ભારતે 10 વર્ષમાં સૌથી વધુ 122 સદી ફટકારી

દુનિયામાં ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન દિન પ્રતિદિન વધ્યું છે. હવે એક નવો વિશ્વ વિક્રમ ભારતે કર્યો છે. 10 વર્ષમાં ભારતીય બલ્લેબાજોએ 122 સદી ફટકારી છે. બીજા ક્રમે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ 92 સદી ફટકારી છે.

2010 થી 2019 ની વચ્ચે ભારતીય ટીમે વિશ્વ વિજેતાનો ખિતાબ કબજે કર્યો હતો. આ પહેલા એક દાયકામાં કોઈ પણ ટીમે 100 કે તેથી વધુ વનડે સદી કરી નથી. ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 43 સદી ફટકારી છે.

1990 ના દાયકામાં ભારતીય ટીમે 64 વનડે સદી ફટકારી હતી. બીજો નંબર તે પાડોશી દેશ પાકિસ્તાને 54 સદી કરી હતી.

2000 ના દાયકામાં ભારતીય બેટ્સમેનોએ 88 વનડે સદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા 82 સદી સાથે બીજા નંબરે રહ્યું હતું.