ભાજપના પૂર્વ કૃષિ મંત્રીની સંડોવણીની પણ સરકાર તપાસ કરશે.
મગફળી કાંડનો રેલો ભાજપ તળે આવતાં જ ભારે ચકચાર મચી ગઈ છે. પૂર્વ કૃષિમંત્રી ચીમનભાઈ સાપરિયા નું નામ આ કૌભાંડમાં ઉછળતા સરકાર ચિંતિત બની છે. અને આ મામલે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કૃષિ વિભાગની તાકીદની બેઠક બોલાવી હતી.
મગફળી કૌભાંડ માં નિતનવા વળાંકો આવી રહ્યા છે. ત્યારેઆ મગફળી કાંડનો રેલો ભાજપના તળે આવતા સરકાર અને સંગઠન ચિંતિત બની ગયું છે.
નિકટી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મગફળી કૌભાંડમાં સંડોવાયેલ પૂર્વ કૃષિ મંત્રી ચીમન ભાઈ સપરિયાની મંડળી મગફળી કૌભાંડમાં સંડોવાયેલી હોવાના વહેતા થયેલા અહેવાલ બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કૃષિ વિભાગના અધિકારીઓને વીશેષ રિપોર્ટ કરવાના આદેશ કર્યા છે . મગફળી કૌભાંડમાં ભાજપનાજ પૂર્વ કૃષિમંત્રી ચીમનભાઈ સાપરિયા નું નામ ચર્ચામાં આવતાં જ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કૃષિ વિભાગ ના અધિકારીઓ સાથે અગત્યની બેઠક કરી હતી. આ બેઠકમાં
કૃષિ વિભાગ ના અધિક મુખ્ય સચિવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા
બેઠક અંગે મળતી માહિતી મુજબ અત્યારે ચાલી રહેલી આ કૌભાંડની તપાસ દરમિયાન
ચીમન ભાઈ સાપરિયાની મંડળી માંથી પણ મગફળી લેવામાં આવી હતી. સાથે સાથે આ કૌભાંડમાં
ભાજપ નાજ પૂર્વ કૃષિ પ્રધાન ચિમન ભાઈ સાપરિયા નું નામ બહાર આવતા સરકાર અને સંગઠનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જો કે આજ મુદ્દે મુખ્યમંત્રી ની અદયક્ષતામાં યોજાયેલી આજની આ બેઠકમાં
વિજય ભાઈ રૂપાણી એ કૃષિ વિભાગના અધિકારીઓ ને કડક સૂચના આપી છે . કે ચીમન ભાઈ સાપરિયા ની અન્ય કોઈ જગ્યાએ સંડોવણી છે કે નહીં ? તેની તપાસ કરી ને અલગ થી રિપોટ બનાવી ઝડપથી સરકાર ને સુપ્રત કરવા સૂચના આપી હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આજ મુદ્દે સરકાર સમક્ષ ભાજપના કેટલાક લોકોએ ચીમન ભાઈ સાપરિયા વિરુદ્ધ અનેક વખત ફરિયાદ કરી હતી. ચિમન ભાઈ સાપરિયાએ જૂનાગઢમાં જૂની મગફળીને નવી હોવાનું બતાવી બારોબાર વેચી મારી હતી અને અંગે પણ વ્યાપક ફરિયાદો સરકારમગફને કરવામાં આવી હતી.