ભાજપ સરકાર બેરોજગાર યુવાનોનો રાજકીય ઉપયોગ કરે છે.: પરેશ ધાણાની

ચર્ચાસ્પદ પેપરલીક મામલે રાજકીય સકરૂપ ધારણ કર્યું છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના વિપક્ષી નેતા પરેશ ધણાની એ સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ અને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના રાજીનામાં ની માંગ કરી હતી. પત્રકાર પરિષદમાં આ અંગે માહિતી આપતાં પરેશ ધણાની એ જણાવ્યું હતું કે
ભાજપ ના શાસન માં ચૂંટણી ઓ નજીક આવે ત્યારે યુવાનો ને નોકરી આપવા માત્ર તાયફાઓ થાય છે.
ભૂતકાળ માં 23 લાખ થી વધું લોકો નોકરી માટે લાઈન માં ઉભા રહ્યા હતા.
મામલતદાર માટે 4 લાખ થી વધુ લોકો એ અરજી કરી હતી
સ્ટાફ નર્સ માટે 1 લાખ થી વધુ અરજી ઓ આવી હતી
અને છેલ્લે 9 લાખ જેટલા બેરોજગારો એ લોકરક્ષક માટે ફોર્મ ભર્યા હતા.
એટલું જ નહીં દરેક ઉમેદવારો ને બીજા જિલ્લામાં મજબૂરી વશ જવું પડ્યું હતું
રાજ્ય માં 2005 થી gpsc કે upsc ની પરીક્ષા માં રાજ્યની ભાજપ સરકાર ની તમામ મોરચે નિષ્ફળ તા ના લીધે બેરોજગારી નો દર વધી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ગુજરાત ના બેરોજગાર યુવાનો નો લાભ લઇ ભાજપ સરકાર યુવાનો ને નિરાશા ના ખપ્પર માં ધકેલવાનું કામ કર્યું છે
આ તબકકે પરેશ ધાનાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં બેરોજગાર યુવાનો નો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવે છે
ત્યારે વર્તમાન ભાજપ ની સરકારે મોટા માથા ઓ ના ઈશારે લાખો લોકો ના ઉઘરાણા કરી લોકો ના ભાવિ સાથે ચેડાં કરવા નું હવે ખુલ્લું પડ્યું હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો
પેપર લીક કૌભાંડ અંગે આકરી પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ દરમિયાન પરિણામો જાહેર થાય તે પહેલાં આચાર સહિતા લાગુ પડ્યા પછી લોકો ને લાલચ આપી. ચૂંટણી પુરી થાય પછી કાયદકીય ગુંચ ઉભી કરી ભરતી મોકૂફ રખાવવાની રીત અપનાવતી ભાજપ હવે ખુલ્લી પડી ગઈ છે
ત્યારે આ પરીક્ષા ના પેપર ક્યાં છપાવવા, કોને રૂપિયા ચૂકવવા…બધું છૂપું રાખવામાં આવે છે તેમ જણાવી હતું
સરકાર અને સંગઠન પર આક્ષેપ કરતા વિપક્ષી નેતાએ સ્પષ્ટતા કરી હતી કે કમલમ અને સ્વર્ણિમ સંકુલમાં માં બેઠેલા લોકો ના ઈશારે આ કૌભાંડ થઈ રહ્યું છે
પરિણામે ભાજપ ના પાપ નો ભંડો ફૂટતા પરીક્ષા મોકૂફ કરવાની ફરજ પડી છે
એટલું જ નહીં જે ગૃહવિભાગ મુખ્યમંત્રી સંભાળે છે એમના વિભાગ માં આ કૌભાંડ બન્યું છે
પરીક્ષા માં પાસ થવા માટે મજબૂરી વશ યુવાનો પાસે થી પૈસા ખંખેરવાનું કામ ભાજપના જ લોકો કરી રહયા હોવાનો આક્ષેપ કર્યો છે વધુ પ્રહારો કરતાં તેમણે જણાવ્યું હતું કે
રાજ્યના બેરોજગાર 9 લાખ વિદ્યાર્થીઓ નો સીધો વિશ્વાસ ભાજપ સરકારે ગુમાવ્યો છે
ભવિષ્ય માં આવા બનાવો બનતા રોકવા ઉચ્ચ ન્યાયપાલિક ના નેતૃત્વ નીચે આ સમગ્ર ઘટના ની તપાસ થાય અને મુખ્યમંત્રી રાજીનામું આપે તેવી માંગ તેમણે કરી હત
સાથે સાથે તેમણે એવી માંગ કરી હતી કે તપાસ દરમિયાન આ ઘટનાક્રમમાં મોટા મગરમચો પર કાયદા નો સ્કજો કસવામાં આવે તે વી માગણી કરી હતી
કોંગ્રેસના ધારાસભ્ય સુરેશભાઈ પટેલના મકાનમાં ચાલી રહેલી હોસ્ટેલ અંગે પરેશ ધાનાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ અંગે અમે કોંગ્રેસ ના ધારાસભ્ય પૂછતા તેમણે પક્ષ સમક્ષ સ્પષ્ટતા કરી છે..કે હોસ્ટેલ ચલાવવા કાયદેસર નિયમ અનુસાર પોતાની મિલકત ભાડે આપી હતી એટલે તેમની સંડોવણીનો કોઈ અવકાશ રહેતો જ નથી
પરંતુ સમગ્ર કૌભાંડ ભાજપ સરકાર અને સંગઠનના ના વડા ઓની દોરવણી નીચે સીધી સાંઠ ગાંઠ થી લોકો ના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા છે.એટલું જ નહિ મુખ્ય સૂત્રધાર એવા લોકો ને જેલ ના સળિયા પાછળ ધકેલવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. આ તબક્કે તેમણે કેટલાક પ્રશ્નો કર્યા હતા કે લોકરક્ષક ની પરીક્ષાના
પેપર કોણે છપાવ્યા હતા,??
કોણે ફોડ્યા છે??
કોણે વેચાવરાવ્યાં??
કોણે આ ઘટના ને અંજામ આપ્યો??
વગેરે પ્રશ્નો ઉભા છે. ત્યારે
સરકાર માં બેઠેલા લોકો એ લાખો યુવાનો ના ખિસ્સા ખાખેરવાના સડયત્ર સ્વર્ણિમ સકુંલ માં બેઠેલા લોકો જવાબદાર હોય તેવું લાગી રહ્યું હોવાનો આક્ષેપ વ્યક્ત કર્યો હતો
આ તબક્કે તેમણે એવી ચીમકી ઉચ્ચારી હતી કે ભાજપ સરકાર
જો જવાબદાર લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી નહીં કરે અને મુખ્યમંત્રી રાજીનામુ નહીં આપે તો જસદણ થી લાઇ આવનારી તમામ ચૂંટણી માં યુવાનો નો આક્રોશ ભગવવો પડશે અને આ માટે nsui અને યુથ કોંગ્રેસ આંદોલન કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી હાર્દિક પટેલની મુલાકાત અંગે સ્પષ્ટતા કરતા વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ અને તેની ટીમ આવતીકાલે મારા નિવાસ્થાને ચર્ચા કરવા માટે આવી રહી છે ત્યારે આવતા દિવસોમાં કોંગ્રેસ દ્વારા જે નીતિ નો સ્વીકાર કરવામાં આવ્યો છે તેવા મુદ્દે વિચાર-વિમર્શ કરીશું અગાઉ પણ વિધાનસભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા સુધારા સાથેનું નવું બિલ ગૃહમાં રજૂ કર્યું હતું પરંતુ ભાજપ સરકારે બહુમતીના જોરે અમે મુકેલા બિલ નો અસ્વીકાર કર્યો હતો અને એ બિલ આજે પણ પર હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું