ભાવનગરમાં બાળમજૂરો વધી ગયા

ભાવનગર શહેર જિલ્લામાં બાળમજુરી નાબુદ કરવા કાયદાને મંજુરી તો અપાઇ છે પરંતુ જે અધિકારીઓને કાયદાના પાલન માટે નિમાયા છે. તેના દ્વારા નથી સર્વે થતો કે નથી તપાસ થતી. જેના પગલે બંધારણીય અધિકારોનું હનન થઇ રહ્યુ છે.

ભાવનગર શહેર સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ચાઇલ્ડ એબોલીશન એક્ટ 1986નો અમલ બાબતે છેલ્લા ઘણા વર્ષોથી સર્વે કરવામાં આવેલ નથી કે ચેકીંગ કરવામાં આવેલ નથી. જેના કારણે ભાવનગર શહેરમાં અનેક ખાનગી પેઢી, મંડળી, સંસ્થા તથા ખાનગી ઓફિસો, દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ સહિત અનેક પ્રાઇવેટ ઓફિસોમાં અને આ દરેક સ્થળે સગીર વયની ઉંમરની વ્યક્તિઓ પાસે 12 કલાકથી વધુ કામગીરી લઇ તેનું શોષણ કરવામાં આવે અને આ દરેક નાગરીકોના માસિક વેતન પણ ઓછી માત્રામાં ચુકવી તેમની પાસેથી વધુ પડતુ લેબરવર્ક કરવામાં આવે છે અને આ દરેક સગીર વ્યક્તિના ભાવિ વિકાસનું અનસે બંધારણીય અધિકારોનું હનન કરવામાં આવતુ હોય છે.

ઉપરોક્ત દર્શાવેલ તમામ ખાનગી સંસ્થાઓમાં કામ કરતી વ્યક્તિઓનું સર્વે કરવા બાબતે આપના નિયંત્રણ હેઠળ આવતા સંબંધિત લેબર ઓફિસરોને આ પ્રકારનું સર્વે કરવા-કરાવવા બાબતે યોગ્ય તે તપાસ કરવા માનસર અરજ કરાઇ છે. જોકે એક તબક્કે આ કાયદાના અમલ બાદ હજુ સુધી કોઇ નિર્ણાયક કે દાખલારૂપ કામગીરીનો સદંતર અભાવ વર્તાઇ રહ્યો છે. મોટી કંપનીઓમાં ઇન્સપેક્શન ગોઠવાય છે અને વિઝીટ પણ થાય છે પરંતુ ખાધુ પીધુ ને રાજ કર્યુ જેવ ઘાટ જોવા મળે છે.