ભ્રષ્ટાચાર કરનારા અધિકારીઓ RTI કાયદામાં બ્લેકમેઈલ થાય છે ખરા ?

નાગરિક સ્વતંત્રતા માટે આઝાદી બાદ સૌથી મોટો કોઈ નિર્ણય લેવાયો હોય તો તે RTIનો કાયદો છે. જેમાં લોકો માહિતી મેળવીને ખોટું થતું અટકાવવામાં આવે છે. પણ 1 ટકા લોકો તેનો ગેરફાયદો ઉઠાવી રહ્યાં છે. રાજ્ય માહિતી આયોગ પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.

ભ્રષ્ટાચારની માહિતી માંગવામાં આવે છે અને તેમાં 1 ટકા જેટલાં લોકોને બ્લેકમેઈલ કરવામાં આવતાં જોવા મળે છે. જે રીતે પોલીસ અધિકારીઓ અને સરકારી અધિકારીઓ સામાન્ય પ્રજાને કાયદો બતાવીને તેમને બ્લેકમેઈલ કરે છે તે રીતે આ કાયદામાં થઈ રહ્યું છે. પણ અમલદારો પ્રજાને બ્લેકમેઈલ કરે છે તેની સરખામણીએ ઘણો ઓછો ગેરઉપયોગ થઈ રહ્યો છે. RTI કાયદો સરકારી અધિકારીઓ અને રાજકારણીઓને પસંદ નથી.

ખોટું કરનારા અધિકારીઓ RTIના જવાબ આપવાના બદલે ભ્રષ્ટાચાર આચરીને તેની પતાવટ કરી લે છે. ચોક્કસ ટોળકી દ્વારા ખેડા જિલ્લામાં RTIનો કાયદો ગેરઉપયોગ કરે છે.

ખેડા જિલ્લા પંચાયતે 10 લોકોની યાદી બનાવીને રાજ્ય માહિતી આયોગને મોકલી છે અને તેમાં શું પગલાં લઈ શકાય તે માટે મર્ગદર્શન માગ્યું હતું. જે પ્રશ્ન પડતર છે.

જેમની સામે ફરિયાદ કરી છે તેમાં મહુધા તાલુકાના સતીશ રાણા  વડોદરા, સ્ટીવન જોનભાઈ ફીણાવ , પ્રવીણભાઈ ભાવસાર, ભરત પ્રણામી – ગોધરા, પંકજ ઝાલા – અમદાવાદ, શીતલ ઠાકર – હિંમતનગર, મુકેશ જોશી – બોડેલી, રાજેશ રાવળ – ખેડા, અહેમદ ઉલ્લા – મોડાસા, કેતન પટેલ – મહેતાપુરા સાબરકાંઠા નો સમાવેશ થાય છે જિલ્લા પંચાયતે પત્ર માં જણાવ્યું છે કે ઉપરોક્ત લોકો દ્વારા પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે માહિતી માંગવાનો ગોરખધંધો બનાવ્યો છે અને કર્મચારીઓને બ્લેકમેલ કરી નાણાં પડાવી રહ્યા હોવાનું જણાવ્યું છે.

બ્લેક મેઈલ શા માટે કરે છે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી. જેણે કંઈક ખોટું કર્યું હોય તો જ તેમને બ્લેક મેઈલ કરી શકાય છે. ખેડા પંચાયતે ગાંધીનગર આયોગને કહ્યું તો છે. પણ અધિકારીઓએ ખોટું કર્યું છે તે અંગે પગલાં આજ સુધી લીધા નથી. શું માહિતી માંગી હતી તે પણ પંચાયત દ્વારા છુપાવવામાં આવી રહ્યું છે. આમ RTI કાયદાને ખતમ કરવા માટે રાજકારણીઓ અને વહીવટી તંત્ર એક બની રહ્યાં હોય એવું આયોજની કચેરીની આ વિગતો પરથી સ્પષ્ટ થાય છે. લોકોને વિશાળ અધિકાર આપ્યો છે જેમાં આ જ અધિકારીઓ અને રાજકારણીઓ માહિતી આપતાં નથી. ગુજરાતની ભાજપ સરકારે તો માહિતી માગવાના અધિકારને તો કચરા પેટીમાં ફેંકી દીધો છે. તેના જવાબો મેળવવા માટે મહિનાઓ સુધી લોકોએ લડવું પડે છે. ભાજપ સરકાર કાયદાનો સારી રીતે અમલ કરીને લોકોના અધિકારના આ કાયદાને વધારે મજબૂત કરવો જોઈએ એવું આરટીઆઈ એક્ટીવિસ્ટ ભરતસિંહ ઝાલા માની રહ્યાં છે. તેમણે સરકારની થોક બંધ માહિતી માંગી હોવા છતાં તેમને આપવામાં આવતી નથી. તે માટે તેમણે મહિનાઓ સુધી લડવું પડે છે.

દાખલો

કિર્તનસિંહ રાજપુતે નડિયાદની મહેમદાવાદ નગરપાલિકા પાસે માહિતી માંગેલી હતી. જે પ્રથમ અપીલનાં હુકમ છતા મહેમદાવાદ નગરપાલિકા દ્વારા માહિતી ન આપતાં બીજી અપીલ કરી હતી, આમાં જાહેર માહિતી અધિકારી- ચીફ ઓફિસર મહેમદાવાદ નગરપાલિકા અને અપીલ સત્તા અધિકારી- પ્રાંત અધિકારી- ખેડા પ્રાંતને ગુજરાત માહિતી આયોગમાં પ્રતિવિવાદી બનાવવામાં આવ્યા હતા જેમાં ગુજરાન માહિતી આયોગ દ્વારા અરજદારને માગેલ માહિતી આપવાનો હુકમ કર્યો હતો. તેમ છતાં તેમને માહિતી આપવામાં આવી નથી. જો આ માહિતી જાહેર થાય તો પ્રજાના કરોડો રૂપિયાનો કઈ રીતે અધિકારીઓ અને રાજકારણીઓએ ભ્રષ્ટાચાર કર્યો છે તે જાહેર થઈ જાય તેમ છે. રાજપુતને ધમકી પણ આપવામાં આવી હતી કે ગાંધીનગર સુધી તેમનો હપતો પહોંચે છે તેથી તમે કંઈ નહીં બગાડી શકો.

આ દાખલો સ્પષ્ટ છે કે, ભ્રષ્ટાચાર કરનારાઓ માહિતી જાહેર કરવા માંગતા હોતા નથી. માહિતી માંગનાર ભ્રષ્ટ હોતા નથી.