29 જુલાઇના રોજ ચાર વર્ષ બાદ ટાટ-TAT પરીક્ષામાં 1.47 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. લેવાયેલી TATની પરીક્ષાનું પેપર અગાઉ દિવસ લિક કરીને ઉમેદવારો પાસેથી પાંચથી સાત લાખ રૂપિયા લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં શિક્ષકો અને બોર્ડના કેટલાંક જાણભેદું તથા રાજ્ય બહારના એક અધિકારીએ મદદ કરી હોવાનું જાણકાર લોકો કહી રહ્યાં છે. અરવિંદ પટેલ નામના એક વ્યક્તિ આમાં સંડોવાયેલો હોવાનો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે. સ્કૂલમાં શિક્ષક બનાવા માટે લેવાતી TATની પરીક્ષાનું પેપર લિક કરીને લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કર્યાં છે. મહેનતુ વિદ્યાર્થીઓના સ્થાને પૈસા આપીને શિક્ષક બની જતા લોકો સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પણ આ મુદ્દે ગંભીર નથી. ભાજપ સરકારમાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યાં છે. ત્યારે શિક્ષણના વધુ એક કૌભાંડ બહાર આવતાં રૂપાણી સરકાર સામે મુશ્કેલી ઊભી થઈ છે. અહીં સવાલ એ થાય છે કે એક શિક્ષક દ્વારા કૌભાંડ કરવામાં આવી રહ્યાં છે અને પોલીસ તંત્ર પણ તપાસ કરવા તૈયાર નથી.
નવો વળાંક
તેના અનેક સગા સંબંધીઓ રમત ગમતના અને અપંગતાના ખોટા પ્રમાણપત્રો પર વર્ષોથી સરકારનો પગાર હડપ કરી રહ્યા છે. જેમની સામે પોલીસ કાર્યવાહી થઈ નથી. અરવિંદ જે સ્કૂલમાં નોકરી કરે છે તેની આસપાસના લોકો કહે છે કે, પેપર ફોડવાના, ખોટા રમત ગમતના પ્રમાણપત્રો અને અપંગતાના પ્રમાણપત્રો આપે છે. અનેક લોકો ખોટા પ્રમાણપત્રોને આધારે નોકરી અપાવી છે. જે પહેલા પણ રમત ગમતના અને અપંગતાના ખોટા સર્ટિફિકેટનો કરોડો રૂપિયાનો ધંધો કરી ચુક્યો છે.
અમદાવાદ નજીદની એક હોટેલમાં પેપર અપાયુ
TAT પેપર લિક કૌભાંડમાં અરવલ્લી અને ખેડા જિલ્લાના 48 ઉમેદવારોનું લિસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડને સોંપવામાં આવશે. આ ઉમેદવારોએ અરવિંદ પટેલ જેવા ગુનેગાર પાસેથી પાંચથી સાત લાખ રૂપિયામાં પેપર ખરીદ કર્યું હતું અને અમદાવાદ-ગાંધીનગરની ચિલોડા અને કોબા નજીકની એક હોટલમાં રાત્રે પેપર સોલ્વ કર્યું હતું. સવારે અમદાવાદ અને ગાંધીનગર મૂકી આવેલાં. હોટલે સીસીટીવી ફૂટેજનો પુરાવો નાશ કર્યો છે. જો કે પોલીસ તપાસમાં તે બહાર આવી શકે તેમ છે. બીજી તરફ 48 ઉમેદવારોના મોબાઇલના લોકેશન પણ ચાર મોબાઈલ કંપનીના કાઢવામાં આવે તો તે તમામ વિદ્યાર્થીઓના નામ મળી શકે તેમ છે.
અધિકારીઓ સામે આશંકા
રાજ્ય પરીક્ષા બોર્ડ કોઇ જ કાર્યવાહી કરવા માંગતું ન હતું પણ હવે તેમની સમક્ષ લેખિતમાં ફરિયાદ આવતાં તપાસ કરવી પડે તેવી જાહેરાત કરી છે. રાજ્ય પરીક્ષા બોર્ડે સમગ્ર કૌભાંડનો તપાસ રિપોર્ટ આવે પછી જ પરિણામ જાહેર કરવું જોઇએ. એવી માંગણી પણ કરવામાં આવી છે. પંચાલ છોકરીએ બબાલ કરી અને કૌભાંડ બહાર આવ્યું. પોલીસ કેસ કરવા તૈયાર છે. પરીક્ષા બોર્ડે તપાસ કરાવની માંગણી સંતોષ કુમાર એ ક્લાસ 1નો અધિકારી છે. ફીમેલ હેલ્થ વર્કરની પરિક્ષામાં થયું છે.
તપાસ સોંપાઈ
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વાર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકો માટે ટીચર્સ એપ્ટિટયુડ ટેસ્ટ (ટાટ-માધ્યમિક)ની પરીક્ષાનું પેપર એક દિવસ પહેલા જ લીક કરી દેવાતાં તેની તપાસ સોંપવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના અશોક પટેલ દ્વારા 8મી જુલાઈએ પેપર લીક કર્યું હતું. આ શિક્ષક સાથે અન્ય બે વ્યક્તિ પણ સંડોવાયેલી છે. કેટલાક શિક્ષકો સંડાવાયેલા છે. તપાસ પુરી થયા બાદ જો પેપર લીક થયુ છે તેવુ સાબીત થશે તો આગળની કાર્યવાહી કરાશે પરંતુ મારી ફુલ પ્રુફ સિસ્ટમ પ્રમાણે પેપર લીક થયું જ નથી અને કેટલાક લોકો દ્વારા આ ફરિયાદ ખોટી ઉભી કરાઈ છે. જોકે તેમણે અંજલી હોટેલ અંગે કંઈ કહેતાં નથી.
કેવું હતું તલાટી ભરતી કૌભાંડ
રાજ્ય સરકારે 2014માં 1500 તલાટીન ભરતી કરી હતી તેની ભરતીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાથી તે ભરતી 4 જૂલાઈ 2015ના રોજ રદ કરવી પડી હતી. 2014 માં ગુજરાતમાં બહુ ગાજેલા તલાટી કૌભાંડના મુખ્ય આરોપી ગાંધીનગર સ્માર્ટ ટ્રેનિંગ સેન્ટર ચાલવતા કલ્યાણસિંહ કલ્યાણસિંહ ચંપાવત હોવાનું સરકાર જાહેર કરી રહી હતી. પણ આરોપી કહી રહ્યો હતો કે મુખ્ય કૌભાંડી તો રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા છે. સરકાર ના ઈશારે પોલીસે તેમને આરોપી બનાવ્યા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી પંચાયત માંથી જે ઉમેદવારો પાસ થાય છે તેમાં પણ સેટિંગ કરવામાં આવે છે અને એટલું જ નહીં, પણ જ્યારે 2014 માં તલાટી કૌભાંડ બહાર આવ્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે રૂ.1 લાખ ની ગેરેન્ટી સાથે ઉમેદવાર લેવાના અને ત્યારબાદ રૂ.10 લાખ લેવાના. તેમણે આરોપ લગાવ્યો કે તેને બનાસકાંઠા ની ટિકિટ મળે તેમ હોવાથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આખા કાવતરા ને અંજામ આપ્યો છે. જ્યારથી ગુજરાત માં ભાજપ ની સરકાર આવી છે ત્યારથી દરેક પરીક્ષામાં કૌભાંડ આચરવામાં આવે છે
ભુપેન્દ્રસિંહ દ્વારા કંઈ ન કરાયું
તલાટી પરીક્ષા કૌભાંડમાં કલ્યાણસિંહ ચંપાવતના આક્ષેપોને ફગાવી, શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઇકોર્ટના વકીલ મારફતે કલ્યાણસિંહ ચંપાવતને નોટિસ પાઠવી છે. 30 દિવસમાં માફી નહી માગે તો કલ્યાણસિંહ ચંપાવત સામે બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવશે. કલ્યાણસિંહે ન તો માફી માંગી છે કે ન તો ભાજપના સૌથી મોટા નેતા ભૂપેન્દ્રસિંહ દ્વારા તેમની સામે બદનક્ષીનો કેસ કરવામાં આવ્યો છે.
50 હજાર કર્મચારીઓના આવી ભરતી
ગુજરાત સરકારમાં 50 હજાર કર્મચારીઓને ગેરકાયદેસર રીતે તલાટીથી માંડીને વિવિધ જગ્યાઓમાં નોકરીઓ આપી દેવામાં આવી છે તેવો આક્ષેપ કરી કલ્યાણસિંહ ચંપાવતે જણાવ્યું કે, 82 ઉમેદવારોને તલાટીની પરિક્ષામાં પાસ કરાવવા મેં જ રૂ.5 કરોડ આપ્યા હતાં. મંત્રીઓના સગા જ દલાલોની ભૂમિકા ભજવી રહ્યાં છે. સેટિંગ કરવા માટે જ તલાટીનું રિઝલ્ટ મોડુ આપવામાં આવે છે. ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ તલાટીની પરિક્ષા લેવાઇ ને, ૪ જુલાઇ, ૨૦૧૬ના રોજ આખીય ભરતી રદ કરી દેવાઇ હતી. દોઢ વર્ષ સુધી રિઝલ્ટ ન આપવા પાછળનું કારણ હજુ સુધી સમજાતુ નથી. ચૂંટણી ફંડના નામે ભાજપ સરકાર જ ભરતી વખતે નાણાં ઉઘરાવે છે.
આપનો આરોપ કૌભાંડ 10 હજાર કરોડનું
ગુજરાતમાં અંદાજિત 10,000 કરોડના તલાટી ભરતી કૌભાંડમાં ન્યાયી અને નિષ્પક્ષ તપાસ SIT દ્વારા કરવા માટે આમઆદમી પક્ષે તે સમયે માંગણી કરી હતી. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિહં ચૂડાસમાએ પદત્યાગ કરવો જોઈએ, તેમ કહીને તેમના રાજીનામાની માંગણી કરી હતી. આનંદીબેનના રાજમાં રૂ.100 કરોડ ઉઘરાવીને મળતિયાઓને તલાટીની નોકરીઓ આપવાની હતી.
હાર્દિક પટેલનો આરોપ
સામાજીક નેતા હાર્દિક પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે, હાર્દિક પટેલે તલાટી ભરતી માટે 2014માં પરીક્ષા આપી હતી. હાર્દિકના જણાવ્યા પ્રમાણે તલાટી પરીક્ષા વખતે કલ્યાણસિંહ ચંપાવતે હાર્દિક પટેલ પાસે પૈસા માંગ્યા હતા. ચંપાવત એન્ડ કંપનીએ હાર્દિક પટેલ પાસેથી કુલ રૂ.40 લાખની માંગણી કરી હતી. હાર્દિક સહિત તેની બહેન અને અન્ય એક મિત્રને પાસ કરવા 13 – 13 લાખ રૂપિયાની માંગ થઈ હતી. હાર્દિકને પેપરમાં ANS B સાઇડ લખવા કહેવામાં આવ્યું હતું.