ભ્રષ્ટાચારી સામે પગલાં ભરો, નહીંતર હું આત્મહત્યા કરીશ

સરહદ પર ભ્રષ્ટાચાર – દિલીપ પટેલ

રાજ્યમાં ચારેબાજુ ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. અધિકારીઓ અને રાજકારણીઓ પ્રજા પાસેથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. જેના વિરોધમાં અનેક સ્થળે ધરણા, દેખાવો, ઉપવાસ અને સળગી મરવાની ચીમકી લોકો આપી રહ્યાં છે. પાકિસ્તાન સરહદ નજીકના જિલ્લામાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. ભાજપના મંત્રી શંકર ચૌધરીના જિલ્લા બનાસકાંઠામાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મશાજી નથુજી ઠાકોરે ભ્રષ્ટાચાર સામે જંગ છેડી દીધો છે. માંડલા ગામમાં સરપંચ દ્વારા થયેલા ભ્રષ્ટાચારની તપાસની માંગ તેઓ લાંબો સમયથી કરી રહ્યાં હોવા છતાં તેમની વાત કોઈ માનતું ન હતું. તેથી તેઓ અમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે. છે.

મુખ્ય પ્રધાને મોં છુપાવી લીધું

પોતાના ગામ માંડલામાં સરપંચ દ્વારા રોડ, શૌચાલય સહિતના કામોમાં ગેરરીતિઓની તપાસની માંગ કરી હતી.  મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સમક્ષ તેમણે પુરાવા સાથે કહ્યું કે તમારી સરકારમાં આ ભ્રષ્ટાચાર થયો છે. પગલાં લો. પણ વિજય રૂપાણીએ હંમેશની જેમ કચ્છના રણના કાદવમાં મોં છુપાવી દીધું હતું અને તપાસ પણ કરી ન હતી. ભાજપ સરકારે કોઈ પગલાં ન ભરતાં મશાજીએ આમરણાંત ઉપવાસ આંદોલન આદર્યું છે.

ઝેર તો પીધા જાણી જાણી

જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ મશાજી આસપાસના વિસ્તારમાં મશાલ રૂપ બની ગયા છે. તેમણે અગાઉ  ગૌચરના દબાણ થઈ જતાં તે દૂર ન કરાતાં ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે જિલ્લા કલેક્ટરથી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી આત્મ વિલોપનની ચિમકી આપી હોવા છતાં કાર્યવાહી નહી થતા હવે તેઓએ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનનું શરૂ કર્યું છે જેમને ચારેબાજુથી સમર્થન મળી રહ્યું છે.

શું છે ભ્રષ્ટાચાર

કાંકરેજ તાલુકાના માંડલા ગામના સરપંચ દ્વારા ગામમાં બનાવેલી દિવાલના બાંધકામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સરપંચ દ્વારા ગામના ઠાકોરવાસમાં કોઇ સીસીરોડ બનાવવામાં આવ્યો નથી. તેમ છતાં એસ.ઓ. સાથે સાંઠગાંઠ કરી ખોટા રોડના માપ આપી રૂપિયા સાત લાખ ઉપાડી લીધા છે. આવી જ રીતે તળાવની સુરક્ષા દિવાલના કામમાં પણ ગેરરીતીઓ આચરવામાં આવી છે. દિવાલના ચણતર માટે જમીનમાં ત્રણ ફૂટનું ખોદકામ થયું નથી. રોડા- કોક્રેટની કામગીરી પણ કરાઇ નથી. પ્લાસ્ટર એક જ બાજુ કરવામાં આવ્યું છે. આ કામમાં પણ આઠ લાખની ઉચાપત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સ્મશાન ભૂમિમાં દબાણ હોવા છતાં પંચોની ખોટી સહિઓ કરવામાં આવી છે. ગામમાં શૌચાલયોના કુવા ન બનાવી બાર લાખનો ભ્રષ્ટાચાર પણ કર્યો છે.

તો હું આપધાત કરીશ

અગાઉ ઝેર પીધું હતું, હવે તેઓ સ્પષ્ટ કહે છે કે જો નીંભર તંત્ર સરપંચ સામે કોઈ પગલાં નહીં ભરે તો તે આત્મહત્યા કરી લેશે. તંત્ર પણ જાણે છે કે ઠાકોર જે કહે છે તે કરે છે. આ અંગે જિલ્લા કલેકટર સહિત મુખ્યમંત્રીને રજૂઆતો કરી હોવા છતાં સરપંચ વિરૂધ્ધ કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે જો સરપંચ સામે કાર્યવાહી કરવામાં નહી આવે તો આપઘાત પણ કરી નાંખીશ એવું જેમણે જાહેર કરી દીધું છે.

ઉપરાંત બનાસકાંઠામાં બીજા પણ કેટલાંક ભ્રષ્ટાચારના કિસ્સા બહાર આવ્યા છે.

ભાજપના જ નેતાએ ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો

વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત ભારતીય જનતા પાર્ટીના હોવા છતાં તેમણે કરોડો રૂપિયાનાં કૌભાંડો ચાલતા હોવાનો પર્દાફાશ કર્યા બાદ જીવનું જોખમ હોવાનું જણાવીને ટીડીઓ બી.ડી.સોલંકી અચાનક રજા ઉપર ઉતરી ગયા હતા. જે અંગે khabarchhe.com દ્વારા પર્દાફાશ કરાયો હતો. જેની ગંભીર નોંધ ચીફ સેક્રેટરી લીધી છે. તેમણે આ બાબત શું છે એ તપાસ કરવા પંચાયત વિભાગના અગ્રસચિવને કહ્યું છે. અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને શૌચાલય પ્રધાનમંત્રીના અવાસ યોજના સહિતની સરકારી યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે.

મૂળ કારણ ભાજપના નેતાનો ભ્રષ્ટાચાર

કાનજીભાઈ રાજપૂતે ભારતીય જનતા પાર્ટીના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે તેને દૂર કરવાની માંગણી સાથે ઉપવાસ ઉપર ઉતરી ગયા હતા. તેમના જ પક્ષના કેટલાક સભ્યોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો તેમનો આરોપ હતો. કૌભાંડોની બે મહિના પહેલાં યાદી આપી હતી. 10 ગામમાં એલઈડી લાઈટ નાંખવા માટે કૌભાંડ થયું છે. સમગ્ર તાલુકામાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. 2017-18માં બનાવેલા મકાનો માત્ર કાગળ પર છે. સાચા લાભાર્થીઓને લાભ મળતો નથી. કાનજીભાઈ રાજપૂત કહે છે કે, હું પ્રમુખ હોવા છતાં ભ્રષ્ટાચારીઓ સામે લડી રહ્યો છું. ભલે મારી ખૂરશી જતી હોય પણ પ્રજાના નાણાં તો હું વેચફાવા નહીં દઉં. આ ભ્રષ્ટાચાર માટે અમારી ભાજપની સરકાર પોતે જવાબદાર છે. હું ભાજપમાં છું અને સ્પષ્ટ રીતે કહી દઉં છું. નેતાઓએ વાતો સારી કરવાની અને આ લોકો ભ્રષ્ટાચાર કરી જાય છે. જૂઓ આ ગુજરાતનું વિકાસ મોડેલ. ખુરશી પર ચીપકી રહેનારો હું નથી. અમે સત્તા માટેના માણસો નથી. ભાજપનો છું પણ હું તો લડીશ. ખુરશી લઈ લેવી હોય તો ભલે લઈ લે.

ભાજપે પણ ભ્રષ્ટાચાર કર્યો

બનાસકાંઠામાં અગઉ પણ માનવતાને કલંકિત કરતો રૂ.85 કરોડનો નર્મદા નિગમ સાથે મળી ભાજપાના નેતાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આરોપ આમ આદમી પક્ષના ગુજરાતના નેતા ભેમાભાઈ ચૌધરીએ મૂકીને હોનારતના નામે થયેલાં કરોડોના કૌભાંડની તપાસની માગણી કરી છે. જમીનની અંદર 10 ફુટ નર્મદાની પીવાના પાણીની પાઈપ લાઈન તણાઈ ગઈ અથવા ક્યાંક તુટી ગઈ હોવાનુ કારણ બતાવીને તેના સમારકામ માટે આ કૌભાંડ થયું છે. જેની તપાસ 16 નવેમ્બર 2018 સુધી થઈ નથી. આ રકમના 60% એજન્સીના ને 40% અધિકારીઓને મળ્યા છે. કુલ 2500 કામ થયા છે. તેમાંથી 500 કામ તો બનાસકાંઠા સર્કિટ હાઉસમાં એક ભાજપના મોટા ગજાના નેતાના કાર્યકરોની એજન્સીને આપી દેવામાં આવ્યા હતા. કોઈ પણ સ્થળે રીપેરીંગ કામ થયુ જ નથી. જમીનની અંદર 10 ફૂટ નીચે નર્મદાની પાઇપ કેવી રીતે ફ્લડમાં તણાય તે અધિકારીઓ સમજાવી શકતા નથી.

નર્મદા નહેરમાં ભ્રષ્ટાચાર

ઠાકોરે તો તેમના ગામની જ વાત કરી છે પણ બનાસકાંઠામાં 2017ના પૂરમાં નર્મદા મુખ્ય નહેરમાં વ્યાપક પ્રમાણમાં પડેલાં ભંગાણ કે ધોવાણથી સર્જાયેલી તબાહી માટે ભાજપ સરકાર સીધી જવાબદાર છે. નહેરમાં  હલકી ગુણવત્તા સાથે ભ્રષ્ટાચાર કરી ગુનાહીત બેદરકારી દાખવનાર તત્કાલીન મુખ્યમંત્રી, નર્મદા મંત્રી, નર્મદા નિગમ અને કોન્ટ્રાક્ટર સામે ન્યાયિક તપાસ કરાવવા માંગણી કોંગ્રેસના પ્રવક્તા હીંમાશુ પટેલે કરી હતી. નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડાં પડવા સાથે વ્યાપક પ્રમાણમાં થયેલાં ધોવાણથી અરેરાટીભરી તારાજી સર્જાઈ છે. સેંકડો માનવ મૃત્યું અને હજારો પશુધનનાં મોત સહિતની સર્જાયેલી તબાહી માટે ભાજપ સરકાર જ જવાબદાર હોવાનું જણાવતાં તેમણે પ્રશ્ન કર્યો છે કે, 32 કિલોમીટરનાં પટ્ટામાં અડધો ડઝન ઠેકાણે ગાબડાં પડવા સાથે પાંચ – દસ કિલોમીટર સુધી નર્મદા મુખ્ય કેનાલનું નામોનિશાન કેવી ગુણવત્તાનાં કારણે મટી ગયું… ? તળીયાં સાથે જમીનદોસ્ત થઈ ગયેલી અહીંની નર્મદા કેનાલમાં 300 કરતાં વધારે નાના-મોટાં ભંગાણો પડવા સાથે હજુ પાણીમાં ગરકાવ કેનાલોમાં નુકસાનની તો ગણતરી જ થઈ શકી નથી.

જમીન વિકાસ નિગમનું કૌભાંડ

બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી ગુજરાત રાજ્ય જમીન વિકાસ દ્વારા બનેલી ખેત તલાવડી કૌભાંડ બહાર આવતા 5 અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ હતી. દાંતાના થલવાડા ગામે 9 જેટલી બોગસ ખેત તલાવડી જણાઈ હતી. કોન્ટ્રાક્ટર હસમુખભાઈ મેવાડા, કોન્ટ્રકટર સોનાજી પરમાર, ક્ષેત્ર નિરીક્ષક ડાહ્યાભાઈ ચૌધરી, ક્ષેત્ર મદદનીશ રધુભાઈ દેસાઈ, મદદનીશ નિયામક ડી કે પરમાર સામે ભ્રષ્ટાચાર તેમજ IPC કલમોના આધારે ફરિયાદ દાખલ કરી છે.

શૌચાલયમાં ભ્રષ્ટાચાર

ગામમાં 20થી 25 શૌચાલય બનાવવામાં આવ્યાં છે, જેમા સિમેન્ટ માત્ર નામ પૂરતી વાપરવામાં આવી છે. હાથ ફેરવવામાં આવતા સિમેન્ટ ઉખડી જાય છે. ગામમાં શૌચાલય તો બનાવવામાં આવ્યાં છે. પરંતુ કેટલાક શૌચાલયના ખાળ કુવા જ બનાવવામાં આવ્યાં નથી. કેટલાકમાં ખાળ કુવા છે તો પાણીની ટાંકી નથી. જેથી લોકો શૌચ માટે ખુલી જગ્યામાં જઈ રહ્યાં છે. એક તરફ કોન્ટ્રાક્ટરો શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર કરીને ખીસા ભરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વાત કરવામાં આવે છે.

લાંચ લેતા પકડાયા

બનાસકાંઠા ચૂંટણી અધિકારી નાયબ કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતા વી.કે.ઉપાધ્યાયને એ.સી.બી.એ રૃ.દોઢ લાખની લાંચ લેતા પાલનપુર સર્કીટ હાઉસમાં પકડી પાડ્યા હતા. તેઓ ખનન કામગીરી સંદર્ભે દરોડા પાડી દંડકીય કાર્યવાહી માટે બે ડમ્પર ઝડપ્યા હતા. તેના માલિક પાસેથી રૂ.2 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં તે પકડાઈ ગયો હતો.

આગ સાથે દોડતી ઘાસચારાની ટ્રકો

ગુજરાતમાં 2018ના છ માસમાં ટેકાના ભાગે ખરીદાયેલી કરોડોની મગફળી શંકાસ્પદ આગમાં ખાખ થઈ હતી. તમામ આગની ઘટનાઓનો તાગ સ્પષ્ટ રીતે મળવા પામી શકયા જ નથી ત્યારે બીજી તરફ સરકારી ઘાસચારામાં પણ ભ્રષ્ટાચારની આગની ઘટનાઓ બનતી હોવાનું સામે આવ્યું હતું. બનાસકાંઠામાં સરકારી ઘાસચારો ગૌશાળામાં લઈ જવાતા હતો ત્યારે ત્રણ દીવસમાં ત્રણ ટ્રકોમાં આગ ઘટના બની હતી.

શંકર ચૌધરીના કૌભાંડો

આમ આદમી પક્ષના ભેમાભાઈ ચૌધરીએ ખુલ્લો પત્ર લખી ભાજપના મંત્રી અને પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીના કૌભાંડો જાહેર કર્યા હતા. તેમણે પત્રમાં કહ્યું હતું કે, શંકર ચૌધરીનું નૈતિક હિંમત નું અધ:પતન ન થયું હોય તો નીચેના કૌભાંડોનો જવાબ આપો.

1-ભારતીય જાનતા પાર્ટી ની રાધનપુરમાંથી ભાજપના તત્કાલીન મહામંત્રી નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી શંરસિંહ વાઘેલા સામે લડવા ટિકિટ અપાવી અને હારી ગયા ત્યારે રાધનપુર ખાતે મેમાભાઇની હોસ્ટેલમાં રૂ.2000ના પગારથી ગૃહપતિ હતા.

2 – પ્રથમ વાર રાધનપુર-સાંતલપુરના ધારાસભ્ય બન્યા ત્યારે ગાડી અને મકાન લોન પર લીધાં અને તેના હપ્તા ઓવરડ્યુ થઈ ગયા હતા. વડનગરમાં ભાઈઓ સાથે 25 વીઘા બાપીકી જમીન હતી.

3 – ધારાસભ્ય બન્યા પછી ધાક-ધમકીઓ, મારા-મારી કરતા શીખ્યા અને લોકો પાસેથી છેતરપીંડી કરી પૈસા ભેગા કરતા થયા હતા.

4 – લુચ્ચાઈ અને કપટ કરી બનાસ ડીસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકના સારા વ્યક્તિને ખોટી રીતે ગેરલાયક ઠેરવી ચેરમેન બન્યા.

બેન્કમાંથી ભ્રષ્ટાચાર કરી કરોડોની મિલકત વસાવવાનું શરૂ કર્યું હતું.

5 – બનાસબેંક ના ચેરમેન બન્યા પછી તમારી પાપની કમાઈ, ભ્રષ્ટાચાર ના પૈસા, વૈધનાથ કમિટી દ્વારા બનાસકાંઠા જીલ્લામાં આવેલા પૈસા, દેવા નાબુદી દ્વારા બનાસબેંકમાં આવેલા પૈસા, ખોટી લોનો ના નાણા , બનાસબેંકની હાથ ઉપરની શીલક ના નાણા આ કરોડો રૂપિયા ભેગા કરી મિલકતો વસાવી છે.

6 – રાધનપુર તાલુકામાં 500 વીઘા જમીન તેમના અને તેમના સગા-સબંધીઓના નામે છે.

7 – સાંતલપુર તાલુકામાં 425 વીઘા જમીન તેમના અને તેમના સગા-સબંધીઓના નામે છે.

8 – ચારણકા તા.-સાંતલપુરમાં સોલાર માટે આપેલી જમીન.

9 – શરદ સોલ્ટ પાસેથી ધાક-ધમકી ના રૂપમાં મેળવેલા નાણા તથા જમીન.

10 – રાધનપુર શહેરમાં તેમના ભાઈ, ભત્રીજા અને ભાણેજના નામે રૂ.150 કરોડ કરતા વધારેની જમીન.

11 – ભાભર તાલુકામાં હરી આચાર્ય, વિનોદ ગોક્લાણી, ડો.દેવજી ચૌધરીની ભાગીદારીમાં રૂ.100 કરોડ કરતા વધારે ના શોપિંગ સેન્ટરો.

12 – ડો. દેવજી ચૌધરી સાથે ભાગીદારીમાં રાધનપુરમાં મલ્ટીપ્લેક્ષ હોસ્પિટલ.

13 – પાટણ-ચાણસ્મા-હારીજ-ગાંધીધામ-સામખીયાનીમાં રૂ.100 કરોડની જમીન.

14 – વાવ-ભાભર-દિયોદર-સુઈગામ-કાંકરેજમાં ખેતીની જમીન તથા શોપિંગ સેન્ટર.

15 – દિયોદર, ભાભર, ઢીમા, લાખણી, દાંતીવાડા, નેનાવામાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રાઇવેટ માર્કેટયાર્ડ બનાવી તેમાં ભાગીદારનો હિસ્સો 50% છે.

16 – મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, ડીસા, પાલનપુર માં કરોડો રૂપિયાની જમીનો ખરીદી, વેચાણ તથા મલ્ટીપ્લેક્ષ શોપિંગ સેન્ટર બનાવ્યા હતા.

17 – વડગામ માર્કેટયાર્ડ, ભાભર માર્કેટયાર્ડ, પાંથાવાડા માર્કેટયાર્ડ, ધાનેરા માર્કેટયાર્ડ, ડીસા માર્કેટયાર્ડ, રાધનપુર માર્કેટયાર્ડ માંથી દર મહીને બેનામી આવક.

18 ડો.દેવજીભાઈ, માવજીભાઈ દેસાઈ(ડીસા), હરીભાઈ આચાર્ય (ભાભર), વિનોદભાઈ ગોક્લાણી(રાધનપુર), પ્રવીણ મહાલક્ષ્મી(રાધનપુર), અશોક ચૌધરી(મહેસાણા), વિપુલ ચૌધરી (મહેસાણા), ફલજી ચૌધરી(મગરવાડા), લાલજીભાઈ ચૌધરી(ભાભર), અણદાભાઈ પટેલ (કાંકરેજ) આ બધા તેમના તમારા ભાગીદાર છે.

19 – કોંગ્રસના આગેવાન અર્જુન મોઢવાડિયા અને સિદ્ધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ તેમના ભાગીદાર છે.

20 – સિદ્ધપુર ખાતે ગોકુલ લોજીસ્ટીક કંપનીમાં તેમનો ભાણો ભાગીદાર છે.

21 – માણસા તાલુકાના એન.ડી.ચૌધરી સાથે ભાગીદારી હતી જેમાં નાણાંકીય બાબતોને લઈ તમે ધાક-ધમકી આપેલી.

22 – ગાંધીનગરનો આલીશાન બંગલો અને બોરુડાનું આલીશાન ફાર્મ હાઉસ છે.

23 – બનાસબેંકના વહીવટમાં મામા-ભાણાની કંપની મળી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો અને બેન્કની તિજોરી ના તળિયા ઝાટક કરી છે.

24 – છેલ્લા 10 વર્ષમાં તમારા, તમારા નાનાભાઈ, તમારા ભાણા, તમારી બહેનો, તમારા બનેવી ના એન્કટેક્ષ રીપોર્ટ અને કાયદેસરનો ભરેલો ટેક્ષ રજુ કરો.

25 – 2014-15માં બનાસના પુરની સહાયના નાણા તમારા એજન્ટ અધિકારી શેખની સાથે મળી કરોડો રૂપિયા બનાવ્યા.

26 – નોટબંધી આવી ત્યારે તેઓ બનાસબેંકના ચેરમેન હતા અને રૂ.250 કરોડની ચલણી નોટો બદલાવી હતી.

27 – રૂ.250 કરોડ બદલાવ્યા બાદ અણદાભાઈ પટેલ કે અન્ય કોઈને ચેરમેન ના બનાવ્યા અને જિલ્લા બહારના માણસને કેમ ચેરમેન બનાવ્યા ?

28 – બનાસડેરીની ચૂટણીમાં તમારા વિશ્વાસુ ચૂંટાયેલા અને નીમાયેલા ડીરેકટર પૈકી કેશરભાઈ ચૌધરી અને અન્ય ડીરેક્ટરો એવું કહે છે કે અમે મત પેટીઓ બદલાવી છે અને એ પણ ડીસાના માર્કેટયાર્ડમાં બધું ગોઠવી પાટણ જીલ્લાના પાર્સીંગ વાળી અને કાળા કાચવાળી ચાલતી ગાડીઓમાં પોલીસને પણ સાથે ના રાખી મતપેટીમાંથી મતો બદલાવી દીધા એ સાચી વાત છે ? આ મત પેટીઓ માંથી મત બદલાવનાર તમારા વિશ્વાસુ અને વાવ તાલુકાના બોરુ ગામના સરતાન દેસાઈ નો ભાઈ અને ચુંટણી અધિકારી શેખ એ મળી મતપેટીઓ બદલાવી હતી.

29 – બનાસડેરીમાં તેમના સાળીના દીકરા ભાણા પાસે વહીવટ કરાવેલો છે. તમારી સાળીનો દીકરો બી.કોમ, એમ.કોમ છે એને રૂ.1,50,000 (દોઢ લાખ ) પગાર આપો છો.

30 – રાધનપુરમાં કોમી તોફાનોમાં તમે જેમના ઘરે રોકાતા એવા વીરેન દોષી જે માણસોના ડોકટર છે એમને પશુપાલનની ખબર નથી તેમ છતાં રી.2 લાખના પગાર આપી ડેરી સીનીયર જનરલ મેનેજર બનાવ્યા છે.

31 – વાવ-થરાદ વિસ્તારમાં કેનાલો નું કામ અને એની પાસેના રોડ બનાવવાના કામોમાં તમામમાં તેમનો ભાગીદાર કોન્ટ્રાકટર છે.

32 – 15 વર્ષમાં રૂ.2000ના પગારમાંથી રૂ.20000 કરોડના માલિક બન્યા તે કઈ આવક ઉપર ? તે જાહેર કરો.