બિન ગુજરાતીને રાજ્ય સભાની ટિકિટ ન આપવા કોંગ્રેસ સામે આંદોલન કરનારા ભાજપે સતત ગુજરાત બહારના વ્યક્તિઓને ટિકિટ આપી છે. ભાજપ જ્યારે વિરોધ પક્ષમાં હતો ત્યારે કોંગ્રેસ દ્વારા ઘણી વખત રાજ્યસભાના સભ્ય માટે ગુજરાતમાંથી બહારના ઉમેદવારને ઊભા રાખતો હતો. ત્યારે અશોક ભટ્ટ અને કેશુભાઈ પટેલે ઉગ્ર વિરોધ કર્યો હતો કે ગુજરાતની રાજ્યસભાની બેઠક પર ગુજરાત બહારના કોઈ પણ વ્યક્તિને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવી ન જોઈએ. તે માટે જાહેરમાં વિરોધ પ્રદર્શન ભાજપના નેતાઓએ કર્યા હતા. તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પણ અમદાવાદ ભાજપમાં હતા.
ભાજપ પાસે ગુજરાતમાં સત્તા આવતાં હવે ભાજપના સિદ્ધાંતો બદલાઈ ગયા છે. ગુજરાતના હિત ભાજપના નેતાઓ ભૂલી ગયા છે. અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની જેવા ગુજરાત બહારના નેતાઓને ગુજરાતના ભોગે ટિકિટ આપવામાં આવી રહી છે. જેમાં છેલ્લાં એસ. જયશંકર છે. જેમને ગુજરાત સાથે કંઈ લેવા દેવા નથી. છતાં તેઓને ગુજરાતના સાંસદ બનાવવાનો ભાજપે ગુજરાતીને ટિકિટ આપવાના બદલે બિન ગુજરાતીને ટિકિટ આપી છે.
ભાજપ જોડાયાને 24 કલાકમાં સાંસદ
એસ. જયશંકર 24 જૂનના રોજ ભાજપમાં જોડાયા હતા. કલાકોમાં જ તેમનું નામ ભાજપે ગુજરાતના રાજનેતા તરીકે જાહેર કરી દીધું છે. તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા ન હતા. એટલે તેમને ગુજરાતના ભોગે રાજ્યસભાની ટિકિટ આપીને સંસદમાં લાવવામાં આવી રહ્યાં છે. જયશંકર ચૂંટણાયેલા વ્યક્તિ ન હોવાથી તેમણે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ વાત દિલ્હીમાં પહેલેથી જ નક્કી હતી. પણ તે અંગે ગુજરાતની જનતાને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. દિલ્હીથી જ્યારે તેમનું નામ જાહેર કરાયું ત્યારે ગુજરાતના લોકો ચોંકી ઉઠ્યા હતા કે, ગુજરાતમાં કોઈ એસ. જયશંકર નથી. થોડા કલાકોમાં તો એસ. જયશંકરનું અમદાવાદ હવાઈ મથક પર ભાજપના નેતાઓએ સ્વાગત પણ કર્યું હતું.
કોણ છે જયશંકર ?
30 મે 2019 ના રોજ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. અગાઉની ભાજપ સરકારમાં 2015માં વિદેશ સચિવ બનવામાં આવ્યા હતા.
જેએનયુના વિદ્યાર્થી
જન્મ દિલ્હીમાં 9 જાન્યુઆરી 1955માં થયો હતો. પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું છે. ડો એસ જયશંકરે JNU માં PhD કર્યું છે. જયશંકરે દિલ્હીની સૅન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી રાજનીતિ વિજ્ઞાનમાં એમ.ફીલકર્યું છે.
IFS અધિકારી
વિદેશસેવાના 1977ની બેચમાં IFS અધિકારી તરીકે શરૂઆત કરી હતી. 1985 થી 1988 ભારતીય એલચી કચેરીમાં સેક્રેટરી તરીકે વોશિંગટનમાં કામ કર્યું હતું. 1988-1990 માં શ્રીલંકામાં ભારતીય શાંતિ સેનાના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું હતું. 1990-1993માં બુડાપેસ્ટ માં કામ કર્યું હતું. 1996-2000માં જાપાનની ટોક્યો ખાતેની ભારતીય એલચી કચેરીમાં હતા. 2007-2009માં સિંગાપોરમાં ભારતના હાઈકમિશ્નર તરીકે સેવા આપી
પરમાણુ કૂટનીતિમાં વિશેષજ્ઞ છે. ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ કરાર માટે કામ કર્યું હતું.
વિદેશ મંત્રાલયમાં અન્ડર સેક્રેટરી રહ્યા હતા. અમેરિકામાં ભારતના સચિવ હતા. શ્રીલંકામાં ભારતીય સેનાના રાજનીતિજ્ઞ સલાહકાર હતા.
રાજદૂત
આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જયશંકર રાજદૂતના રૂપમાં રહ્યા છે. કોંગ્રેસની સરકારે તેમની પહેલી નિમણૂક રશિયા ખાતે ભારતીય દૂતાવાસમાં કરી હતી. ચીન, ટોક્યો અને ચેક રિપબ્લિકમાં ભારતના રાજદૂત હતા. ચીને ડોકલામ પર કબજો જમાવ્યો છે, તેમાં હલ કરવામાં ભૂમિકા હતી.
વિદેશ પ્રધાન
વર્તમાન ભાજપ સરકારમાં એસ. જયશંકરને વિદેશ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એસ. મોદી સરકારની પ્રથમ ટર્મમાં વિદેશ નીતિને આકાર આપવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.
તેઓ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માના સમાચાર સચિવ પણ રહી ચૂક્યા છે.