ભાવ નીચે જતાં લસણ નાખી ખાલી ડેમ પુરી નવતર વિરોધ કાર્યક્રમ કર્યો

આજી અને તેના જેવા બીજા બે ત્રણ ડેમો મોટા મોટા તાયફાઓ કરી, સરકાર પોતાની વાહવાહી કરવા માટે ભર ચોમાસે ભરે છે અને અત્યારે જ્યારે ખેડૂતોને જરૂર છે ત્યારે સરકાર જાણે મોઢું ફેરવી ગઈ હોય તેવું ગુજરાતનો એક એક ખેડુત અનુભવી રહ્યા છે, અત્યારે વાવણીના વરસાદ પછી કુદરત રુઠેલો છે, વરસાદ પડ્યો નથી ત્યારે ખેડૂતને ખરેખર પાણીની જરૂર છે, અત્યારે ડેમ તળિયા જાટક છે, ખરેખર ડેમ ભરવાની જરૂર અત્યારે છે પણ સરકાર ડેમ ભરવા તૈયાર નથી ખેડુતોએ આંદોલન કરવું પડે છે આંદોલન કરવા છતાં નીમ્ભર સરકારનું પેટનું પાણીયે હલતું નથી. અત્યારે મોરબી જિલ્લાના 20 ગામોના ખેડુતોના ઉભા પાક સુકાય છે ત્યારે ડેમી 2 અને 3 ડેમમાં નર્મદાના નીર ઠાલવી ડેમ ભરવાની માંગ સાથે 6 દિવસથી સતત નવા નવા કાર્યક્રમો કરી ડેમમાં પાણી ભરવાની માંગ સાથે ઉપવાસ આંદોલન કરી રહયા છે
ઉપવાસના પહેલા દિવસે ઉપવાસમાં બેઠા બાદ બીજા દિવસે સરકારને સદબુદ્ધિ માટે હવન કર્યો હતો ત્રીજા દિવસે ડેમના તળિયામાં ગામના વૃધો ક્રિકેટ રમી નવતર વિરોધ કર્યો હતો ચોથા દિવસે ડેમમાં ખાડા ખોદી પાણી કાઢવાનો પ્રયાસ કર્યો હતો પાંચમા દિવસે ડેમ સાઇટ પર આવેલ મહાદેવના મંદિરે ભગવાનને આવેદનપત્ર આપ્યું હતું
સતત પાંચ દિવસે અલગ અલગ કાર્યક્રમો આપી સરકારને ઢંઢોળવા છતાં સરકારને કોઈ અસર થતી નહોય આજે છઠા દિવસે ખેડુતોએ ડેમ બુરવાનો કાર્યક્રમ રાખ્યો હતો કારણ કે જ્યારે આ ડેમ બન્યો ત્યારે સંપાદન થયેલ જમીન માલિકોને વળતર આજ દિવસ સુધી મળ્યું નથી અને અત્યારે ડેમ ખાલી હોવા છતાં સરકાર એમાં નર્મદાના નીર પણ ઠાલવતી ન હોય ખેડૂતો માટે ડેમ ખાલી શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે ત્યારે આજે ખેડુતોએ માટીની સાથે સાથે પાવલે કિલો વેચાતા લસણને પણ માટી સાથે નાખી ડેમ બુરવાનો નવતર વિરોધ કાર્યક્રમ કર્યો જ હતો અત્યારે ખેડુત લસણ 111 કિલો વહેંચે ત્યારે 1 લીટર પેટ્રોલ આવે છે તો ખેડૂતોને બમણી આવકના બણગા ફૂંકનાર સરકારની આંખ ખોલવા માટીની સાથે લસણ પણ ડેમમાં નાખી ડેમ પૂરવાનો નવતર વિરોધ કાર્યક્રમ કર્યો હતો અને આવનારા ભવિષ્યમાં જો સરકાર નહીં સમજે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ખેડુત આગેવાનોએ ઉચ્ચારી છે