ભાજપના ધરમપૂરના ધારાસભ્ય અરવિંદ પટેલ તથા ભાજપ આદિવાસી મોરચાના મહામંત્રી ગણેશ બીરારીએ ધરમપુરની ધોરણ 6 થી 10 સુધીના શાળાના ૩૦૦ જેટલા બાળકોને આપવામાં આવતા ભોજનમાં કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ કરી હતી. શાળામાં મહેસાણાની ભવાની ટ્રેડિંગ કંપનીને ભોજન આપવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ભોજનમાં ગોલમાલ ચાલતી હોવાની ફરિયાદ પણ આરોપીઓને ભાજપના હોદ્દેદારોએ કરી હતી. બાળકોને જે ભોજન આપવામાં આવતું હતું તે એકદમ હલકી કક્ષાનું અને ભેળસેળ કરેલું હતું. સંપૂર્ણ વિગતો સાથે ભાજપના ધારાસભ્ય અને ભાજપના હોદ્દેદારે વિરોધ કર્યો હતો. ધારાસભ્ય એવી પણ ફરિયાદ કરી હતી કે 2016માં ઈડરની આદર્શ નિવાસી શાળામાં ગેરરીતિ આચરવા બદલ આ એજન્સીનું ટેન્ડર રદ કરી દેવાયું હતું. તેમ છતાં ફરીથી આ એજન્સીને 2017માં ધરમપુરની શાળામાં ટેન્ડર આપવામાં આવ્યા હતા. બાળકો શાળાએ આવતા થાય એટલા માટે મધ્યાન ભોજન યોજના ચાલુ કરવામાં આવી હતી. જેમાં આ નાસ્તો આપવામાં આવતો હતો. પરંતુ અને અધિકારીઓને ભ્રષ્ટ તંત્રના કારણે બાળકોને હલકી કક્ષાનો ભોજન પીરસવામાં આવતું રહ્યું છે. ફરિયાદ પછી એજન્સીને નોટિસ આપવામાં આવી હતી. ગાંધીનગર ખાતે પ્રધાનોને પણ આ એજન્સી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં ભરવા માટે માગણી કરી હતી. આદિવાસી બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જેને બે મહિનાના સમય થઈ ગયાં હોવા છતાં પણ આજ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે પણ એ જ પરિસ્થિતિ એ શાળાઓમાં છે. સરકારે નક્કી કરેલા મેનુ પ્રમાણે ભોજન આપવામાં આવતું નથી. પૌષ્ટિક આહારના બદલે હલકી ગુણવત્તાનો માલ આવે છે. એજન્સી ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની એકદમ નજીકથી અને ભાજપના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલે આ એજન્સી સામે અવાજ ઉઠાવ્યો છે. ભ્રષ્ટાચારની જાણકારી હોવા છતાં રૂપાણી સરકાર કઈ રીતે ચાલી રહી છે તેનો આ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પોતાના જ ધારાસભ્યએ ભારષ્ટાચારની ફરિયાદ કરી હતી. જેમાં આ જ સુધી કોઈ પગલાં ભરાયા ન હતા.