શહેરમાં એન્ટી લાર્વા એકટિવીટી હેઠળ આજે કુલ મળીને ૧૪૩ જેટલી બાંધકામ સાઈટો પર મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.આ દરમિયાન શહેરમાં કુલ પાંચ સાઈટ સીલ કરીને રૂપિયા ૩.૭૮ લાખ રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.
શહેરના વિવિધ સાત ઝોન અને તેના વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી ચાલતી એન્ટી લાર્વા એકટિવીટી અને મોસ્કીટો બ્રીડીંગ અટકાવવાની કામગીરી દરમિયાન આજે કુલ ૧૪૩ બાંધકામ સાઈટોની તપાસ કરવામાં આવી હતી.જે દરમિયાન ૬૭ સાઈટોને નોટીસ આપવામાં આવી છે.જયારે પાંચ સાઈટોને સીલ કરીને કુલ રૂપિયા ૩.૭૮ લાખનો ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.આજે સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૪૩ નોટીસ આપવામાં આવી છે.ઉપરાંત મધ્યઝોનમાં નવ,ઉત્તરઝોનમાં ૨૩,પૂર્વઝોનમાં ૧૮,દક્ષિણઝોનમાં ૨૦,ઉત્તર-પશ્ચિમઝોનમાં ૧૪ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૬ નોટીસ આપવામાં આવી છે.આ સાથે શહેરમાં પૂર્વઝોનમાં રીધમપ્લાઝા નિકોલ,નવરંગપુરામાં સમ્યક-૪૯,લાંભામાં ગણેશ હાઈટસ,નરોડામાં વિઠ્ઠલ વેલોસિટી અને ગોતામાં અનુફર્મ સાઈટને સીલ કરવામાં આવી છે.