મગફળી પકવતાં ખેડૂતોએ દેશમાં ગૌરવ અપાવ્યું, ભાજપે ભ્રષ્ટાચાર કરી માથું નીચું કરાવ્યું

ડો. હિમાંશુ પટેલ, પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ

વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજરાતમાં 2013-14માં મનમોહનસિંહની સરકાર વખતે રૂ.18,003.72 મગફળી પાકી હતી. જે 2015-16માં રૂ.8,563.66 મગફળી વેચાઈ હતી.

ચીરાગ કાલરીયા, ધારાસભ્ય, જામજોધપુર, કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આમ ગુજરાતમાંથી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને મોકલમાં આવ્યા પણ તેમના વડાપ્રધાન બનવાથી સૌરાષ્ટ્રના ખેડૂતોને વર્ષે રૂ.10 હજાર કરોડનું નુકસાન મગફળીના ભાવ ફેર માટે થયું છે. આ અહેવાલ બીજા કોઈનો નહીં પણ કેન્દ્ર સરકારના આંકડા વિભાગનો છે. તેથી તે ખોટો તો ન જ હોઈ શકે. આધુરામાં પૂરું કોંગ્રેસના નેતા અને દેશના પ્રખર અર્થશાસ્ત્રી મનમોહનસીંગ વડાપ્રધાન હતા ત્યારે મગફળીના વેચાણથી રૂ.18 હજાર કરોડ ખેડૂતોને મળ્યા હતા. પણ નરેન્દ્ર મોદીના સમયમાં તે 64 ટકાથી વેચાણ ઘટીને રૂ.10 હજાર કરોડની ખોટ ગઈ છે. આમ મોદી આવવાથી ખેડૂતોની આવક વધીને અચ્છે દીન લાવવાની વાત અહીં ખેડૂતો માટે તો ખરાબ સાબિત થઈ છે. આવક વધવાના બદલે 64 ટકા ઘટી છે. જ્યારથી કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની સરકારો આવી છે ત્યારથી ગુજરાતના મગફળી પકવતાં ખેડૂતો પર અવળી અસર જોવા મળી રહી છે. દેશમાં સૌથી વધારે મગફળી પકવતું કોઈ રાજ્ય હોય તો તે ગુજરાત છે ત્યાર બાદ બીજા નંબર પર તમિલનાડું છે, ત્રીજા નંબર પર રાજસ્થાન, અને ચોથા નંબર પર મહારાષ્ટ્ર આવે છે. દેશના કૂલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો અડધો હોય છે. તેમ કોંગ્રેસના પ્રવક્તા હિમાંશુ પટેલે જણાવ્યું હતું.

ટોચના 10 રાજ્યની ઉત્પાદિત મગફળી (ઉત્પાદન કરોડ રૂપિયામાં)

રાજ્ય 2013-14 2014-15 2015-16

ગુજરાત 18003.72 11049.20 8563.66

તમીલનાડુ 3409.35 3443.53 3321.10

રાજસ્થાન 2807.70 3151.10 3268.02

આંધ્રપ્રદેશ 3352.50 1873.58 3045.35

મહારાષ્ટ્ર 1235.51 1191.49 1050.02

કર્ણાટક 1861.96 1653.58 1301.72

તેલંગણા 1406.21 1170.46 816.34

મધ્યપ્રદેશ 787.62 899.45 805.99

ઉત્તરપ્રદેશ 290.90 284.13 219.86

ઓરીસ્સા 228.07 162.84 147.62

અન્યરાજ્યો

કૂલ 34,344 25,744 23,424

દેશના કૂલ 36 રાજ્યો અને કેન્દ્રીય પ્રદેશોમાંથી 16માં જ મગફળી ઉગાડાય છે. જેમાં કૂલ 34,000 કરોડથી રૂ.23500 કરોડનું મગફળીનું ઉત્પાદન થાય છે. 20 રાજ્યોમાં મગફળીનું ઉત્પાદન થયું નથી.

સમગ્ર વિશ્વમાં ભારત મગફળી પકવવામાં બીજા નંબર પર છે. તેમાં સૌરાષ્ટ્રનો હિસ્સો હોવાના કારણે શક્ય બન્યું છે. સૌરાષ્ટ્રના ખેડૂતોએ દેશનું નામ મગફળીના ઉત્પાદનમાં ઊંચું કર્યું છે.

દેશમાં 2015-16માં જે તેલીબીંયા પાકો ઉગાડાય છે તેમાં મગફળીનો હિસ્સો 25 ટકા છે. ત્યાર બાદ રાયડો 23 ટકા પર આવે છે. આ બન્ને પાકમાં ગુજરાત આગળ છે. સોયાબીનનો હિસ્સો 21 ટકા છે. જ્યારે નાળિયાળનું ઉત્પાદન 14 ટકા જાવું થાય છે. દેશમાં 93000 કરોડના તેલ બને છે જેમાં મગફળી 23400 કરોડ અને રાયડાયનું 21800 કરોડ તેલ બન્યું હતું. સોયાબીન તેલ રૂ.19400 કરોડ અને નાળિયેળનું તેલ રૂ.12800 કરોડ જેટલું થયું હતું. આમ મગફળી એ સમગ્ર દેશના કૂલ 25 ટકા તેલ પુરું પાડ્યું હતું. જો મગફળી, રાયડો, સોયાબીન અને એરંડી તેલ સાથે ગણવામાં આવે તો ગુજરાત તેલના ઉત્પાદનમાં સૌથી આગળ છે. જે દેશના કૂલ તેલની જરૂરિયાતના 30 ટકા તેલ પુરું પાડતું રાજ્ય છે. આમ ગુજરાતના ખેડૂતોએ સમગ્ર દેશમાં તેલના ઉત્પાદનમાં માથું ઊંચું રાખ્યું છે.

આ વર્ષે ગુજરાત સરકારે મગફળી ખરીદી પણ તેમાં ખેડૂતોને ફાયદો થવાના બદલે નુકસાન વેઠવું પડ્યું છે. ખરીદી કરીને ભાજપના નેતાઓએ રૂ.4000 કરોડની ખરીદીમાં ગોટાળા કર્યા છે. જેમાં દરેક કક્ષાએ ભાજપના નેતાઓ સંડોવાયેલાં હોવાનું બહાર આવ્યું છે. ભાજપના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયાનું નામ આ કૌભાંડમાં બહાર આવ્યું છે. તેમની પુછપરછ હજુ સુધી થઈ નથી. તેમને કૃષિ પ્રધાન રણછોડ ફળદુ બચાવી રહ્યાં છે. આમ ભાજપની રૂપાણીની સરકાર કૌભાંડી નેતાઓને છાવરી રહી છે. જ્યારે ખેડૂતોએ સૌથી વધું ઉત્પાદન મેળવીને દેશમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે પણ ભાજપની રૂપાણી સરકાર અને કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ તો ગુજરાતનું નામ કૌભાંડો કરીને દેશભરમાં ખરાબ કર્યું છે. આ જ તફાવત છે ગુજરાતના ખેડૂતોનો અને ભાજપનો. ગુજરાતમાં સૌથી પહેલું મઘફળી કૌભાંડ કોંગ્રેસના જામજોધપુરના ધારાસભ્ય ચીરાગ પટેલ બહાર લાવ્યા હતા. તેમણે જામજોધપુર સહકારી મંડળી અને એપીએમસીમાં મગફળી જોખાતી હતી અને ગોડાઉનોમાં ભરાતી હતી ત્યારે તેમાં રેતી, કાંકરા ને ઠેફા ભરેલાં હતા. તેનો વિડિયો દસ્તાવેજ ઉતારીને કૌભાંડ બહાર પડાયું હતું. તે અહેવાલ અખબારોમાં પણ છપાયા હતા. આ મંડળી જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયા તેમાં સંડોવાયેલાં હોહાવું પુરવાર કર્યું હતું. તેમ છતાં આજે તેમની સામે કોઈ પગલાં લેવાયા નથી. મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને કૃષિ પ્રધાન રણછોડભાઈ ફડદુને જાહેર અપીલ છે કે જામજોધપુર સેવા સહકારી મંડળીના ગોટાળાની હવેલી તકે તપાસ કરે અને ભાજપના નેતા ચીમનભાઈ સાપરિયાને દોષિત જાહેર કરી સજા કરે.