મગફળીની ટેકાનાં ભાવે ખરીદીમાં મોદીને અપયશ મળે છે : દિલીપ સંઘાણી

નરેન્દ્ર મદીના એક સમયના ખાસ સહાયક એવા દિલીપ સંઘાણી સાચા પણ વિવાદાસ્પદ નિવેદનો કરીને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મુશ્કેલીમાં મૂકતાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારથી મગફળીની ટેકાનાં ભાવે ખરીદી શરૂ થઈ છે ત્‍યારથી અનેક એવી ઘટના બને છે જેનાથી વડાપ્પ્રરધાન નરેન્‍દ્ર મોદીનાં ખેડૂતોનાં હિતનાં નિર્ણયને યશને બદલે અપયશ મળી રહૃાો છે.
પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીએ ખેડૂતોનાં હિતમાં રૂ.900 પ્રતિ મણનાં ભાવે મગફળીની ખરીદી કરવાનો ઐતિહાસિક નિર્ણય કરીને ખરીદીની જવાબદારી નાફેડને સોંપેલ હતો.
બાદમાં “નાફેડ” ઘ્‍વારા નેશનલ બલ્‍ક હેન્‍ડલીંગ કોર્પોરેશન અને એગ્રો સેન્‍ટરને ખરીદી સોંપવામાં આવી અને ખરીદાયેલી મગફળી વેર હાઉસીંગ કોર્પોરેશનનાં ગોદામમાં રાખવાની હોય છે. જેને પ્રતિ ફુટ રૂ.16 ભાડુ ચુકવવામાં આવેલ છે.
રાજય સરકારે ખરીદાયેલ મગફળીનું ચુકવણું ખેડૂતોને કરી દીધેલું છે. પરંતુ ખરીદાયેલ મગફળીમાં આગ લાગે, ચોરી થાય કે ભેળસેળ થાય તે જોવાની જવાબદારી નાફેડ કે કેન્‍દ્ર સરકારની નથી. અમુક માઘ્‍યમોમાં નાફેડનું નામ આવે છે પરંતુ નાફેડ ઘ્‍વારા સીધી ખરીદી જ થતી નથી.
મગફળીની જાળવણીમાં સ્‍થાનિક કક્ષાએ બેદરકારી દાખવવામાં આવતાં સરકારને યશને બદલે અપયશ મળી રહૃાો હોય તે બાબત અતિ દુઃખદાયક હોવાનું અંતમાં જણાવેલ છે.
તેમણે કહ્યું કે સ્થાનિક કક્ષાએ એટલે કે રાજ્ય સરકાર કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે કૃષિ પ્રધાન રણછોડ ફડદુ દ્વારા બેદરકારી રાખીને મોદીને અપજશ આપવામાં આવી રહ્યો હોવાનું તેમનું અર્થઘટન થઈ રહ્યું છે.