મગફળી ખરીદીમાં અધિકારી અને ખેડૂત વચ્ચે મારામારી

પાલનપુર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા ખેડૂત જયેશભાઈ વિરસંગભાઈ ચૌધરીનું સેમ્પલ રિજેક્ટ થતા હોબાળો થતા ખરીદી અટકી ગઈ હતી. આ પગલે સેમ્પલ લેનાર અધિકારી અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થતા વાત છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી, જેમાં સેમ્પલ અધિકારીએ ખેડૂત દ્વારા પોલીસની હાજરીમાં માર માર્યાના આક્ષેપ કર્યા હતા.પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

ઠંડીમાં ઠૂંઠવાતા ખેડૂતો વહેલી સવારથી આવી જાય છે પણ તંત્રની ધીમી ગતિને કારણે કલાકો સુધી તેમને ભૂખ્યા તરસ્યા બેસી રહેવું પડે છે. આમ, ખેડૂતોની મગફળી ખરીદીના હડમાલા આજે પણ યથાવત રહેતા ખેડૂતો હેરાન પરેશાન થયા હતા.