રૂ.17 કરોડની મગફળીમાં રૂ.14 કરોડની માટી નિકળી, પોલીસ ફરિયાદ થઈ. કૃષિ પ્રધાન આર સી ફળદુએ જાહેરાત કરી છે કે મગફળી કૌભાંડમાં જે કોઈ સંડોવાયેલાં હશે તે તમામ સામે પગલાં ભરવામાં આવશે. પણ ભાાજપન જ નેતાઓએ તે મગફળી સરકારને પધરાવી દીધી છે તેથી તેની તપાસ સરકાર કરશે નહીં. તેની સાથે જ પોલીસ દ્વારા તુરંત પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ધોરાજીમાં કરોડો રૂપિયાના મગફળી કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આમ રાજ્ય સરકારે આકરા પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. મુખ્ય પ્રધાને પણ આ અંગે આદેશો જારી કરી દીધા છે. પણ ભાજપના નેતાઓ અને કાર્યકરો ધરાવતી સહકારી મંડળીઓ સામે કોઈ જ પગલાં નહી ભરવામાં આવે. કૃષિ પ્રધાન રણછોડ ફળદુ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આ માટે જવાબદાર છેે.તેમને અગાઉ કોંંગ્રેસના ચાર નેતાઓએ પત્રોો લખ્યા હતા છતાં કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા.
ડિસેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ મગફળીના નીચે જઈ રહેલાં ભાવના મુદ્દે ખેડૂતોએ ભાજપનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. તેથી વિજય રૂપાણી સરકારે તુરંત મગફળી ખરીદ કરવા આદેશ આપ્યો હતો. તેની ખરીદી જેવી શરૂ થઈ તેની સાથે જ ભાજપના કેટલાંક લાંચીયા નેતાઓએ સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું હતું. જેમાં આજ સુધી કરોડો રૂપિયાના મગફળી ખરીદી અને નાશ કૌભાંડ થયા છે.
આ કૌભાંડ 2018ના જાન્યુઆરીથી બહાર આવવાના શરુ થયા હતા. ગોંડલ, કચ્છ, શાપર, જામનગર અને રાજકોટ ઉપરાંત હવે ધોરાજીમાં કરોડો રૂપિનીયા મગફળી ખરીદી કૌભાંડો બહાર આવી ગયા છે. હજુ ગોડાઉનોમાં પડી રહેલી મગફળીમાં પણ કરોડોનો ગફલો હોવાની શક્યતા છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જિલ્લા રાજકોટમાં સૌથી વધું મગફળી ખરીદી કૌભાંડો થયા છે તે સૂચક માનવામાં આવે છે. 31 જૂલાઈ 2018ના દિવસે રાજકોટના જેતપુરમાં મગફળી કૌભાંડ બહાર આવ્યું છે. જે સંદર્ભે છેતરપીંડીની ફરીયાદ પોલીસે નોંધી છે. ધોરાજીમાં મગફળીના કોથળામાં મગફળી સાથે ઢેંફા, કાકરા, ધૂળ ભેળવીને વેંચવાનું કૌભાંડ બહાર આવતાં આ ફરિયાદ નોંધવામાં આવી છે.
એક વેપારી જ્યારે મગફળીના થેલા ભરવા ગયા ત્યારે તેમણે જોયું કે મગફળીમાં તો નકરા ઢેંફા છે. આવી હાલ ગોડાઉનમાં 31 હજાર થેલા મગફળી પડી છે, જેની કિંમત રૂ.4.50 કરોડથી વધુ છે. કલેક્ટરે આ અંગે તપાસ શરૂ કરી છે. નાફેડે પણ અગાઉ આવી શંકા વ્યક્ત કરી હતી. તેથી સમગ્ર મામલો શંકાસ્પદ નહીં પણ ભ્રષ્ટાચારનો બની ગયો છે. જેમાં જૂનાગઢથી ખરીદેલી મગફળી જામજોધપુરના કેટલાંક નેતાઓનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સરકારે ખરીદેલી મગફળીમાં મોટા કૌભાંડો એક પછી એક બહાર આવી રહ્યાં છે.
કૌભાંડ કઈ રીતે બહાર આવ્યું
જૂનાગઢ સહિતના કેટલાંક વેપારીઓને કહી દેવામાં આવ્યું હતું કે મગફળી ખરીદવાનો આખરી દિવસ 31 જૂલાઈ છે તેથી ખરીદ કરી જવી. જેવા વેપારીઓ ગોડાઉન પર મગફળી જોખવા લાગ્યા તેની સાથે ખબર પડી કે મગફળી તો માત્ર 25 ટકા જ છે. 75 ટકા તો માટી, કાકરા, ઢેફા ભરેલાં છે. તેથી તેમણે મગફળી ખરીદવાનો ઈન્કાર કર્યો હતો. એન તમામ દસ્તાવેજો એકઠા કરી લીધા હતા. આમ સરકારની મગફળીનો ભાંડો વેપારીઓએ ફોડી કાઢ્યો હતો.
17 કરોડની મગફળી આવી જ છે
જેતપુર નજીકના પેઢલા ગામમાં સરકારી એજન્સીએ ગોડાઉન ભાડે રાખીને 3815 ટન મગફળી કે જેની કિંમત રૂ.17 કરોડ જેવી થાય છે. તે ભરી છે. હાલ આ મગફળી તેમાં ભરેલી છે. જેમાં રૂ.14 કરોડની મગફળીના સ્થાને કાંકરા અને માટી ભરી દેવામાં આવી હોવાનું વેપારીઓએ વટાણા વેરી દીધા હતા. જ્યાં મગફળીના ગોડાઉમાં આગ લાગી ત્યાં પણ આવી જ રીતે માટી નિકળી હતી. આમ ગોંડલ, ગાંધીધામ અને શાપરમાં સરકારી મગફળીમાં કૌંભાડો થયા બાદ હવે જેતપુર નજીકના પેઢલા ગામેના ગોડાઉનમાં કરોડોનું મગફળી અને માટી કૌભાંડ બહાર આવ્યું છે. તુરંત રાજકોટ કલેક્ટર રાહુલ ગુપ્તાને તપાસ કરવા આદેશ કરીને ગોડાઉમાં કોઈ ન જાય તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો છે. વધું વિગતો બહાર ન આવે તે માટે સરકારે પૂરતી વ્યવસ્થા કરી છે. પંચનામું કરીને ગોડાઉન શીલ કરી દેવામાં આવ્યા છે. જયશ્રી ઈન્ટરનેશનલ નામની પેઢીના આ ગોડાઉનમાં 35 કિલોની એક થેલા લેખે 30 હજાર બોરી મગફળી આજે પણ ભરેલી છે. જેમાં નરી માટી ભરી હોવાનું બહાર આવ્યું છે.
જૂનાગઢથી મગફળી આવી હતી
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ધાણેજ અને બગડુ ગામની સહકારી મંડળીએ આ મગફળી ખરીદીને અહીં મોકલી આપવામાં આવી હતી. જૂનાગઢ કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક ધારાસભ્યો પહેલેથી જ કહી રહ્યાં હતા કે જૂનાગઢથી જે મગફળી ખરીદ કરવામાં આવી છે તેમાં માટી ભરેલી છે. પણ વિજય રૂપાણી સરકારે તે અંગે ધ્યાન આપ્યું ન હતું.
35 કિલો થેલામાં 20 કિલો માટી
જૂનાગઢના વેપારીઓ મગફળી ખરીદવા આવ્યા ત્યારે તેમણે થેલાનું વજન કર્યું તો 35 કિલોમાં 20 કિલો તો ઢેંફા અને કાંકરા હતા. તેથી તેમણે માલ લેવાનો ઈન્કાર કર્યો હતો. આ કૌભાંડ બહાર આવતાં ગોડાઉનનો મેનેજર તાળું મારીને ભાગી ગયો હતો. જયશ્રી ઈન્ટરનેશનલ નામની પેઢીએ રો હાઉસમાં ગોડાઉન બનાવેલા છે તે નાફેડે ભાડે રાખેલા અને તેનું સંચાલન નાફેડના મેનેજર વી.આર. ટીલવા કરતા હતા.