 106 ગઢડા(SC) આત્મારામ પરમાર પ્રવીણ મારૂ કોંગ્રેસ
107 બોટાદ સૌરભ પટેલ ડી.એમ.પટેલ ભાજપ
આણંદ 108 ખંભાત મયુર રાવલ ખુશમાન પટેલ ભાજપ
109 બોરસદ રમણ સોલંકી રાજેન્દ્રસિંહ પરમાર કોંગ્રેસ
110 આંકલાવ હંસાકુંવરબા રાજ અમિત ચાવડા કોંગ્રેસ
111 ઉમરેઠ ગોવિંદ પરમાર કપીલાબેન ચાવડા ભાજપ
112 આણંદ યોગેશ પટેલ કાંતીભાઈ પરમાર કોંગ્રેસ
113 પેટલાદ સી.ડી.પટેલ નિરંજન પટેલ કોંગ્રેસ
114 સોજીત્રા વિપુલ પટેલ પુનમભાઈ પરમાર કોંગ્રેસ
ખેડા 115 માતર કેસરીસિંહ સોલંકી સંજય પટેલ ભાજપ
116 નડિયાદ પંકજ દેસાઈ જીતેન્દ્ર પટેલ ભાજપ
117 મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ ગૌતમ ચૌહાણ ભાજપ
118 મહુધા ભારતસિંહ પરમાર ઈન્દ્રજીત ઠાકોર કોંગ્રેસ
119 ઠાસરા રામસિંહ પરમાર કાંતીભાઈ પરમાર કોંગ્રેસ
120 કપડવંજ કનુભાઈ ડાભી કાળુભાઈ ડાભી કોંગ્રેસ
મહિસાગર 121 બાલાસિનોર માનસિંહ ચૌહાણ અજીત ચૌહાણ કોંગ્રેસ
રતનસિંહ રાઠોડ 122 લુણાવાડા મનોજ પટેલ પ્રાણંજયદિત્ય પરમાર અપક્ષ
123 સંતરામપુર(ST) કુબેરસિંહ ડિંડોર ગેંદાભાઈ ડામોર ભાજપ
પંચમહાલ 124 શહેરા જેઠાભાઈ આહિર દુષ્યંતસિંહ ચૌહાણ ભાજપ
ભુપેન્દ્ર ખાંટ 125 મોરવા-હડફ(ST) વિક્રમસિંહ ડિંડોર અલ્પેશ ડામોર(BTP) અપક્ષ
126 ગોધરા સી.કે.રાઉલજી રાજેન્દ્રસિંહ પટેલ ભાજપ
127 કાલોલ સુમનબેન ચૌહાણ પ્રદ્યુમનસિંહ પરમાર ભાજપ
128 હાલોલ જયદ્રથસિંહ પરમાર ઉદેસિંહ બારિયા ભાજપ
દાહોદ 129 ફતેપુરા(ST) રમેશ કટારા રઘુભાઈ મછાર ભાજપ
130 ઝાલોદ(ST) મહેશ ભુરીયા ભાવેશ કટારા કોંગ્રેસ
131 લીમખેડા(ST) શૈલેષ ભાંભોર મહેશ તડવી ભાજપ
132 દાહોદ(ST) કનૈયાલાલ કિશોરી વજેસિંહ પણદા કોંગ્રેસ
133 ગરબાડા(ST) મહેન્દ્રભાઈ ભાભોર ચંદ્રીકાબેન બારિયા કોંગ્રેસ
134 દેવગઢ-બારિયા બચુભાઈ ખાબડ ભરતસિંહ વાખણ ભાજપ
વડોદરા 135 સાવલી કેતન ઈનામદાર સાગરપ્રકાશ બ્રહ્મભટ્ટ ભાજપ
136 વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ પ્રફુલ વસાવા(BTP) ભાજપ
140 ડભોઈ શૈલેષ મહેતા સિદ્ધાર્થ પટેલ ભાજપ
141 વડોદરા સીટી(SC) મનિષા વકીલ અનિલ પરમાર ભાજપ
142 સયાજીગંજ જીતુ સુખડિયા નરેન્દ્ર રાવત ભાજપ
143 અકોટા સીમાબેન મોહિલે રણજીત ચૌહાણ ભાજપ
144 રાવપુરા રાજેન્દ્ર ત્રિવેદી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભાજપ
145 માંજલપુર યોગેશ પટેલ ચિરાગ ઝવેરી ભાજપ
146 પાદરા દિનેશ પટેલ જશપાલસિંહ ઠાકોર કોંગ્રેસ
147 કરજણ સતીષ પટેલ અક્ષય પટેલ કોંગ્રેસ
છોટાઉદેપુર 137 છોટાઉદેપુર(ST) જશુભાઈ રાઠવા મોહનસિંહ રાઠવા કોંગ્રેસ
138 જેતપુર(ST) જયંતિભાઈ રાઠવા સુખરામભાઈ રાઠવા કોંગ્રેસ
139 સંખેડા(ST) અભેસિંહ તડવી ધીરૂભાઈ ભીલ ભાજપ
નર્મદા 148 નાંદોદ(ST) શબ્દશરણ તડવી પ્રેમસિંહ વસાવા કોંગ્રેસ
149 ડેડિયાપાડા(ST) મોતીભાઈ વસાવા મહેશ વસાવા(BTP) કોંગ્રેસ
ભરૂચ 150 જંબુસર છત્રસિંહ મોરી સંજય સોલંકી કોંગ્રેસ
151 વાગરા અરૂણસિંહ રાણા સુલેમાન પટેલ ભાજપ
152 ઝગડિયા(ST) રવજીભાઈ વસાવા છોટુ વસાવા(BTP) કોંગ્રેસ
153 ભરૂચ દુષ્યંત પટેલ જયેશ પટેલ ભાજપ
154 અંકલેશ્વર ઈશ્વરભાઈ પટેલ અનિલ ભગત ભાજપ
સુરત 155 ઓલપાડ મુકેશભાઈ પટેલ યોગેન્દ્રસિંહ બાકરોલા ભાજપ
156 માંગરોળ(ST) ગણપત વસાવા ઉત્તમ વસાવા(BTP) ભાજપ
157 માંડવી(ST) પ્રવીણ ચૌધરી આનંદ ચૌધરી કોંગ્રેસ
158 કામરેજ વી.ડી.ઝાલાવાડિયા અશોક જીરાવાલા ભાજપ
159 સુરત પૂર્વ અરવિંદ રાણા નીતિન ભરૂચા ભાજપ
160 સુરત ઉત્તર કાંતિભાઈ બલર દિનેશ કાછડિયા ભાજપ
161 વરાછા રોડ કુમાર કાનાણી ધીરૂભાઈ ગજેરા ભાજપ
162 કરંજ પ્રવીણ ઘોઘારી ભાવેશ ભુંભલિયા ભાજપ
163 લિંબાયત સંગીતા પાટીલ રવિન્દ્ર પાટીલ ભાજપ
164 ઉધના વિવેક પટેલ સતીષ પટેલ ભાજપ
165 મજૂરા હર્ષ સંઘવી અશોક કોઠારી ભાજપ
166 કતારગામ વીનુભાઈ મોરડિયા જીગ્નેશ મેવાસા ભાજપ
167 સુરત પશ્ચિમ પૂર્ણેશ મોદી ઈકબાલ પટેલ ભાજપ
168 ચોર્યાસી ઝંખના પટેલ યોગેશ પટેલ ભાજપ
169 બારડોલી(SC) ઈશ્વરભાઈ પરમાર તરૂણકુમાર વાઘેલા ભાજપ
170 મહુવા(ST) મોહનભાઈ ઢોડિયા તુષાર ચૌધરી ભાજપ
તાપી 171 વ્યારા(ST) અરવીંદ ચૌધરી પુનાભાઈ ગામિત કોંગ્રેસ
172 નીઝર(ST) કાંતીભાઈ ગામિત સુનિલ ગામિત કોંગ્રેસ
ડાંગ 173 ડાંગ(ST) વિજય પટેલ મંગળ ગાવિત કોંગ્રેસ
નવસારી 174 જલાલપોર રમેશ પટેલ પરીમલ પટેલ ભાજપ
175 નવસારી પીયુષ દેસાઈ ભાવનાબેન પટેલ ભાજપ
176 ગણદેવી(ST) નરેશ પટેલ સુરેશ હળપતિ ભાજપ
177 વાંસદા(ST) ગણપત મહાલ અનંતકુમાર પટેલ કોંગ્રેસ
વલસાડ 178 ધરમપુર(ST) અરવીંદ પટેલ ઈશ્વરભાઈ પટેલ ભાજપ
179 વલસાડ ભરત પટેલ નરેન્દ્ર ટંડેલ ભાજપ
180 પારડી કનુભાઈ દેસાઈ ભરત પટેલ ભાજપ
181 કપરાડા(ST) માધુભાઈ રાઉત જીતુ ચૌધરી કોંગ્રેસ
182 ઉમરગામ(ST) રમણ પાટકર અશોક પટેલ ભાજપ