ભાજપ ફરી એક વખત ગુજરાતની 26 લોકસભાની બેઠક જીતી જીતશે

કોંગ્રેસ હજુ આળસમાં છે અને ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો જીતવા માટે દરેક બેઠક દીઠ કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સ્પષ્ટ કહી દીધું છે કે, ભાજપ આ વખતે પણ 26માંથી 26 બેઠકો ગુજરાતની જીતી લેશે. ગુજરાતની તમામ 26 બેઠકો ફરીથી કબજે કરવા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ભાજપના હોદ્દેદારો સાથે સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષા સુધી બેઠકો શરૂ કરવામાં આવી છે. જેમાં લોસભાની ચૂંટણી લક્ષી કામગીરી કરવામાં આવે છે.

ભાજપની ગુજરાતની સૌપ્રથમ સમીક્ષા બેઠક આજે ડાકોર ખાતે યોજાઇ હતી. જેમાં મધ્ય ગુજરાતની છ લોકસભા વિસ્તારના પક્ષના હોદ્દેદારો હાજર રહ્યા હતા. સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ખેડા અને આણંદના હોદ્દેદારો સાથે ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં હાજર રહેલા ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાધાણીએ જણાવ્યુ હતુ કે ભાજપના કાર્યકરો તમામ બેઠકો મળે તે માટે કામ કરી રહ્યાં છે.

સમીક્ષા બેઠકમાં ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ વગેરે હાજર હતા. બેઠકમાં સાંસદ સભ્ય પ્રભાતસિહ ચૌહાણ, સંસદ સભ્ય દેવુસિહ ચોહાણ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ, અમુલના ચેરમેન રામસિહ પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, છ લોકસભાના બેઠકોના ધારાસભ્ય સહિત તમામ હોદ્દેદારો હાજર હતા.