ભૂતિયા મતદાન મથક ભૂતિયું થઈ ગયું, ગામ ખાલી

અરવલ્લી જિલ્લાના મેઘરજના રામગઢી ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભૂતિયા વિસ્તાર હિંસક બન્યો હતો. મતદાન મથક પર ઘર્ષણ થયું હતું. ભૂતિયા બુથ પર ચૂંટણીની અદાવતમાં પથ્થરમારો કરનાર ટોળા સામે ફરિયાદ કરાઇ હતી. પથ્થરમારામાં સરકારી વાહનો સહિત ખાનગી વાહનોને નુકશાન થયુ. મતદાન મથકને ટાર્ગેટ કરતા ફસાયેલા 30થી વધુ ચૂંટણી કર્મચારીઓ અને મતદારોને પોલીસે મુક્ત કર્યા હતા. પોલીસે ધરપકડ શરૂ કરતાં આખું ગામ ખાલી થઈ ગયું હતું.

200ના ટોળા સામે મેઘરજ પોલીસે ફરિયાદ નોંધી હતી. પોલીસે કોમ્બિગ હાથ ધરી 35 લોકોની અટકાયત કરી છે. મતદાન મથક અને ચૂંટણીના કર્મચારીઓને બાનમાં લીધા હતા. સ્ટાફને મતદાન મથકમાં પૂરી દઈને પત્થરમારો કર્યો હતો. પોલીસ પર પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા. તેથી પોલીસ ઘાયલ થયા હતા. પોલીસની ગાડી સાથે 4 વાહનોમાં તોડફોડ કરી હતી. ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હોવાથી ગામમાં અરવલ્લી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.

અરવલ્લીના 21 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. શાંતિ પૂર્વક મતદાન થઈ ગયા બાદ રાતના 8 વાગ્યે ટોળું ધસી આવ્યું હતું અને હુમલો કર્યો હતો. પાંચ વાગ્યા બાદ પણ મતદારોની કતાર લાગી હતી. તેથી 181 મતદારોને પ્રિસાઈડીંગ અધિકારીએ ટોકન આફીને તેમને પાંચ વાગ્યા પછી મતદાન કરવા દીધું હતું.

રામગઢી ગ્રામ પંચાયતમાં સરપંચની બેઠક માટે 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ હતો. સવારે મતદાન શરૂ થયું ત્યારથી જ ભૂતિયા મતદાન મથક પર તનાવ ભરી સ્થિતી પેદા થઈ હતી. રાત પડતાં જ મતદાન મથક પર હુમલો કર્યો હતો.