મગફળી કૌભાંડમાં પરેશ ધાનાણી તેમની કચેરીમાં ઉપવાસ પર ઉતર્યા

ભાજપની રૂપાણી સરકારના સૌથી મોટા મગફળી કૌભાંડમાં વિજય રૂપાણી અને અમિત શાહ માટે વિરોધ પક્ષ મુશ્કેલી ઊભી કરી રહ્યો છે. મગફળી ખરીદ કાંડની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાણાનીએ વિધાનસભામાં આવેલાં તેમના કાર્યાલય ખાતે આજે ઉપવાસ કર્યા હતા. જે રીતે દિલ્હીની મુખ્ય પ્રધાન કેજરીવાલે ઉપરાજ્યપાલ સામે તેમના કાર્યાલયમાં ઉપવાસ કરીને સમગ્ર દેશમાં ધ્યાન દોર્યું હતું તેમ જ ધાનાણી કરી રહ્યાં છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મગફળી કાંડ નો રેલો સીએમ કાર્યાલય સુધી જાય છે.
પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય કૃષિ મંત્રી

કેન્દ્રની મોદી સરકારના કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાના જિલ્લા અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, રૂ.4000 કરોડના મગફળી કૌભાંડમાં ભાજપની કોબા ખાતેના કાર્યાલય અને સરકારમાં બેઠેલા મોટા મગરમચ્છ સંડોવાયેલા છે. આમ તેમના સીધા આરોપોથી ભાજપ સામે મોટી મુશ્કેલી શરૂં થઈ ગઈ છે. તેમાંથી કેમ બહાર નિકળવું તે હવે તેમની સમજાતું નથી.

કોંગ્રેસના નેતા હજુ સુધી ફોરેન્સીક લેબોરેટરી કે કૃષિવિભાગના કોઈ તપાસ અહેવાલ જાહેર કરાયા નથી, જે  શંકા ઉપજાવે છે કે, સરકાર ઘણું વધું છુપાવી રહી છે. ગોડાઉનમાં કાંકરા અને માટી નિકળી તેને છુપાવી દેવા માટે જે વાતચિત થઈ છે તેમાં ઓડિયો લીક થયા છે તેમાંકૃષિ પ્રધાન રણછોડ ફળદુ સહિત અનેક નામોનો ઉલ્લેખ છે. ત્યારે  તેની તપાસ સરકાર કેમ કરાવતી નથી?

Vijay Rupani 

તેમણે જણાવ્યું હતું કે, કૌભાંડની તપાસ કરતી રાજકોટ પોલીસ પપેટ બની ગઈ છે. આ કૌભાંડમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે જોડાયેલી 400 સહકારી ખરીદ વેચાણ સંઘની મંડળીઓ એ સરકારના અને ખેડૂતોના નાણાંની લૂંટ ચલાવી છે. જેમાં ભાજપના મળતિયાઓ છે. ત્યારે રાજ્ય સરકાર તપાસના નામે નાના માછલાઓને મારવાનું બંધ કરી મોટા મગરને પકડવા જોઈએ, જે આજકાલ ભાજપના પ્રદેશ કાર્યાલયની અંદર ફરી રહ્યા છે. તો કોઈ મગરમચ્છ મંત્રીમંડળમાં તો નથી ને ?  તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

પેઢલાના ગોદામોમાંથી મળી આવેલાં માટી અને ઢેફા મગફળીમાં કોણે ભેળવેલાં છે તે અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પરેશ ધણાનીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં 35 કિલો મગફળીમાંથી 20 કિલો માટે પથ્થરો મળી આવ્યા છે. તે ભાજપના મળતીયાઓએ જ નાંખીને કરોડોનું કૌભાંડ કર્યું છે. તેમ છતાંય હજુ સુધી આ કૌભાંડમાં સીઆઈડી તપાસ દરમ્યાન  કોઈ આરોપી પકડાયા નથી. તો બીજી તરફ આ કાંડને છ છ મહિના થઈ ગયા તેમ છતાં પણ તપાસ અંગેના સત્તાવાર કોઈ અહેવાલ જાહેર કરવામાં આવ્યો નથી. ભાજપ સરકાર દ્વારા સરકારી મશીનરીનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે.
સાડાચાર લાખ ટન મગફળી વેચવા માટે વેપારીઓને પાણીના ભાવે ખરીદવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. ત્યારે
મગફળીમાં માટી કે માટીમાં મગફળીની તપાસ ચાલુ ન્યાયમૂર્તિ દ્વારા થવી જોઈએ જેમાં કૌભાંડ બહાર પાડનાર મિડીયા , ધારાસભ્ય અને ખેડૂતોની હાજરીમાં તપાસ કરવી જોઈએ.
આસ સી ફળદુ, ક-ષિ પ્રધાન

તેમણે સરકારને ચીમકી આપી છે કે, જો સરકાર આ મામલે કંઈ નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલન ગામડે ગામડે જશે. આજે સરકાર શંકાના દાયરામાં છે ત્યારે ભય, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને પ્રજાની સાથે મળી સરકાર વિરુદ્ધ લડતના મંડાણ કરીશું.

આમ વિરોધ પક્ષના નેતાએ ભાજપના કૌભાંડની દુખતી નશ પકડી છે. મગફળી કૌભાંડના સમાચારો ન છપાય તે માટે ભાજપ સરકારના પ્રધાનો મિડિયા પર દબાણ કરી રહ્યાં છે. જેમાં ક્યાંયક તેઓ સફળ થયા હોવાના પણ મિડિયા દ્વારા સરકાર પર આરોપો લગાવવામાં આવી રહ્યાં છે.