ગફળીના ગોડાઉનોમાં લાગેલી આગની ઘટનાઓના સંદર્ભે તપાસ માટે હાઇકોર્ટના નિવૃત જજ એચ.કે. રાઠોડનું કમિશન ઓફ ઇન્કવાયરી એકટ હેઠળ ન્યાયિક તપાસ પંચ રચવાની જાહેરાત સરકારે કરી છે.
ગોંડલ, શાપર(વેરાવળ), હાપા(જામનગર), ગાંધીધામ(કચ્છ) એમ ચારેક ગોડાઉનમાં મગફળીના જથ્થામાં લાગેલી આગ અંગે સરકારે શરૂઆતથી જ સી.આઇ.ડી. ક્રાઇમને તપાસ સોપી હતી અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીને પણ આ તપાસમાં જોડી હતી. આ તપાસ પ્રક્રિયા ચાલુ છે.
મગફળી ગોડાઉનમાં લાગેલી આગના બનાવના કારણો અને જવાબદારોને શોધી કાઢશે.
કેટલીક મંડળીઓ દ્વારા મગફળીમાં ભેળસેળ અને પથ્થર, માટી, ઢેફા મિકસ કરવાની વિગતો ધ્યાને આવી હતી.
છેલ્લા બે વર્ષમાં ખરીદાયેલી આશરે દશ લાખ મેટ્રીક ટન મગફળીમાંથી અંદાજે પાંચ લાખ મેટ્રીક ટન મગફળી નાફેડ દ્વારા જાહેર હરાજી કરીને વેચી દેવામાં આવી છે અને હજુ દરરોજ હરાજીથી વેચાણ ચાલુ છે.
પેઢલાના ગોડાઉનમાં મગફળી ખરાબ હોવાનો ઉહાપોહ થતા જ સરકારે ગોડાઉન બંધ કરીને મોટી ધણેજ સહકારી મંડળી, માળીયા ઉપર પગલા લઇને 30 જેટલા વ્યકિતીઓની ઘરપકડ-રીમાન્ડ અને જેલ હવાલે પણ કર્યા છે. તેમ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે.