ભાજપ નેતા અને કોંગ્રેસ MLAએ મોંઘવારી સામે સાઈકલ ચલાવી  

ગુજરાત રાજ્યમાં સમગ્ર દેશમાં સૌથી વધું મોંવારી છે એવો સરકારી અહેવાલ હવે આવ્યો છે. કોંગ્રેસે 19 સપ્ટેમ્બર 2018 ના રોજ તેમના ધારાસભ્યો ઉછીની સાઈકલ લઈને ગાંધાનગરમાં પોતાના નિવાસસ્થાનેથી સાઈકલ લઈને વિધાનસભા પહોંચ્યા હતા. તેની સામે તો ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શહેર રાજકોટમાં તો ભાજપના નેતાઓએ મોંઘવારીમાં મોટરસાયક ન પરવડતી હોવાથી તેઓ સાયકલ પર સવારી 18 સપ્ટેમ્બરથી જ શરૂ કરી દીધી છે.

પ્રજાને મોંઘવારી નડતી હોવાથી કોંગ્રેસે આંદોલન શરૂ કર્યું છે. આજે તેમના મોટા ભાગના ધારાસભ્યો સાયકલ લઈને નિકળ્યા હતા. પરંતુ ભાજપના નેતાઓએ તો પેટ્રોલ ન પરવડતાં રાજકોટ શહેરના વોર્ડ નંબર 17ના ભાજપના પ્રમુખ રમેશ રામાણી હવે સાઈકલ લઈને જ નિકળે છે. તેમણે પોતાની જ ભાજપની સરકાર સામે આ રીતે અવાજ ઉઠાવવાનું કોંગ્રેસ પહેલાં શરૂ કરી દીધું હતું. તેમણે પોતાની કાર ચલાવવાનું બંધ કરી દીધું છે.

ભાજપના નેતા રમેશ રામાણીએ પ્રતિજ્ઞા લીધી છે કે, ‘જ્યાં સુધી પેટ્રોલનો ભાવ રૂ.40 એક લીટરે નહીં થાય ત્યાં સુધી કાર નહી ચલાવે.  તેમણે જાહેર કર્યું છે કે, મતદાન મથક કક્ષાના મતદાર પાસે મત માંગવા તેમણે જવું પડે છે. ત્યાં ભાજપના ધારાસભ્યો, પ્રધાનો કે સંસદ સભ્યો આવતાં નથી. તેથી લોકોને મારે જવાબ આપવા પડે છે. તેમને મોંઘવારીનો જવાબ તેમણે સાઈકલથી આપ્યો છે.

તેઓ બિલ્ડર છે અને શ્રીમંત છે. તેમની સામે લોકો વિરોધ ન કરે તે માટે સાઈકલ ચલાવી શરૂ કરી છે. આમ મોંઘવારી સામે લોકોમાં ભારે રોષ ઊભો થયો છે. તેની અસર હવે રાજકારણીઓ પર પડવા લાગી છે. ભાજપના આ વોર્ડના તમામ કાર્યકરોએ અઠવાડિયામાં એક દિવસ સાઈકલ ચલાવવાનો નિર્ણય કર્યો છે. હવે તેઓ લોકોને સાઈકલ ચલાવો અભિયાનમાં જોડી રહ્યાં છે.