ભારત – પાકિસ્તાનની ક્રિકેટ મેચમાં ગુજરાતમાં રૂ1200 કરોડનો સટ્ટો રમાયો

વલ્ડ કપમાં ભારત – પાકિસ્તાન વચ્ચે પ્રથમ ક્રિકેટ મેચ 16 જૂનના રોજ રમવાની છે. જેના પર કરોડો નો ક્રિકેટ સટ્ટો રમાઈ રહ્યો છે. સટ્ટા બજારના બુકીઓ ક્રિકેટની મેગા ઇવેન્ટમાં ભારત પાકિસ્તાનની મેચ ઉપર ત્રણ હાજર કરોડ નો સટ્ટો રમાવવાની શક્યતાઓ બતાવી રહ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં અંદાજે રૂ.1200 કરોડનો સટ્ટો રમાયો છે. સટ્ટા બજારમાં ભારત હોટ ફેવરિટ છે. ભારત – પાકિસ્તાન ની મેચ ઉપર રામસે કરોડોનો સટ્ટો રમાય છે.
2019 ના વલ્ડ કપમાં ઇન્ડિયાની ટિમ જીતશે તેવી સંભાવનાઓ છે. તેમજ ઇન્ડિયા ની ટિમ મજબૂત દેખાઈ રહી છે. ઇન્ડિયાની ટીમના તમામ ખેલાડીઓ સારા ફોર્મમાં પોતાનું પર્ફોમન્સઆપી રહ્યા છે. ક્રિકેટ નિષ્ણાતના જણાવ્યા અનુસાર  આ ઇન્ડિયાની ટિમ વિશ્વની કોઈ પણ ટિમ સામે સારો સ્કોર મૂકી શકે તેમ છે.
ભારત – પાકિસ્તાનની ક્રિકેટ મેચમાં જે ટિમ બેટિંગ કરશે તે ટિમને ફાયદો રહેશે પ્રથમ બેટિંગ કઈ ટિમ કરશે તેની ઉપર પણ સટ્ટો રમાશે। પાકિસ્તાન ની જીતનો ભાવ હાલ 2.35 રૂપિયા બોલાઈ રહ્યો છે. વલ્ડ કપમા ભારત ભારત – પાકિસ્તાની ક્રિકેટ મેચ માં વરસાદ પડશે કે નહિ તેના ઉપર પણ સટ્ટો રમાઈ રહ્યો છે.
સટ્ટાબજારમાં ટીમ ના જીતના ભાવ
ઇંગ્લેન્ડ – 2.35 રૂપિયા
ભારત – 2.60 રૂપિયા
ઑસ્ટ્રેલિયા – 3.70 રૂપિયા
ન્યુ ઝિલેન્ડ – 9.50 રૂપિયા
વેસ્ટ ઈન્ડિઝ – 13.50 રૂપિયા
પાકિસ્તાન – 25 રૂ
દક્ષિણ આફ્રિકા – 70 રૂ
શ્રીલંકા – 80 રૂ