મત માટે ભેટ કે પ્રલોભનની લાંચ આપનારને એક વર્ષની કેદ થશે 

કોઈપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈપણ લાંચ લેતી કે આપતી વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૭૧ – ખ મુજબ એક વર્ષ સુધીની
કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે.
વધુમાં, કોઈપણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતા ની કલમ ૧૭૧- ગ મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને
પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક- ધમકી આપવા માં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ફ્લાઈંગ સ્કોડ ઉભી કરવામાં આવેલ છે.
આથી તમામ નાગરિકોને કોઈપણ પ્રકારની લાંચ નહીં લેવા અને કોઈપણ વ્યક્તિ લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઈ પણ જાણકારી મળે અથવા મતદારોને ધાક-ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો તે અંગે ફરિયાદ મેળવવા માટે ઉભા કરવામાં આવેલા જિલ્લાના ૨૪ X ૭ ફરિયાદ દેખરેખ નિયંત્રણ એકમના ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપર જાણ કરી શકાય છે.