મકાઈનું વિશ્વમાં ઉત્પાદન ઘટતાં ગુજરાતના આદિવાસી ખેડૂતોને ફાયદો થશે

ઈન્ટરનેશનલ ગ્રેઈન્સ કાઉન્સિલ(આઈજીસી) દ્વારા યુ.એસ પાક ઉત્પાદનના ઘટાડાના વલણને કારણે વર્ષ ૨૦૧૯-૨૦ની સીઝનમાં વૈશ્વિક મકાઈના ઉત્પાદનમાં ઘટાડો થવાની આગાહી કરી છે. ઈન્ટર-સરકારી સંસ્થાએ, માસિક સુધારામાં વૈશ્વિક મકાઈના પાકની આગાહી ૭૦ લાખ ટનની ઘટાડીને ૧.૧૧૮ અબજ કરી હતી. યુ.એસના મકાઈના પાકનો અંદાજ ૩૬.૨ કરોડ ટનનો અંદાજ્યો છે, જે અગાઉના ૩૭.૧ કરોડ ટનના અંદાજ કરતાં ઓછો છે. વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન વૈશ્વિક ઉત્પાદન ૧૧.૨૬ લાખ ટનનું કરવામાં આવ્યું હતું. આઈ.જી.સી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ માં વૈશ્વિક મકાઈના વપરાશમાં ૧ કરોડ ટનનો ઘટાડો થઈ ૧.૧૫૧ અબજ થવાનો અંદાજ કર્યો છે, જે તેની અગાઉની સિઝનના ૧.૧૪૪ અબજના અંદાજ કરતાં નજીવો વધું છે. વૈશ્વિક મકાઈનો સ્ટોક વર્ષ ૨૦૧૯-૨૦ના સીઝનના અંત સુધીમાં છ વર્ષની નીચી સપાટીએ ૨૮.૪ કરોડ ટનની સપાટીએ પહોંચ્યો હતો.   કાઉન્સિલે વર્ષ ૨૦૧૯-૨૦માં વૈશ્વિક ઘઉંનું ઉત્પાદન ૪૦ લાખ ટન વધી ૭૬.૬ કરોડ ટન થવાની આગાહી કરી છે, જ્યારે ૩૫.૯ કરોડ ટનનો વપરાશ થવાનો અંદાજ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન વૈશ્વિક સોયાબીનનું ઉત્પાદન ૩૫.૮ કરોડ ટનનું જોઈ રહ્યા છીએ, જે અગાઉના ૩૬.૩ કરોડ ટનના ઉત્પાદનની સરખાણીએ ઓછું છે.